Home » International News » Middle East » સરમુખત્યાર બશર અલ-અસદે રશિયાની મદદથી સીરિયા છોડી દીધું છે | Bashar al Assad had left his palace in Syria for Iran

સીરિયામાં 8 ટાર્ગેટ પર ત્રાટકશે US, રશિયાની મદદથી છૂપાયો તાનાશાહ

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 09:36 AM

સીરિયાના બે એરફિલ્ડ્સ, રિસર્ચ સેન્ટર અને કેમિકલ વેપન્સ ફેસિલિટીને ટાર્ગેટ કરી મિસાઇલ સ્ટ્રાઇક કરશે યુએસ

 • સરમુખત્યાર બશર અલ-અસદે રશિયાની મદદથી સીરિયા છોડી દીધું છે | Bashar al Assad had left his palace in Syria for Iran
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  સીરિયામાં યુએસ નેવીના બે વિનાશક ટોમાહૉક ક્રૂઝ યુદ્ધ માટે પોઝિશન લઇ ચૂક્યા છે

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુએસ ઓફિશિયલ્સે આજે જાહેરાત કરી છે કે, તેઓની પાસે પુરાવા છે કે, સરમુખત્યાર બશર અલ-અસદે જ પૂર્વીય ઘોઉટામાં નિર્દોષ લોકોની હત્યા કરી છે. સીરિયા પર હુમલાની તૈયારીઓ કરી ચૂકેલા અમેરિકાએ અહીં 8 ટાર્ગેટ્સ નક્કી કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત રાત્રે અમેરિકાએ સીરિયાની 8 સાઇટ્સને મિસાઇલ સ્ટ્રાઇક કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. જેમાં બે સીરિયન એરફિલ્ડ્સ, એક રિસર્ચ સેન્ટર અને કેમિકલ વેપન ફેસિલિટીઝનો સમાવેશ થાય છે. યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદે દેશ છોડી દીધો હોવાના પણ સમાચાર છે.


  સીરિયાના મૃતકોના શરીરમાંથી મળ્યા પુરાવા


  - યુએસ ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, તેઓએ હાલમાં જ થયેલા ડોમા ટાઉનના કેમિકલ એરસ્ટ્રાઇકના મૃતકોના બ્લડ અને યુરિન સેમ્પલ તપાસ્યા છે. આ સેમ્પલ્સમાં ક્લોરિન ગેસ અને સેરિન જેવા નર્વ એજન્ટ (એક પ્રકારનું કાતિલ ઝેર)ના તત્વો મળી આવ્યા છે.
  - એનબીસીના જણાવ્યા અનુસાર, યુએસ ઓફિશિયલ્સને આ ઇન્ટેલિજન્સ રિપોર્ટ પર ભરોસો છે. તેથી જ પેન્ટાગનમાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સ્ટાફ સાથે મળીને તેઓએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
  - એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, યુએસને જેવો ફ્રેન્ચ અને બ્રિટિશ આર્મીનો સાથ મળશે તે વિકેન્ડ પર જ મિસાઇલ એરસ્ટ્રાઇક્સ શરૂ કરી દેશે.

  ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું, ક્યારે થશે અટેક તે નક્કી નહીં!


  - બીજી તરફ, યુએસ સેનેટના દબાણમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા વિરૂદ્ધ યુદ્ધ મામલે નરમ વલણ અપનાવ્યું હતું. આજે શુક્રવારે તેઓએ ટ્વીટ કરી કહ્યું કે, 'મેં ક્યારેય એવું નહોતું કહ્યું કે સીરિયા પર ક્યારે અટેક કરીશું! સીરિયા પર અટેક થશે પણ ખરાં અને કદાચ ક્યારેય ના પણ થાય.'
  - ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને પશ્ચિમ દેશો પાસે અસદ વિરૂદ્ધ પુરાવાઓ હોવાની ખાતરી આપી હતી.
  - મેક્રોને કહ્યું કે, ફ્રાન્સ અને યુએસ ટૂંક સમયમાં જ નક્કી કરશે કે, સીરિયા કેમિકલ સ્ટ્રાઇક મુદ્દે ક્યા સમયે અને કેટલી સક્ષમ એક્શન લઇ શકાય છે.
  - ગુરૂવારે રાત્રે બ્રિટિશ પીએમ થેરેસા મેએ કેબિનેટ સાથે બે કલાક સુધી મીટિંગ બાદ યુએસને સપોર્ટ કરવાનો નિર્ણય યથાવત રાખ્યો છે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, સીરિયાનો સરમુખત્યાર ઇરાનમાં છૂપાયો, યુકે આપશે મિલિટરી સ્ટ્રાઇકને સપોર્ટ...

