Home » International News » Middle East » અમેરિકાએ રશિયા પર લગાવ્યા નવા આર્થિક પ્રતિબંધો | United States would announce new economic sanctions on Monday

USના આર્થિક પ્રતિબંધ બાદ પુતિન લાલચોળ, સીરિયામાં વૉરશિપ ગોઠવ્યા

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 02:41 PM

પુતિને કહ્યું કે, રશિયા અને સીરિયાવિરૂદ્ધ આગામી કોઇ પણ મિલિટરી એક્શનના પરિણામો ભયંકર હશે

 • અમેરિકાએ રશિયા પર લગાવ્યા નવા આર્થિક પ્રતિબંધો | United States would announce new economic sanctions on Monday
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  બ્લૂ પ્રોજેક્ટ 117 LST ઓર્સ્ક 148 શિપમાં સોવિયેત BTR-80 ટેન્ક્સ, રમાઝ ટ્રક્સ અને પેલેના-1 બોમ્બ રડાર છે. આ રડાર IEDsનો પત્તો લગાવવામાં અતિસક્ષમ છે.

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ગત શનિવારે યુએસ અને તેના સાથી દેશોની મિસાઇલ એરસ્ટ્રાઇક્સ બાદ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને અંતે મૌન તોડ્યું છે. આજે સીરિયા તરફ બે રશિયન વૉરશિપ આગળ વધતા જોવા મળ્યા હતા. મિલિટરી વ્હિકલથી લદાયેલા બે રશિયન વૉરશિપ તુર્કીથી સીરિયાના રૂટ તરફ જઇ રહ્યા છે. રવિવારે તુર્કીના બોસ્ફોરસના દરિયાઇ માર્ગે આગળ વધી રહેલા આ ક્રૂઝની તસવીરો રિલીઝ થઇ હતી. યુએસની મિસાઇલ એરસ્ટ્રાઇક્સ બાદ વિશ્વને હવે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનનો વળતા જવાબ શું હશે તેની રાહ છે. આજે સીરિયા કોસ્ટ તરફ આગળ વધી રહેલા આ જહાજો રશિયન નેવલ બેઝ પર ગોઠવાશે. આ સિવાય અમેરિકાએ આજે સોમવારે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો છે.

  વૉરશિપમાં એમ્બ્યુલન્સ સહિત યુદ્ધના શસ્ત્રો


  - પ્રોજેક્ટ 117 એલિગેટર-ક્લાસ વૉરશિપ તુર્કી થઇને બોસ્ફોરસ માર્ગે આગળ વધી રહ્યા છે. રશિયન યુદ્ધ જહાજોમાં અસંખ્ય ટેન્ક્સ, એમ્બ્યુલન્સ અને IED રડાર છે.
  - આ સિવાય અન્ય એક RoRo એલેક્ઝાન્ડર ટીકાચેન્કો શિપમાં હાઇ સ્પીડ પેટ્રોલ બોટ્સ, કામચલાઉ પુલ અને ટ્રક્સ લદાયેલા છે.
  - યુકે, યુએસ અને ફ્રાન્સની જોઇન્ટ મિલિટરી એરસ્ટ્રાઇક્સ બાદ હવે રશિયા તેના જવાબની તૈયારી કરી રહ્યું છે.
  - રશિયાના પ્રેસિડન્ટે અંતે મૌન તોડીને કહ્યું કે, તેના અને સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદ વિરૂદ્ધ આગામી કોઇ પણ મિલિટરી એક્શનના પરિણામો ભયંકર હશે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવા અત્યાધુનિક શસ્ત્રો છે આ વૉરશિપમાં, યુએસએ રશિયા પર શું પ્રતિબંધ લગાવ્યો...

 • અમેરિકાએ રશિયા પર લગાવ્યા નવા આર્થિક પ્રતિબંધો | United States would announce new economic sanctions on Monday
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  યુદ્ધ જહાજોની આ તસવીરો બોસ્ફોરસના નેવલ (નૌકા) નિરિક્ષક યોર્ક આઇઝિકે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે

