પિતાના મોતનો બદલો લેવા 9/11ના આતંકીની દીકરી સાથે પરણ્યો છે લાદેનનો પુત્ર

હમઝાએ પિતાના મોત બાદ અલ-કાયદા સાથે જોડાયેલા આતંકીઓને વોશિંગ્ટન, લંડન, પેરિસ અને તેલ અવિવ સામે યુદ્ધ શરૂ કરવાની અપીલ કરી

divyabhaskar.com | Updated - Aug 06, 2018, 12:58 PM
એહમદ અલ-અત્તાસ, લાદેનનો પિતરાઇ ભાઇ છે
એહમદ અલ-અત્તાસ, લાદેનનો પિતરાઇ ભાઇ છે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અલ-કાયદા ચીફ ઓસામા બિન લાદેનનો સૌથી મોટો દીકરા હમઝા બિન લાદેને 9/11 હુમલાના લીડ હાઇજેકરની દીકરી સાથે લગ્ન કર્યા છે. હાલમાં જ ધ ગાર્ડિયને સાઉદી અરેબિયામાં રહેતા ઓસામા બિન લાદેનના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત માટે ગાર્ડિયનની ટીમે અહીંના ક્રાઉન પ્રિન્સ સલમાન પાસે ખાસ મંજૂરી લીધી હતી. ઓસામાની માતા આલિયા ખાનમે પહેલીવાર મીડિયા સાથે ઓસામા અંગે વાત કરી હતી. આ ઇન્ટરવ્યુ દરમિયાન ઓસામાના દીકરા હમઝા બિન લાદેને મોહમ્મદ અત્તાની દીકરી સાથે લગ્ન કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો. મોહમ્મદ અત્તા 9/11ના આતંકવાદી હુમલાનો લીડ હાઇજેકર છે. એટલું જ નહીં, લાદેનના પરિવારે જણાવ્યું કે, તેના મોત બાદ હમઝાએ પિતાનું સ્થાન લીધું છે અને તે હવે લાદેનના મોતનો બદલો લેવાની તૈયારીઓ કરી રહ્યો છે.


પહેલીવાર સામે આવી ઓસામાની મા; કહ્યું - કેટલાંકે મારા દીકરાનું બ્રેઇન વોશ કર્યુ હતું

હવે હમઝા બની ગયો છે અલ-કાયદાનો ડેપ્યુટી


- ગાર્ડિયન ટીમ સાથે ઇન્ટરવ્યુ દરમિયાન ઓસામા બિન લાદેનના પિતરાઇ ભાઇઓએ આ લગ્ન અંગે માહિતી આપી હતી. અહેમદ અને હસન અલ અત્તાએ જણાવ્યું કે, અમને ખાતરી છે કે, હમઝા અલ-કાયદામાં સીનિયર પોઝિશન ઉપર છે અને તે તેના પિતા ઓસામાના મોતનો બદલો લેવા ઇચ્છે છે.
- ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના મિલિટરી બેઝ નજીક આવેલા ઓટાબાબાદમાં યુએસ મિલિટરીએ સાત વર્ષ અગાઉ તેના જ ઘરમાં ઠાર કર્યો હતો.
- હમઝા બિન લાદેન, ઓસામાની ત્રણ પત્નીઓમાંથી એક ખૈરિઆહ સબરનો દીકરો છે. જે તેના પતિ સાથે ઓટાબાબાદમાં રહેતી હતી.
- હમઝાએ પિતાના મોત બાદ અલ-કાયદા સાથે જોડાયેલા આતંકીઓને વોશિંગ્ટન, લંડન, પેરિસ અને તેલ અવિવ સામે યુદ્ધ શરૂ કરવાની અપીલ કરી હતી.
- હમઝા આ આતંકવાદી ગ્રૂપના લીડર ઐયમાન અલ-ઝવાહિરીનો ડેપ્યુટી ચીફ બની ગયો છે.


