Home » International News » Middle East » 20 children among 77 killed as Syria attacks rebels in Eastern Ghouta

પૂર્વ ઘૌટામાં સીરિયાનો હવાઇ હુમલો, 20 બાળકો સહિત 77નાં મોત

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 11:44 AM

સરકાર સમર્થક સૈનિકોએ ઉત્તર કુર્દીશ નિયંત્રિત આફરીનમાં ઘૂસવાની સંભાવના વ્યક્ત કરી હતી

 • 20 children among 77 killed as Syria attacks rebels in Eastern Ghouta
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયામાં બળવાખોરોના કબજાવાળા પૂર્વીય ઘોઉટા વિસ્તારમાં સીરિયાના સૈન્યએ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. સૈન્યનાં વિમાન આ વિસ્તારમાં દર મિનિટે 25થી 30 ગોળા ફેંકી રહ્યાં છે. મંગળવારે આ હુમલાઓમાં 25 બાળકો સહિત 110થી વધુ લોકોનાં મોત થયાં હતાં. બીજી બાજુ 325થી વધુ લોકોને ઈજા થઈ છે. સૈન્યએ આતંકીઓના વિસ્તારોમાં સ્થિત 4 હોસ્પિટલો પણ તોડી પાડી છે. જ્યારે સીરિયન સૈન્ય કુર્દોના કબજાવાળા આફરીનમાં ઘૂસ્યું હોવાના સમાચાર છે.

  સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ મુજબ રાજધાની દમિશ્ક બહાર બોમ્બમારામાં નાગરિકોનાં મોતનો આ આંકડો 2015 બાદ સૌથી વધુ છે. સૈન્યના હુમલાના કારણે અત્યાર સુધી 15 હજાર લોકો શહેર છોડી ચૂક્યા છે. સ્થાનિક હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર કરતા ડોક્ટરે જણાવ્યું કે લોહીલુહાણ એક બાળક મારી પાસે આવ્યો. તેના મોંમાં રેત ભરેલી હતી. મેં હાથથી રેતી કાઢી. તે રેત સાથે જ શ્વાસ લઈ રહ્યો હતો. ઘોઉટાની સ્થિતિ 1990ના દાયકા જેવી થઈ છે. તે સમયમાં જે પ્રકારે ઘોઉટામાં નરસંહાર થયો હતો તે રીતે સૈન્ય આજે નરસંહાર કરી રહ્યું છે. આ હવાઈ હુમલા નથી પરંતુ સામૂહિક હત્યા છે.

  3 મહિનામાં 800 લોકોનાં મોત


  થોડા દિવસ પહેલાં જ યુએને સીરિયાના સૈન્યને કહ્યું હતું કે તેના હુમલામાં બળવાખોરોના કબજાવાળા ઘોઉટામાં નિર્દોષ નાગરિક અને બાળકો માર્યા જઈ રહ્યા છે. જણાવાય છે કે 3 મહિનામાં એકલા ઘોઉટામાં 800 લોકો માર્યા ગયા છે. ઘોઉટાની વસતી 4 લાખ છે. તે 2012થી બળવાખોરોના કબજામાં છે.

  બાળકોને બચાવી રહેલો સમાજસેવી

  ઘોઉટામાં સિવિલ ડિફેન્સ વર્કર હવાઈ હુમલામાં ઈજાગ્રસ્ત બાળકોને બચાવવાનું કામ કરી રહ્યો છે. તે 38 બાળકોને બચાવી ચૂક્યો છે. ઘોઉટા, દમિશ્કથી 15 કિ.મી. દૂર છે. અહીં 22 સમાજના લોકો રહે છે. રશિયાએ તેને બળવાખોરોનું ક્ષેત્ર જાહેર કરી દીધું છે.

  તુર્ક અને કુર્દીશો વચ્ચે સમજૂતી


  - સીરિયામાં પૂર્વી ઘૌટા વિદ્રોહીયોનું અંતિમ મજબૂત ગઢ છે. સરકાર સમર્થક રશિયા અને ઇરાનવાળા ગઠનબંધન તથા વિદ્રોહીયોના સમર્થક તુર્કીની વચ્ચે આ વિસ્તારને લઇને સમજૂતી પણ થઇ હતી.
  - જો કે, સમજૂતી છતાં હાલના દિવસોમાં આ વિસ્તારમાં હિંસા યથાવત છે.
  - રોકેટ ફાયર અને હવાઇ હુમલાના કારણે પૂર્વ ઘૌટાના અનેક શહેરોમાં નુકસાન થયું છે.
  - બ્રિટનની સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે કહ્યું કે, માર્યા ગયેલા નાગરિકોમાં ઓછામાં ઓછા 20 બાળકો છે જ્યારે 300 લોકો જખમી છે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, કુર્દીશ, સીરિયા અને તુર્કી વચ્ચે ચાલી રહેલી હિંસાની વધુ વિગતો...

