Home » International News » Middle East » A human rights group said 51 civilians including 17 children died in the airstrikes

સીરિયામાં બાળકો બન્યા લશ્કરી કાર્યવાહીનો ભોગ, એરસ્ટ્રાઇક્સમાં 51નાં મોત

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 12:42 PM

કૂર્દીશ બળવાખોરોનો ખાતમો કરવા તૂર્કીએ 20 જાન્યુઆરીના રોજ ઓપરેશન ઓલિવ બ્રાન્ચ લૉન્ચ કર્યુ હતું.

  • A human rights group said 51 civilians including 17 children died in the airstrikes
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    સીરિયાની હોસ્પિટલમાં એર સ્ટ્રાઇક્સમાં જખમી થયેલા બાળકની સારવાર કરતો હોસ્પિટલ સ્ટાફ. ઓપરેશન ઓલિવ બ્રાન્ચના કારણે અત્યાર સુધી અહીં 51 સિવિલિયન્સનાં મોત થયા છે.

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ આ હૃદય કંપાવી દે તેવી તસવીરો સીરિયાની હોસ્પિટલની છે. જ્યાં તૂર્કીના સ્ટ્રેટેજીક ઓપરેશનનો ભોગ બનેલા સ્થાનિક લોકો સારવાર લઇ રહ્યા છે. કૂર્દીશ બળાવાખોરોનો ખાતમો કરવા માટે તૂર્કીએ શરૂ કરેલા ઓપરેશનમાં સૌથી વધુ ભોગ સ્થાનિક લોકોનો લેવાઇ રહ્યો છે. તૂર્કી વૉરપ્લેન્સ અને તોપ નોર્થ સીરિયાના આફરિન પ્રદેશ પહોંચી. જ્યાં મિલિટરીએ માઉન્ટ બરસાયામાં એરસ્ટ્રાઇક્સ કર્યુ. જેમાં સ્થાનિક લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે કેટલાંક ગંભીર રીતે ઘાયલ થયા છે.

    બાળકો બન્યા સૌથી વધુ ભોગ


    - તૂર્કીએ કૂર્દીશ બળાવાખોરોના સફાયા માટે 20 જાન્યુઆરીથી ઓપરેશન ઓલિવ બ્રાન્ચ શરૂ કર્યુ છે.
    - તૂર્કી સેનાએ સીરિયાના આફરિન નજીક આવેલા માઉન્ટ બરસાયા પર આતંકવાદીઓનો ખાતમો કરવા માટે હુમલો કર્યો હતો.
    - એરસ્ટ્રાઇક્સના કારણે સૌથી વધુ બાળકો અને યુવાઓ ઘાયલ થયા છે અથવા મૃત્યુ પામ્યા છે.
    - એક હ્યુમન રાઇટ્સ ગ્રુપના જણાવ્યા અનુસાર, 17 બાળકો સહિત 51 સ્થાનિક લોકોના એરસ્ટ્રાઇક્સમાં મોત થયા છે.

    આર્મીને USનો પણ સપોર્ટ


    - બ્રિટન બેઝ્ડ સીરિયલ ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સના જણાવ્યા અનુસાર, રવિવારે આફરિનમાં 17 બાળકો સહિત 51 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં એક જ પરિવારના આઠ લોકોનો પણ સમાવેશ થાય છે.
    - ગંભીરથી અતિ ગંભીર રીતે થયેલા લોકો આફરિન હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
    - તૂર્કીએ 20 જાન્યુઆરીના રોજ ઓપરેશન ઓલિવ બ્રાન્ચ લૉન્ચ કર્યુ હતું. આ ઓપરેશન કૂર્દીશ બળવાખોરોનો ખાતમો કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. તૂર્કી સેના ટેન્ક લઇને કૂર્દીશોના આફરિન શહેરમાં ઘૂસી ગઇ છે.
    - આફરિન શહેરની માઉન્ટ બરસાયા હિલ સૌથી મહત્વની છે. કારણ કે આ પર્વતની ટોચ પરથી કિલી અને એઝાઝ ટાઉન દેખાય છે. જ્યારે બીજી તરફ તૂર્કીશ અને સીરિયન બોર્ડર છે.
    - તૂર્કીએ વાયપીજે (YPG)ને 'ટેરર ગ્રુપ' ગણાવ્યું છે. ઉપરાંત આર્મીને અમેરિકા (US)નો પણ સપોર્ટ મળી રહ્યો છે.
    - જો કે, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તૂર્કીના પ્રેસિડન્ટને આ ક્ષેત્રમાં યુદ્ધની પરિસ્થિતિ ઉભી ના થાય તેવી તકેદારી રાખવાની વોર્નિંગ આપી હતી.

