પહેલીવાર સામે આવી ઓસામાની મા; કહ્યું - કેટલાંક લોકોએ મારાં દીકરાનું બ્રેઇન વોશ કર્યુ હતું

ઓસામાની માં આલિયા સાથે ઇન્ટરવ્યુ માટે સાઉદીના ક્રાઉન પ્રિન્સ પાસે અનુમતિ લીધી હતી

divyabhaskar.com | Updated - Aug 03, 2018, 06:07 PM
ઓસામા બિલ લાદેનની માતા આલિયા ખાનમ પહેલીવાર મીડિયા સામે આવી
ઓસામા બિલ લાદેનની માતા આલિયા ખાનમ પહેલીવાર મીડિયા સામે આવી

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અલ કાયદાના ચીફ ઓસામા બિલ લાદેનની માતા આલિયા ખાનમ પહેલીવાર સામે આવી છે. બ્રિટિશ ન્યૂઝપેપર 'ધ ગાર્ડિયન'ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ઓસામા ખૂબ જ સારો બાળક હતો, કેટલાંક લોકોએ તેનું બ્રેઇન વોશ કરી દીધું હતું. આલિયા આજે પણ તેના દીકરાને 9/11 હુમલા માટે જવાબદાર નથી ગણતી. 2 મે, 2011ના રોજ અમેરિકાની નેવી સીલ કમાન્ડોએ પાકિસ્તાનના એબટાબાદમાં ઓસામાને મારી નાખ્યો હતો.


ઓસામા પરિવાર સાઉદીના અમીર પરિવારોમાંથી એક


- ઓસામાનો પરિવાર સાઉદી અરેબિયાના અમીર પરિવારોમાંથી એક છે. આખો પરિવાર જેદ્દાહમાં રહે છે.
- આલિયાએ અનેક વર્ષોથી મીડિયાથી અંતર જાળવી રાખ્યું. સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આગ્રહ બાદ તેઓ મીડિયા સાથે વાત કરવા માટે રાજી થયા.
- ઇન્ટરવ્યુ દરમિયાન સાઉદી સરકારનો એક ઓફિસર અને ટ્રાન્સલેટર પણ સાથે હતો.
- સાઉદી અરેબિયાના ટીકાકારો એવો આરોપ લગાવે છે કે, દેશ ઓસામાનું સમર્થન કરે છે. 9/11 હુમલાના પીડિતોએ સાઉદી વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.

સ્ટીવ જોબ્સે અંતિમ મુલાકાતમાં દીકરીને કહ્યું હતું - 'તું ટોઇલેટ જેવી ગંધાય છે', પુસ્તકમાં થયો ખુલાસો


20 વર્ષમાં જ કટ્ટરપંથી થઇ ગયો ઓસામા


- આલિયા જણાવે છે કે, 'ઓસામા ખૂબ જ શરમાળ હતો અને અભ્યાસમાં હોંશિયાર હતો. કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન જ તે કટ્ટરપંથી બની ગયો હતો.'
- યુનિવર્સિટીના લોકોએ તેને બદલી નાખ્યો. જે લોકોને તે મળ્યો, તેમાં મુસ્લિમ બ્રધરહૂડ (ઇજિપ્તનું કટ્ટરપંથી સંગઠન)નો સભ્ય અબ્દુલ્લા આજમ પણ હતો. બાદમાં આજમને સાઉદી સરકારે દેશનિકાલ આપ્યો હતો.
- આ જ આજમ ઓસામાનો આધ્યાત્મિક સલાહકાર બન્યો. શરૂઆતના 20 વર્ષ સુધી ઓસામા ખૂબ જ સારો યુવક હતો, ત્યાં સુધી કેટલાંક લોકોએ તેનું બ્રેઇનવોશ કર્યુ નહતું. તે લોકોએ લાદેનને પૈસા આપ્યા હતા.
- 'આ લોકો જ તેને હંમેશા કહેતા હતા કે, બધું જ છોડીને આવી જા. તે શું કરી રહ્યો હતો, તેણે મને કંઇ જ ના જણાવ્યું! કારણ કે તે મને ખૂબ જ પ્રેમ કરતો હતો.'