 • 20 children among 77 killed as Syria attacks rebels in Eastern Ghouta
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  સીરિયામાં કૂર્દિશ અમેરિકાનો સૌથી મોટો સહયોગી છે

  સીરિયા-તૂર્કી વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ

  - સીરિયાના શહેર મુજબિસમાં અમેરિકા અને તૂર્કી સેના આમને-સામને આવી ગઇ છે. આવું પહેલીવાર થયું છે જ્યારે અમેરિકાના નેતૃત્વવાળા નાટોના મેમ્બર દેશોની સેના વચ્ચે સીધી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. 
  - હકીકતમાં, તૂર્કીએ ઉત્તર સીરિયાના વિસ્તારમાં રહેતા કૂર્દિશ બળવાખોરોના સફાયાનું ઓપરેશન ચલાવ્યું છે. તૂર્કી સેના ટેન્ક લઇને કૂર્દિશોના આફરિન શહેરમાં ઘૂસી ગઇ છે. આ યુદ્ધમાં અંદાજિત 300 લોકોનાં મોત થયા છે. હવે તૂર્કી સેના મજબિસ શહેર તરફ મૂવ કરી રહી છે. અહીં 2500 અમેરિકન સૈનિક અને રણનીતિકાર કૂર્દિશોને સૈન્ય ટ્રેનિંગ આપે છે અને હથિયારો પુરાં પાડે છે. 

 • 20 children among 77 killed as Syria attacks rebels in Eastern Ghouta
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  તૂર્કી સેના ટેન્ક લઇને કૂર્દિશોના આફરિન શહેરમાં ઘૂસી ગઇ છે.

  કૂર્દિશ, સીરિયામાં અમેરિકાના સૌથી મોટાં મિત્ર, અસદ વિરૂદ્ધ મોરચો


  - હકીકતમાં તૂર્કી, કૂર્દિશ લડાયકોને આતંકવાદી ગણે છે. એર્દોગનનું કહેવું છે કે, છેલ્લાં અનેક દાયકાઓથી કૂર્દિશ લડાયકો તૂર્કીમાં અશાંતિ ફેલાવી રહ્યા છે. તેઓના ત્રાસથી સીરિયાના લોકોએ ભાગીને અમારે ત્યાં શરણ લીધી છે.
  - સીરિયામાં કૂર્દિશ અમેરિકાનો સૌથી મોટો સહયોગી છે. તેઓએ સીરિયન પ્રેસિડન્ટ બશર અલ અસદ અને IS વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. તેથી ટ્રમ્પે તૂર્કીને ચેતવણી આપી છે.

 • 20 children among 77 killed as Syria attacks rebels in Eastern Ghouta
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અહીંના પ્રેસિડન્ટ એર્દોગનનું કહેવું છે કે, છેલ્લાં અનેક દાયકાઓથી કૂર્દિશ લડાયકો તૂર્કીમાં અશાંતિ ફેલાવી રહ્યા છે.

  સીરિયામાં કૂર્દિશોના ગઢ આફરિન શહેરમાં તૂર્કીના ટેન્ક


  - સીરિયાના આફરીનને કૂર્દિશોનું શહેર ગણવામાં આવે છે. અહીં સુધી તૂર્કીની ટેન્ક ઘૂસી ગઇ છે.
  - તૂર્કી ઇચ્છે છે કે, સીરિયાની નજીક આવેલી સીમા પર કૂર્દિશ જૂથો સક્રિય ના રહે. આ જ કારણ છે કે, તેણે ઓપરેશન ઓલિવર બ્રાન્ચ લૉન્ચ કર્યુ છે.

 • 20 children among 77 killed as Syria attacks rebels in Eastern Ghouta
  સરકાર સમર્થક રશિયા અને ઇરાનવાળા ગઠનબંધન તથા વિદ્રોહીયોના સમર્થક તુર્કીની વચ્ચે આ વિસ્તારને લઇને સમજૂતી છતાં અહીં હિંસા યથાવત છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