ડીલ / પાકિસ્તાનમાં અબજોનું રોકાણ કરશે સાઉદી ક્રાઉન પ્રિન્સ, 5 ટ્રકોમાં પહોંચ્યો સામાન

divyabhaskar.com | Updated - Feb 12, 2019, 07:40 PM
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (ફાઇલ)
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (ફાઇલ)
X
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (ફાઇલ)સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (ફાઇલ)

  • સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાનની મુલાકાત લેશે 
  • સલમાન પાકિસ્તાનમાં અબજો ડોલર ઇન્વેસ્ટ કરવા બે દિવસની મુલાકાતે જઇ રહ્યા છે 
  • આ માટે ક્રાઉન પ્રિન્સનો અંદાજિત 5 ટ્રક ભરીને સામાન સાઉદી અરેબિયાથી પાકિસ્તાન લાવશે 

ઇસ્લામાબાદઃ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આવનારા દિવસોમાં પાકિસ્તાનની મુલાકાત લેવાના છે. પરંતુ આ પહેલાં જ તેઓનો પર્સનલ સામાન ઇસ્લામાબાદ પહોંચી ગયો છે. સાઉદી પ્રિન્સનો સામાન 5 ટ્રકોમાં પાકિસ્તાન પહોંચ્યો છે. આ ટ્રકોમાં તેઓની એક્સરસાઇઝ મશીન, ફર્નીચર, કપડાં અને પર્સનલ સામાન છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સલમાન આ મુલાકાત દરમિયાન પાકિસ્તાનમાં અબજો ડોલરના રોકાણ સંબંધી ડીલ કરી શકે છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ આ અઠવાડિયામાં પાકિસ્તાનની મુલાકાત લેશે. સુરક્ષાના કારણોસર તેઓના આવવાની તારીખ હાલ જાહેર કરવામાં નથી આવી. 

સામનને લઇને ક્રાઉન પ્રિન્સ ચર્ચામાં

ક્રાઉન પ્રિન્સ તરીકે PAKની પહેલી મુલાકાત
1.Dawn News અનુસાર, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની પાકિસ્તાનની આ પહેલી મુલાકાત છે. આ પહેલાં તેઓ ડિફેન્સ મિનિસ્ટર તરીકે પાકિસ્તાન આવ્યા હતા. 
2.સલમાન પાકિસ્તાનમાં વડાપ્રધાન આવાસમાં જ રહેશે. ઇસ્લામાબાદમાં બે સૌથી મોટી હોટલ સાઉદી પ્રિન્સના સ્ટાફ માટે બુક છે. આ ઉપરાંત બાકી બે હોટલ ક્રાઉન પ્રિન્સની પાર્ટી માટે બુક કરાવવામાં આવી છે. 
3.પાકિસ્તાનમાં અબજો ડોલર ઇન્વેસ્ટ કરવા માટે મોહમ્મદ બિન સલમાન અહીં પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાન સાથે મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ સીનિયર સિવિલ અને મિલિટરી લીડર્સને મળશે. 
4.જો કે, આવું પહેલીવાર નથી જ્યારે કોઇ દેશનો રાજા અથવા પ્રિન્સ પોતાના સામાનોને લઇને ચર્ચામાં આવ્યા હોય. આ અગાઉ સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ મોસ્કોની મુલાકાતે ગયા ત્યારે પોતાની સાથે સોનાની સીડી (એસ્કેલેટર) લઇને ગયા હતા. એટલું જ નહીં, કિમ જોંગ ઉન અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા પોતાના પોર્ટેબલ ટોઇલેટ સાથે પહોંચ્યા હતા. 
ખશોગી હત્યાકાંડથી વિવાદમાં
5.ઉલ્લેખનીય છે કે, સાઉદી ક્રાઉન પ્રિન્સની વર્ષ 2018માં તુર્કીમાં સાઉદી કોન્સ્યુલેટમાં સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે તેમના રોલના કારણે ઇન્ટરનેશનલ લેવલે ઘણી ટીકા થઇ રહી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App