હમઝા ક્યાં છે તે અંગે પરિવાર અજાણ


- લાદેનના પિતરાઇ ભાઇ એહમદ અલ-અત્તાસે જણાવ્યું કે, અમને માત્ર એટલી જ જાણકારી છે કે, હમઝાએ મોહમ્મદ અત્તાની દીકરી સાથે લગ્ન કર્યા છે. હાલ એ ક્યાં છે તે અંગે પણ અમને કોઇ ખબર નથી. એ કદાચ અફઘાનિસ્તાનમાં હોવો જોઇએ.
- વેસ્ટર્ન ઇન્ટેલિજન્સ એજન્સી છેલ્લાં બે વર્ષથી હમઝા બિન લાદેનના સંભવિત ઠેકાણાંઓ પર નજર રાખી રહી છે. એજન્સીઓને શંકા છે કે તે લાદેનના મોતનો બદલો લેવા માટે આતંકી હુમલાઓ કરાવી શકે છે.
- હમઝાએ અત્તાની દીકરી સાથે લગ્ન કર્યા છે. મોહમ્મદ અત્તા મૂળ ઇજિપ્તનો છે, ઉપરાંત 9/11ના આતંકી હુમલામાં જે સંડોવાયેલા છે તેઓ મૂળ અલ-કાયદાના અનુયાયીઓ હતા. આ અનુયાયીઓએ ઓસામાના મોત બાદ પણ કાર્યરત રહેવા માટે નવા આતંકીઓનો ઉમેરો કરી રહી છે.


લાદેનના અન્ય બે દીકરાનાં થયા છે મોત


- બિન લાદેનના વધુ એક પુત્ર ખાલિદનું પણ યુએસ મિલિટરી ઓપરેશન દરમિયાન એબોટાબાદમાં મોત થયું છે. જ્યારે ત્રીજો પુત્ર સાદ 2009માં અફઘાનિસ્તાનના ડ્રોન હુમલામાં મોતને ભેટ્યો હતો.
- પરિવારના જણાવ્યા અુસાર, ઓસામાએ સાદના મોતનો બદલો લેવા માટે હમઝાને સજ્જ કર્યો હતો.
- લાદેનના મોત બાદ તેની પત્નીઓ અને બાકીના બાળકો સાઉદી અરેબિયા આવી ગયા હતા. અહીં તેઓને ભૂતપૂર્વ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન નાયેફે આશરો આપ્યો હતો.
- લાદેનનો પરિવાર આજે પણ તેની માતા આલિયા ખાનેમ સાથે સંપર્કમાં છે. ખાનેમે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે લાદેનના પરિવારની અવાર-નવાર મુલાકાત પણ લે છે.


ઓસામા બિન લાદેનના 12 વર્ષના પૌત્રની હત્યા, પત્રમાં થયો ખુલાસો


પિતાના મોતનો બદલો લેવાની કહી હતી વાત


- લાદેનના પિતરાઇ ભાઇ હસન અલ-અત્તાસે જણાવ્યું કે, 'લાદેનના મોત બાદ અમને જ્યારે એવું લાગ્યું કે, લાદેનના મોત બાદ અમારાં પરિવારમાંથી કોઇ એ નર્કમાં પરત જવા નહીં ઇચ્છે, ત્યાં બીજી જ ક્ષણે હમઝાએ પોતાના પિતાના મોતની વાત ઉચ્ચારી હતી.'
- હસને કહ્યું કે, અમારાં પરિવારના સભ્યો વધુ એક વખત આ પ્રકારે જીવન જીવવા ઇચ્છતા નથી. 'જો અત્યારે હમઝા મારી સામે હોત તો મેં તેને ચોક્કસથી સમજાવ્યો હોત. ભગવાન તેને સદબુદ્ધિ આપે. કોઇ પણ કાર્ય પહેલાં બે વખત વિચાર કરજે. તારાં પિતાના પગલે ચાલવાનો વિચાર છોડી દે. કારણ કે, આવું કરવાથી તું નકારાત્મક અને ડરામણી દુનિયામાં પ્રવેશ કરીશ.'


