અફઘાનિસ્તાનમાં બ્લાસ્ટઃ કાબુલ યુનિવર્સિટી નજીક વિસ્ફોટમાં 25નાં મોત

આ વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે રાજધાનીમાં લોકો નવરોજ ઉજવી રહ્યા છે

divyabhaskar.com | Updated - Mar 21, 2018, 02:26 PM
ગૃહ મંત્રાલયના સ્પોક્સપર્સનના જણાવ્યા અનુસાર, આત્મઘાતી હુમલાખોરે મસ્જિદની નજીક પોતાને ઉડાવી દીધો.
ગૃહ મંત્રાલયના સ્પોક્સપર્સનના જણાવ્યા અનુસાર, આત્મઘાતી હુમલાખોરે મસ્જિદની નજીક પોતાને ઉડાવી દીધો.

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ધાર્મિક સ્થળ નજીક થયેલા આત્માઘાતી હુમલામાં 31 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે 65 ઘવાયા પણ છે. આ હુમલો ત્યારે થયો જ્યારે પારસી સમુદાયના લોકો નવા વર્ષ નવરોજની ઉજવણી કરી રહ્યા હતા. અફઘાનના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે વિસ્ફોટ કાબુલ યુનિવર્સિટી અને અલી અબાદ હોસ્પિટલની વચ્ચે ગીચ વિસ્તારમાં થયો હતો. આ વિસ્તારમાં અલ્પસંખ્યક શિયા સમુદાયનું ધર્મસ્થળ સાખી શ્રાઈન પણ છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

7 વર્ષમાં આ વિસ્તારમાં ત્રીજો હુમલો


આ ધર્મસ્થળે સાત વર્ષમાં આ ત્રીજો મોટો હુમલો છે. અગાઉ 2016માં થયેલા હુમલામાં 14 લોકો મૃત્યુ પામ્યા હતા ત્યારે શિયા સમુદાયના લોકો આશુરાનો તહેવાર ઉજવી રહ્યા હતા. 2011માં અહીં થયેલા હુમલામાં 59 લોકો મૃત્યુ પામ્યા હતા. અફઘાનિસ્તાનના અધિકારી અનુસાર હુમલાખોર ચાલતો ચાલતો લોકોની ભીડવાળા વિસ્તારમાં ઘૂસી ગયો હતો અને શિયાઓના એક ધર્મસ્થળ નજીક તેણે પોતાને ઉડાવી લીધો હતો.

કાબુલમાં ચાલુ વર્ષે ત્રીજો મોટો હુમલો

કાબુલમાં અગાઉ જાન્યુઆરીમાં આતંકી હુમલામાં 95 લોકો મૃત્યુ પામ્યા હતા. 20 જાન્યુ.એ તાલિબાને કાબુલની ફાઈવ સ્ટાર હોટલ પર હુમલો કર્યો હતો જેમાં 18 વિદેશીઓ સહિત 41 લોકો મૃત્યુ પામ્યા હતા.

સાખી કાબુલનું મોટું ધર્મસ્થળ છે


સાખી કાબુલનું સૌથી મોટું ધર્મસ્થળ છે. અહીં દર વર્ષે નવરોજના અવસરે પ્રાર્થના કરાય છે. અફઘાનમાં નવરોજ ધામધૂમથી ઉજવાય છે. નવરોજ પારસીઓના નવા વર્ષની શરૂઆતનો પ્રથમ દિવસ છે. આ દિવસે રાષ્ટ્રીયસ્તરે રજા પણ રહે છે. શિયા સમુદયાના લોકો તીર્થસ્થળોએ દુઆ પણ માગવા જાય છે.

-અફઘાનિસ્તાનમાં લગભગ 15 ટકા લોકો શિયા સમુદાયના છે. તેમાંથી મોટા ભાગના બિનમુસ્લિમ હાજારા સમુદાયના છે.

બ્લાસ્ટના બાદ અનેક લોકોના શબ જમીન પર વિખેરાયેલા પડ્યા હતા
બ્લાસ્ટના બાદ અનેક લોકોના શબ જમીન પર વિખેરાયેલા પડ્યા હતા
પારસી નવવર્ષની ઉજવણીમાં લાગેલા હતા મોટાંભાગના નાગરિકો
પારસી નવવર્ષની ઉજવણીમાં લાગેલા હતા મોટાંભાગના નાગરિકો
X
ગૃહ મંત્રાલયના સ્પોક્સપર્સનના જણાવ્યા અનુસાર, આત્મઘાતી હુમલાખોરે મસ્જિદની નજીક પોતાને ઉડાવી દીધો.ગૃહ મંત્રાલયના સ્પોક્સપર્સનના જણાવ્યા અનુસાર, આત્મઘાતી હુમલાખોરે મસ્જિદની નજીક પોતાને ઉડાવી દીધો.
બ્લાસ્ટના બાદ અનેક લોકોના શબ જમીન પર વિખેરાયેલા પડ્યા હતાબ્લાસ્ટના બાદ અનેક લોકોના શબ જમીન પર વિખેરાયેલા પડ્યા હતા
પારસી નવવર્ષની ઉજવણીમાં લાગેલા હતા મોટાંભાગના નાગરિકોપારસી નવવર્ષની ઉજવણીમાં લાગેલા હતા મોટાંભાગના નાગરિકો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App