 • સરમુખત્યાર બશર અલ-અસદે રશિયાની મદદથી સીરિયા છોડી દીધું છે | Bashar al Assad had left his palace in Syria for Iran
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  બગદાદ પોસ્ટે રિલીઝ કરેલા ફૂટેજમાં અસદ એક રૂમમાં જોવા મળી રહ્યો છે

  ઇરાન ભાગી ગયો સરમુખત્યાર અસદ 


  - મિડલ ઇસ્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, સીરિયાનો સરમુખત્યાર બશર અલ-અસદે રશિયાની મદદથી સીરિયા છોડી દીધું છે. અસદ હાલ તેના નજીકના મિત્રો સાથે ઇરાન પહોંચી ગયો છે. 
  - સીરિયાની મિલિટરીને પણ તેઓના જેટ્સ રશિયન કંટ્રોલ એરફિલ્ડમાં લાવી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. જેથી યુએસ સૈન્ય તેને નુકસાન ના પહોંચાડી શકે.
  - બગદાદ પોસ્ટે રિલીઝ કરેલા ફૂટેજમાં અસદ એક રૂમમાં જોવા મળી રહ્યો છે જેમાં કોઇ બારી નથી. અસદની સાથે ઇરાન ઓફિશિયલ્સ પણ જોવા મળી રહ્યા છે. 
  - ઇરાન અને રશિયન રાષ્ટ્રોના ઓફિશિયલ્સ હાલ સીરિયામાં અસદની ગેરહાજરીમાં કામકાજ સંભાળી રહ્યા છે. કારણ કે, અસદના ઠેકાણાં વિશે કોઇને જાણકારી ના મળે તે માટે તેણે ફોન કોલ્સ ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. 
  - યુએસ એર અને નેવીએ ઇરાન વિરૂદ્ધ યુદ્ધ માટે જે સ્ટ્રાઇક ફોર્સ તૈયાર કરી હતી તે હાલ સીરિયામાં ગોઠવી દીધી છે. આ સિવાય થેરેસા મેએ પણ ઇમરજન્સી વૉર કેબિનેટમાં મિસાઇલ સ્ટ્રાઇકને જોઇન કરવાની સહમતિ દર્શાવી દીધી છે. 
  - વેસ્ટમિન્સ્ટર સૂત્રોના જણાવ્યા અનુસાર, યુએસ આ સપ્તાહના અંતે જ સીરિયામાં એરસ્ટ્રાઇક કરે તેવી સંભાવનાઓ છે. 

 • સરમુખત્યાર બશર અલ-અસદે રશિયાની મદદથી સીરિયા છોડી દીધું છે | Bashar al Assad had left his palace in Syria for Iran
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  રશિયાના સાંસદોએ કહ્યું કે, સીરિયામાં રશિયન અને યુએસ મિલિટરીની હોટલાઇન 'એક્ટિવ' કરી દેવામાં આવી છે.

  યુકે આપશે મિલિટરી સ્ટ્રાઇકને સપોર્ટ 


  - યુકેની કન્ઝર્વેટિવ પાર્ટીના સાસંદોના જણાવ્યા અનુસાર, તેઓ મિલિટરી સ્ટ્રાઇક્સને ચોક્કસથી સપોર્ટ કરશે. 
  - હાલમાં સીરિયામાં યુએસ નેવીના બે વિનાશક ટોમાહૉક ક્રૂઝ યુદ્ધ માટે પોઝિશન લઇ ચૂક્યા છે. આ ઉપરાંત જેટ્સ અને સબમરિન્સ પણ સ્ટેન્ડ-બાય મોડ પર રાખી દેવામાં આવી છે.  

 • સરમુખત્યાર બશર અલ-અસદે રશિયાની મદદથી સીરિયા છોડી દીધું છે | Bashar al Assad had left his palace in Syria for Iran
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  રશિયાના યુએન એમ્બેસેડરે કહ્યું કે, તેઓ યુદ્ધની શક્યતાઓને ટાળવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે.

  યુદ્ધને અટકાવવા રશિયાના પ્રયાસો 


  - યુએસ અને અન્ય દેશોના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને રશિયાના સાંસદોએ કહ્યું કે, સીરિયામાં રશિયન અને યુએસ મિલિટરીની હોટલાઇન 'એક્ટિવ' કરી દેવામાં આવી છે. 
  - રશિયાએ પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના ડિપ્લોમસી રાઉન્ડ્સમાં વધારો કર્યો છે. પુતિને તુર્કી પ્રેસિડન્ટ રિસેપ આર્ડોગન અને ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે. 
  - આ સિવાય પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ યુદ્ધની સ્ટ્રેટેજી અંગે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. 
  - ગુરૂવારે રશિયાએ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની ઇમરજન્સી મીટિંગ પણ બોલાવી હતી. 
  - રશિયાના યુએન એમ્બેસેડરે કહ્યું કે, તેઓ યુદ્ધની શક્યતાઓને ટાળવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. 

 • સરમુખત્યાર બશર અલ-અસદે રશિયાની મદદથી સીરિયા છોડી દીધું છે | Bashar al Assad had left his palace in Syria for Iran
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને પશ્ચિમ દેશો પાસે અસદ વિરૂદ્ધ પુરાવાઓ હોવાની ખાતરી આપી હતી.
 • સરમુખત્યાર બશર અલ-અસદે રશિયાની મદદથી સીરિયા છોડી દીધું છે | Bashar al Assad had left his palace in Syria for Iran
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે, 'મેં ક્યારેય એવું નહોતું કહ્યું કે સીરિયા પર ક્યારે અટેક કરીશું! સીરિયા પર અટેક થશે પણ ખરાં અને કદાચ ક્યારેય ના પણ થાય.'
 • સરમુખત્યાર બશર અલ-અસદે રશિયાની મદદથી સીરિયા છોડી દીધું છે | Bashar al Assad had left his palace in Syria for Iran
  સેમ્પલ્સમાં ક્લોરિન ગેસ અને સેરિન જેવા નર્વ એજન્ટ (એક પ્રકારનું કાતિલ ઝેર)ના તત્વો મળી આવ્યા છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