  દરેક વૉરશિપમાં અત્યાધુનિક શસ્ત્રો 


  - આ બંને યુદ્ધ જહાજો સીરિયાના તાર્ટુમાં આવેલા રશિયન નેવલ બેઝ પર ગોઠવાશે. રશિયા તરફ સીરિયામાં આ ચોથી વખતે મિલિટરી ઇક્વિપમેન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. યુએસની મિલિટરી સ્ટ્રાઇક્સ બાદ રશિયાના નવા મિલિટરી જહાજોમાં ટેન્ક, ટ્રક્સ, એમ્બ્યુલન્સ અને IED રડાર પણ છે. 
  - યુદ્ધ જહાજોની આ તસવીરો બોસ્ફોરસના નેવલ (નૌકા) નિરિક્ષક યોર્ક આઇઝિકે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. 
  - પીળા રંગનું રોરો એલેક્ઝાન્ડ ટીકાચેન્કો શિપમાં હાઇ સ્પીડ પેટ્રોલ બોટ્સ, કામચલાઉ પુલ સ્ટ્રક્ચર અને અમુક સશસ્ત્ર ટ્રકો પણ જોવા મળી છે. 
  - વળી, બ્લૂ પ્રોજેક્ટ 117 LST ઓર્સ્ક 148 શિપમાં સોવિયેત BTR-80 ટેન્ક્સ, રમાઝ ટ્રક્સ અને પેલેના-1 બોમ્બ રડાર છે. આ રડાર IEDsનો પત્તો લગાવવામાં અતિસક્ષમ છે.  
  - ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલાં સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદે પૂર્વીય ઘોઉટાના ડોમાંમા ટાઉનમાં કેમિકલ વેપન્સ અટેક કર્યા હોવાનો આરોપ છે. આ ઘટનામાં અંદાજિત 80 જેટલાં નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, જ્યારે 1000 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 
  - યુએસ સહિત યુકે અને ફ્રાન્સે આ કેમિકલ વેપન્સના ઉપયોગ માટે શનિવારે સીરિયામાં રશિયા વિરૂદ્ધ મિસાઇલ એરસ્ટ્રાઇક કરી હતી. 

   

 • અમેરિકાએ રશિયા પર લગાવ્યા નવા આર્થિક પ્રતિબંધો | United States would announce new economic sanctions on Monday
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  નિકી હેલીએ કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ દ્વારા આજે સોમવારથી જ નવા ઇકોનોમિક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  અમેરિકાએ રશિયા પર લગાવ્યા આર્થિક પ્રતિબંધો 


  - રશિયન વૉરશિપ તુર્કી તરફ આગળ વધી રહ્યા છે, તેની પાછળનું મુખ્ય કારણ અમેરિકાએ મિલિટરી સ્ટ્રાઇક્સ બાદ રશિયા સામે લગાવેલા આર્થિક પ્રતિબંધો માનવામાં આવે છે. 
  - અમેરિકાએ કહ્યું છે કે, જો મોસ્કો અસદને સતત સાથ આપતું રહેશે તો ટૂંક સમયમાં જ તેની ઉપર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે. 
  - યુએસ એમ્બેસેડર નિકી હેલીએ સોમવારે કહ્યું કે, રશિયાનો કેમિકલ વેપન્સના ઉપયોગમાં હાથ હોવાની ભાળ મેળવવાના છઠ્ઠા પ્રયાસમાં જો તે ગુનેગાર સાબિત થશે તો આ પ્રતિબંધો આજે સોમવારથી જ લાગુ કરી દેવામાં આવશે. 
  - સીબીએસમાં 'ફેસ ધ નેશન' પ્રોગ્રામમાં નિકી હેલીએ કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ દ્વારા આજે સોમવારથી જ નવા ઇકોનોમિક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકા એવી રશિયન કંપનીઓ વિરૂદ્ધ આર્થિક પ્રતિબંધ લગાવવાની કાર્યવાહી કરશે જે સીરિયા સરકાર સાથે જોડાયેલી છે. 

 • અમેરિકાએ રશિયા પર લગાવ્યા નવા આર્થિક પ્રતિબંધો | United States would announce new economic sanctions on Monday
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  એરસ્ટ્રાઇક બાદ વોશિંગ્ટનમાં પ્રેસિડન્ટ ટ્રમ્પે 'મિશન પુરૂં થયું' તેવું નિવેદન આપ્યું હતું.

  ટ્રમ્પ વળગી રહ્યા મિશનના નિવેદન પર 


  - શનિવારે સીરિયામાં 107 મિસાઇલ એરસ્ટ્રાઇક બાદ વોશિંગ્ટનમાં પ્રેસિડન્ટ ટ્રમ્પે 'મિશન પુરૂં થયું' તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ ટ્રમ્પની ટ્વીટર પર મજાક પણ ઉડી હતી. હકીકતમાં ઇરાક વૉર બાદ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશે આ નિવેદન આપ્યું હતું. 
  - આ કન્ટ્રોવર્સી દરમિયાન ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને આજે સોમવારે કહ્યું કે, તેઓએ સૈન્યને સીરિયા વિરૂદ્ધ યુદ્ધ જાહેર કરવાના આદેશ આપ્યા નથી. 
  - ટ્રમ્પે સીરિયા સ્ટ્રાઇક વિશે ટ્વીટર પોસ્ટમાં ઉલ્લેખ કરતાં પહેલાં બે વખત મેક્રોન સાથે ચર્ચા વિચારણા કરી હતી. પરંતુ ટ્રમ્પે યુકે પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મે સાથે આગામી ઓપરેશન અંગે ચર્ચા કરી નહતી. 

