રૂઢીવાદથી મારી પેઢીને થયું નુકસાન, મહિલાઓ સમાનતાની હકદારઃ સાઉદી પ્રિન્સ

મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પને મળશે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન

divyabhaskar.com | Updated - Mar 19, 2018, 06:27 PM
પોતાની 17 દિવસની અમેરિકાની મુલાકાતના પહેલાં દિવસે મોહમ્મદ બિન સલમાને અમેરિકન ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો (ફાઇલ)
પોતાની 17 દિવસની અમેરિકાની મુલાકાતના પહેલાં દિવસે મોહમ્મદ બિન સલમાને અમેરિકન ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સોમવારે અમેરિકા પહોંચ્યા. અંદાજિત અઢી અઠવાડિયાની એટલે કે, 17 દિવસની મુલાકાતમાં તેઓ મંગળવારે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. રવિવારે એક અમેરિકન ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સલમાનને સાઉદી વિશે અનેક તીખા સવાલો કરવામાં આવ્યા. તેઓએ મહિલાઓને લઇને સાઉદીમાં ચાલી રહેલા પોતાના બદલાયેલા વલણ સામે પોતાનો મત રજૂ કર્યો.


ઇસ્લામઃ


- પ્રિન્સ સલમાને કહ્યું, સાઉદી અરેબિયા શરૂઆતથી જ રૂઢીવાદ ઇસ્લામની રાહે ચાલી રહ્યું છે. જે બિન-મુસ્લિમોથી સાવધાન રહેવાનું શીખવે છે, મહિલાઓને તેમના મૂળભૂત અધિકારોથી દૂર રાખે છે અને લોકોના સામાજિક જીવન પર અનેક પ્રતિબંધો લગાવી દે છે, કારણ કે તેઓ ફિલ્મ નથી જોઇ શકતા. થિયેટર નથી જઇ શકતા અને ગીતો સાંભળી નથી શકતા.
- તેઓએ કહ્યું, આ પ્રતિબંધના કારણે અમારી પેઢીને સૌથી વધારે પરેશાની ભોગવવી પડી છે. ઉલ્લેખનીય છે કે, સાઉદીમાં 1979 બાદ રૂઢીવાદની લહેરના કારણે મનોરંજનના તમામ સાધનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા હતા.
- જો કે, પોતાના વિઝન 2030 હેઠળ પ્રિન્સ સલમાન સાઉદીને સોફ્ટ ઇસ્લામ તરફ લઇ જવા ઇચ્છે છે. હાલમાં જ તેઓએ દેશમાં મનોરંજનના સાધનો શરૂ કરવાના આદેશ આપ્યા છે.

મહિલાઓના અધિકાર


- ઇન્ટરવ્યુમાં સલમાનને મહિલાઓ વિશે પણ સવાલો કરવામાં આવ્યા, જેના જવાબમાં પ્રિન્સે કહ્યું કે, મહિલાઓ સંપુર્ણ રીતે પુરૂષ સમોવડી છે. અંતે આપણે મનુષ્યો છીે, જે હિસાબે પુરૂષો અને મહિલાઓમાં કોઇ ફરક નથી.
- પ્રિન્સે કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં જ મહિલાઓ અને પુરૂષોને સરખું વેતન આપવાના નિયમો બનાવી શકે છે. આ સરખામણી માટે સાઉદીનું મોટું પગલું હશે.
- ઉલ્લેખનીય છે કે, ક્રાઉન પ્રિન્સ બનાવ્યા બાદથી જ સલમાને મહિલાઓ પર લાગુ કરેલા અનેક કડક નિયમોને ખતમ કરી દીધા છે. કાયદામાં ફેરફારના કારણે હવે સાઉદીમાં મહિલાઓને કાર ડ્રાઇવિંગ, સ્ટેડિયમમાં એન્ટ્રી, પોતાની મરજીથી બિઝનેસ શરૂ કરવા અને કપડાં પહેરવા જેવી આઝાદી આપવામાં આવી છે.

આગળની સ્લાઇડમાં જાણો, કેમ પ્રિન્સે કહ્યું કે હું ગાંધી કે મંડેલા નથી...

ગયા વર્ષે પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ક્રાઉન પ્રિન્સે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. (ફાઇલ)
ગયા વર્ષે પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ક્રાઉન પ્રિન્સે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. (ફાઇલ)

હું ગાંધી કે મંડેલા નથીઃ પ્રિન્સ 


- પ્રિન્સ સલમાન પર સાઉદી નાગરિકો પાસેથી ટેક્સ વસૂલ કરીને પોતાના ઉપર ખર્ચ કરવાનો આરોપ લગાવતા રહે છે. આ વિશે પૂછતા પ્રિન્સે કહ્યું કે, આ તેમનો પર્સનલ મામલો છે. 
- તેઓએ કહ્યું કે, હું ગરીબ નથી, હું અમીર છું. જ્યાં સુધી મારાં પર્સનલ ખર્ચાઓની વાત છે, તો હું (મહાત્મા) ગાંધી કે (નેલ્સન) મંડેલા પણ નથી. 

 

વિઝન 2030ની અસર 


- સાઉદી અરેબિયાની ગણતરી વિશ્વના સૌથી કટ્ટરપંથી દેશ તરીકે થાય છે, જ્યાં મહિલાઓ માટે પ્રતિબંધો વધારે કડક છે. 
- ઉલ્લેખનીય છે કે, ક્રાઉન પ્રિન્સ સલમાનના સોફ્ટ ઇસ્લામને અપનાવતા પહેલાં સાઉદી એકમાત્ર એવો દેશ હતો જ્યાં મહિલાઓના ડ્રાઇવિંગ પર અને સ્ટેડિયમમાં તેમની એન્ટી પર પ્રતિબંધ હતો. 
- જો કે, દેશ વિઝન 2030 માટે સોશિયલ અને ઇકોનોમિક રિફોર્મ હેઠળ આ પ્રતિબંધો અને કાયદા-નિયમોને ફેરબદલ કરવાની કોશિશમાં લાગેલો છે. 

 

X
પોતાની 17 દિવસની અમેરિકાની મુલાકાતના પહેલાં દિવસે મોહમ્મદ બિન સલમાને અમેરિકન ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો (ફાઇલ)પોતાની 17 દિવસની અમેરિકાની મુલાકાતના પહેલાં દિવસે મોહમ્મદ બિન સલમાને અમેરિકન ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો (ફાઇલ)
ગયા વર્ષે પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ક્રાઉન પ્રિન્સે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. (ફાઇલ)ગયા વર્ષે પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ક્રાઉન પ્રિન્સે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App