    - તો બીજી તરફ, તૂર્કીનો આરોપ છે કે, વ્હાઇટ હાઉસ જૂઠ્ઠું બોલી રહ્યું છે. ટ્રમ્પે યુદ્ધ રોકવાની કોઇ વાત નથી કરી. એર્દોગને કહ્યું કે, અમારી સેના મજબિસ શહેર તરફ વધી રહી છે, અમે કૂર્દિશોનો નાશ કરી દઇશું.

    (પહેલીવાર બે નાટો દેશ આમને-સામને, સીરિયામાં US-તૂર્કી વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ)

    ગયા અઠવાડિયે 34નાં મોત

    - ગયા અઠવાડિયે અહીં 34 સિવિલિયન્સના મોત થયા હતા. જેઓના મૃતદેહો તૂર્કીની આફરિન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
    - હોસ્પિટલના જણાવ્યા અનુસાર, 70થી વધુ તૂર્કીશ જેટ્સે ફાયરિંગ શરૂ કર્યુ હતું. જ્યારે તૂર્કીશ ન્યૂઝ એજન્સીએ આવા સ્ટ્રાઇક્સ અટેકનો ઇનકાર કર્યો હતો. તૂર્કી આર્મીએ બેરેક્સ અને ઇક્વિપમેન્ટ અટેક કર્યો હોવાનું જણાવ્યું હતું.

    આગળ જુઓ, લશ્કરી કાર્યવાહી બાદ આફરિનમાં કેવી છે પરિસ્થિતિ...

  • A human rights group said 51 civilians including 17 children died in the airstrikes
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    એર સ્ટ્રાઇક્સમાં ઘાયલ થયેલો કૂર્દીશ. તૂર્કી સેના ટેન્ક લઇને કૂર્દિશોના આફરિન શહેરમાં ઘૂસી ગઇ છે.
  • A human rights group said 51 civilians including 17 children died in the airstrikes
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    લશ્કરી હુમલામાં ઘાયલ થયેલો વધુ એક બાળક. કૂર્દિશ લડાયકો દ્વારા તૂર્કી પર કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં મસ્જિદને નુકસાન થયું છે.
  • A human rights group said 51 civilians including 17 children died in the airstrikes
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    આફરિન હોસ્પિટલની બહાર એક ટ્રકમાં ઘાયલ પરિવારને લાવવામાં આવ્યો તે સમયની તસવીર.
  • A human rights group said 51 civilians including 17 children died in the airstrikes
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    તૂર્કી વૉરપ્લેન્સ અને તોપ નોર્થ સીરિયાના આફરિન પ્રદેશ પહોંચી
  • A human rights group said 51 civilians including 17 children died in the airstrikes
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મિલિટરીએ માઉન્ટ બરસાયામાં એરસ્ટ્રાઇક્સ કર્યુ
  • A human rights group said 51 civilians including 17 children died in the airstrikes
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સીરિયાના આફરીનને કૂર્દિશોનું શહેર ગણવામાં આવે છે. અહીં સુધી તૂર્કીની ટેન્ક ઘૂસી ગઇ છે
  • A human rights group said 51 civilians including 17 children died in the airstrikes
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ફ્રી સીરિયન આર્મીના મેમ્બર્સ, તૂર્કી આર્મી પહોંચ્યા બાદ બરસાયા માઉન્ટેન પર આવો નજારો જોવા મળ્યો હતો.
  • A human rights group said 51 civilians including 17 children died in the airstrikes
    અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તૂર્કીના પ્રેસિડન્ટને આ ક્ષેત્રમાં યુદ્ધની પરિસ્થિતિ ઉભી ના થાય તેવી તકેદારી રાખવાની વોર્નિંગને અવગણીને તૂર્કીએ પોતાનું ઓપરેશન યથાવત રાખ્યું છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