   

 • અમેરિકાએ રશિયા પર લગાવ્યા નવા આર્થિક પ્રતિબંધો | United States would announce new economic sanctions on Monday
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પુતિને ચેતવણી આપી હતી કે, સીરિયામાં ફરીથી કોઇ સૈન્ય કાર્યવાહી થઇ તો નિશ્ચિત રીતે વિશ્વમાં ઉથલ-પાથલ મચી જશે.

  વ્લાદિમીર પુતિને કહ્યું, હવે જવાબ મળશે 


  - પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી હતી કે, અમેરિકાએ સીરિયામાં ફરીથી કોઇ સૈન્ય કાર્યવાહી થઇ તો નિશ્ચિત રીતે વિશ્વમાં ઉથલ-પાથલ મચી જશે. 
  - યુએસ અને સાથી દેશોની મિલિટરી સ્ટ્રાઇક બાદ રશિયાએ આ કાર્યવાહીની ટીકા કરી હતી. પરંતુ આવું પહેલીવાર છે જ્યારે પુતિને ખુદ અમેરિકાને સીરિયા પર આગળ કોઇ કાર્યવાહી કરવાની વાતને લઇ ચેતવણી આપી છે. 
  - રશિયાની પ્રેસિડન્ટ ઓફિસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વ્લાદિમીર પુતિને ભારપૂર્વક કહ્યું છે કે, જો યુનાઇટેડ નેશન્સના ચાર્ટરનું ઉલ્લંઘન કરીને કોઇ કાર્યવાહી થઇ તો નિશ્ચિત રીતે આતંરરાષ્ટ્રીય સંબંધોમાં અરાજકતાની સ્થિતિ પેદા થશે. 
  - આ નિવેદન અનુસાર, પુતિન અને ઇરાનના પ્રેસિડન્ટ હસન રુહાની વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ. આ બંને નેતાઓ એવું માને છે કે, શનિવારે સીરિયામાં છોડવામાં આવેલી 107 મિસાઇલથી રાજકીય ઉકેલની શક્યતાઓને નુકસાન પહોંચ્યું છે.  
  - સીરિયાના દમિશ્ક અને હોમ્સમાં સૈન્ય કાર્યવાહી બાદ અમેરિકા હવે અન્ય રસ્તે સીરિયાની અસદ સરકાર પર દબાણ બનાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, રશિયન વૉરશિપની તસવીરો... 

 • અમેરિકાએ રશિયા પર લગાવ્યા નવા આર્થિક પ્રતિબંધો | United States would announce new economic sanctions on Monday
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  RoRo એલેક્ઝાન્ડર ટીકાચેન્કો શિપમાં હાઇ સ્પીડ પેટ્રોલ બોટ્સ, કામચલાઉ પુલ અને ટ્રક્સ લદાયેલા છે.
 • અમેરિકાએ રશિયા પર લગાવ્યા નવા આર્થિક પ્રતિબંધો | United States would announce new economic sanctions on Monday
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  પીળા રંગનું રોરો એલેક્ઝાન્ડ ટીકાચેન્કો શિપમાં હાઇ સ્પીડ પેટ્રોલ બોટ્સ, કામચલાઉ પુલ સ્ટ્રક્ચર અને અમુક સશસ્ત્ર ટ્રકો પણ જોવા મળી છે.
 • અમેરિકાએ રશિયા પર લગાવ્યા નવા આર્થિક પ્રતિબંધો | United States would announce new economic sanctions on Monday
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  યુએસ સહિત યુકે અને ફ્રાન્સે આ કેમિકલ વેપન્સના ઉપયોગ માટે શનિવારે સીરિયામાં રશિયા વિરૂદ્ધ મિસાઇલ એરસ્ટ્રાઇક કરી હતી
 • અમેરિકાએ રશિયા પર લગાવ્યા નવા આર્થિક પ્રતિબંધો | United States would announce new economic sanctions on Monday
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને આજે સોમવારે કહ્યું કે, તેઓએ સૈન્યને સીરિયા વિરૂદ્ધ યુદ્ધ જાહેર કરવાના આદેશ આપ્યા નથી.
 • અમેરિકાએ રશિયા પર લગાવ્યા નવા આર્થિક પ્રતિબંધો | United States would announce new economic sanctions on Monday
  ગત શનિવારે યુએસ, યુકે અને ફ્રાન્સની મિલિટરી એરસ્ટ્રાઇક્સમાં સીરિયા પર 107 મિસાઇલ્સ છોડવામાં આવી હતી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