- 1980ના દાયકામાં ઓસામા રશિયન સેના સાથે લડવા અફઘાનિસ્તાન ગયો હતો. ઓસામાના પિતરાઇ ભાઇ હસન અનુસાર, શરૂઆતમાં તે જેને પણ મળતો તેનું તે સન્માન કરતો હતો. અમને પણ તેના ઉપર ગર્વ થતો હતો. સાઉદી સરકાર પણ તેને ઘણું સન્માન આપતી હતી. બાદમાં તે મુજાહિદ થઇ ગયો. એક મોટો ભાઇ હોવાના નાતે તેણે મને ઘણું શીખવ્યું છે. પરંતુ મને નથી લાગતું કે, વ્યક્તિ તરીકે હું તેના ઉપર ગર્વ કરી શકીશ.

છેલ્લે 1999માં અફગાનિસ્તામાં જોયો હતો ઓસામાને


- ખાનમને જ્યારે સવાલ કર્યો કે, તેણે ક્યારેય વિચાર્યુ હતું કે, તેનો દીકરો જેહાદી બની જશે? તો તેણે કહ્યું, આ મારાં દિમાગમાં ક્યારેય નથી આવ્યું.
- બીજાં સવાલમાં પુછ્યું કે, આ પ્રકારની જાણકારી મળવા પર તેઓને કેવું લાગ્યું? જવાબમાં ઘાનેમે કહ્યું કે, અમે ઘણાં દુઃખી હતા. હું નથી ઇચ્છતી કે આવું અન્ય કોઇની સાથે પણ થાય. તેણે બધું જ કેમ આવી રીતે બરબાદ કરી દીધું?
- ખાનમે જણાવ્યું કે, છેલ્લીવાર તેણે ઓસામાને 1999માં અફઘાનિસ્તાનમાં જોયો હતો, આ વર્ષે તે બે વખત ઓસામાને મળવા ગઇ હતી. તે સમયે ઓસામા કંધારની નજીક પોતાના ગુપ્ત ઠેકાણાંમાં રહેતો હતો.

ઓસામાના પેદા થતા જ 3 વર્ષ બાદ માતાના ડિવોર્સ


- આલિયાએ જણાવ્યું કે, હું મૂળ રીતે શિયા પરિવાર સાથે સંબંધ ધરાઉં છું અને સીરિયાના કોસ્ટલ શહેર લતાકિયાની રહેવાસી છું. 1950ના દાયકામાં હું સાઉદી આવી ગઇ.
- 1957માં રિયાધમાં ઓસામાનો જન્મ થયો અને તેના 3 વર્ષ બાદ ઓસામાના પિતા સાથે મારો ડિવોર્સ થઇ ગયા હતા. મેં અલ-અટ્ટાસ સાથે બીજાં લગ્ન કરી લીધા. 1960ના દાયકામાં બિન લાદેનની આખી સંપત્તિની દેખરેખ મારાં હાથમાં આવી ગઇ.
- ઓસામાના પિતાને 11 પત્નીઓ અને 54 બાળકો હતા. ઓસામાના બીજાં પિતરાઇ ભાઇ અહેમદ જણાવ્યું કે, 9/11ને 17 વર્ષ થઇ ગયા છે પરંતુ તેઓની માતા આ માટે ઓસામાને દોષિત નથી ગણતી.
- ખાનમે કહ્યું, હું તેને ઘણો પ્રેમ કરતી હતી. લાદેનની માતા ઓસામાને દોષ આપવાના બદલે તેની આસપાસ રહેતા લોકોને દોષી ગણે છે. તે આજે પણ તેને જેહાદી તરીકે સ્વીકારતી નથી.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઓસાબા બિન લાદેનના પરિવારની વધુ તસવીરો...

X
ઓસામા બિલ લાદેનની માતા આલિયા ખાનમ પહેલીવાર મીડિયા સામે આવીઓસામા બિલ લાદેનની માતા આલિયા ખાનમ પહેલીવાર મીડિયા સામે આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App