Home » International News » Middle East » Pakistans army supplied equipment to attackers Afghan envoy on Kabul attack

કાબુલ મિલિટરી પર હુમલો તાલિબાને કર્યો, હથિયાર પાક. આર્મીએ આપ્યા

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 03:20 PM

કાબુલ મિલિટરી એકેડમી પર હુમલા બાદ ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. પાંચ સૈનિકોનાં પણ મોત થયા છે.

  • Pakistans army supplied equipment to attackers Afghan envoy on Kabul attack
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કાબુલ મિલિટરી એકેડમી પર હુમલા બાદ ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. પાંચ સૈનિકોનાં પણ મોત થયા છે.

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ સોમવારે કાબુલ મિલિટરી એકેડમી પર આતંકવાદી હુમલો થયો. જેમાં અફઘાનિસ્તાનના પાંચ સૈનિકોના મોત થયા છે. હુમલા બાદ અફઘાનિસ્તાનના એક ડિપ્લોમેટ માજિદ કરારે મોટો ખુલાસો કર્યો છે. કરારે કહ્યું, આ હુમલો તાલિબાને કર્યો છે, હુમલામાં જે હથિયારોનો ઉપયોગ થયો છે તે બધા જ પાકિસ્તાનની આર્મીએ પ્રોવાઇડ કર્યા છે. માજિદના નિવેદન બાદ એકવાર ફરીથી અફઘાનિસ્તાન અને અમેરિકાના એ આરોપની પુષ્ટી થઇ ગઇ જેમાં કહેવામાં આવે છે કે, પાકિસ્તાનની આર્મી તાલિબાન અને બીજાં આતંકવાદી સંગઠનોને હથિયાર આપે છે. કરારે જણાવ્યું કે, પાકિસ્તાન આર્મી લશ્કર-એ-તૌયબાને પણ હથિયાર આપે છે.

    તપાસ બાદ મળ્યા પુરાવા


    - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાબુલ મિલિટરી એકેડમી પર હુમલા બાદ ત્રણ આતંકવાદીઓને મારી નાખ્યા છે. પાંચ સૈનિકો પણ માર્યા ગયા છે. આતંકવાદીઓની પાસેથી જેટલા હથિયાર મળ્યા તે બધા જ પાકિસ્તાન આર્મી ઉપયોગ કરે છે અને તેના ઉપર માર્ક પણ એ જ મળી આવ્યા છે.
    - માજિદ કરારે એક ટ્વીટમાં પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. તેઓએ કહ્યું કે, પાકિસ્તાન આર્મી આ હથિયાર લશ્કર-એ-તૌયબા અને તાલિબાનને આપે છે. બાદમાં તેનો ઉપયોગ કાશ્મીર અને અફઘાનિસ્તાનમાં કરવામાં આવે છે.


    નાઇટ વિઝન ગોગલ્સ પણ મળ્યા


    - માજિદે કહ્યું, અમારી મિલિટરી એકેડમી પર હુમલો કરનાર આતંકવાદીઓની પાસે જે નાઇટ વિઝન ગોગલ્સ મળ્યા છે. તે સંપુર્ણ રીતે મિલિટરી ગ્રેડ નાઇટ વિઝન ગોગલ્સ છે. જેને માર્કેટથી ખરીદી ના શકાય. તેને પાકિસ્તાનની આર્મીએ એક બ્રિટિશ કંપની પાસેથી ખરીદ્યા છે. બાદમાં આ ગોગલ્સ કાશ્મીરમાં લશ્કર-એ-તૌયબા અને અફઘાનિસ્તારમાં તાલિબાનને આપવામાં આવ્યા. બંને ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે.

    કાર બ્લાસ્ટમાં 100 લોકોનાં મોત


    - શુક્રવારે બપોરે કાબુલમાં થયેલા એક કાર બ્લાસ્ટમાં 100 લોકોનાં મોત થયા હતા અને 163 જખમી થઇ ગયા હતા. આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી હતી.
    - આ પહેલાં 20 જાન્યુઆરીના રોજ અહીં એક હોટલમાં તાલિબાન આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તે સમયે 22 લોકોનાં મોત થયા હતા.

  • Pakistans army supplied equipment to attackers Afghan envoy on Kabul attack
    શુક્રવારે બપોરે કાબુલમાં થયેલા એક કાર બ્લાસ્ટમાં 100 લોકોનાં મોત થયા હતા અને 163 જખમી થઇ ગયા હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