લાદેન સાથે નહતો કોઇ સંપર્ક


- લાદેનના પરિવારે જણાવ્યું કે, 1999 બાદ તેઓનો લાદેન સાથે કોઇ સંપર્ક નહતો. છેલ્લે જે સમાચાર મળ્યા તે 2011માં તેના મોત અંગેના હતા. એટલું જ નહીં, લાદેનના મોત બાદ હમઝા બિન લાદેન તરફથી પણ કોઇ સમાચાર નથી.
- હમઝા બિન લાદેનની આતંકી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 2017માં યુએસ ગવર્મેન્ટે તેને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો હતો. જેનો અર્થ એ થાય છે કે, તેની સંપત્તિ ગમે તે ક્ષણે જપ્ત થઇ શકે છે અને તેની સાથે સંપર્ક રાખનારાઓની ધરપકડ થઇ શકે છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઓસામા બિન લાદેનના પરિવારની વધુ તસવીરો...


સ્ટીવ જોબ્સે અંતિમ મુલાકાતમાં દીકરીને કહ્યું હતું - 'તું ટોઇલેટ જેવી ગંધાય છે', પુસ્તકમાં થયો ખુલાસો

વેસ્ટર્ન ઇન્ટેલિજન્સ એજન્સી છેલ્લાં બે વર્ષથી હમઝા બિન લાદેનના સંભવિત ઠેકાણાંઓ પર નજર રાખી રહી છે. (તસવીરઃ હમઝા બિન લાદેન)
વેસ્ટર્ન ઇન્ટેલિજન્સ એજન્સી છેલ્લાં બે વર્ષથી હમઝા બિન લાદેનના સંભવિત ઠેકાણાંઓ પર નજર રાખી રહી છે. (તસવીરઃ હમઝા બિન લાદેન)
મોહમ્મદ અત્તાએ અમેરિકન એલાઇન્સ ફ્લાઇટ 11થી વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવરમાં હુમલો કર્યો હતો. (તસવીરઃ ડાબે મોહમ્મદ અત્તા, જમણે ઓસામા બિન લાદેન)
મોહમ્મદ અત્તાએ અમેરિકન એલાઇન્સ ફ્લાઇટ 11થી વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવરમાં હુમલો કર્યો હતો. (તસવીરઃ ડાબે મોહમ્મદ અત્તા, જમણે ઓસામા બિન લાદેન)
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આવેલા મકાનમાં લાદેનની તસવીર સાથે તેની માતા આલિયા ખાનેમ
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આવેલા મકાનમાં લાદેનની તસવીર સાથે તેની માતા આલિયા ખાનેમ
X
એહમદ અલ-અત્તાસ, લાદેનનો પિતરાઇ ભાઇ છેએહમદ અલ-અત્તાસ, લાદેનનો પિતરાઇ ભાઇ છે
વેસ્ટર્ન ઇન્ટેલિજન્સ એજન્સી છેલ્લાં બે વર્ષથી હમઝા બિન લાદેનના સંભવિત ઠેકાણાંઓ પર નજર રાખી રહી છે. (તસવીરઃ હમઝા બિન લાદેન)વેસ્ટર્ન ઇન્ટેલિજન્સ એજન્સી છેલ્લાં બે વર્ષથી હમઝા બિન લાદેનના સંભવિત ઠેકાણાંઓ પર નજર રાખી રહી છે. (તસવીરઃ હમઝા બિન લાદેન)
મોહમ્મદ અત્તાએ અમેરિકન એલાઇન્સ ફ્લાઇટ 11થી વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવરમાં હુમલો કર્યો હતો. (તસવીરઃ ડાબે મોહમ્મદ અત્તા, જમણે ઓસામા બિન લાદેન)મોહમ્મદ અત્તાએ અમેરિકન એલાઇન્સ ફ્લાઇટ 11થી વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવરમાં હુમલો કર્યો હતો. (તસવીરઃ ડાબે મોહમ્મદ અત્તા, જમણે ઓસામા બિન લાદેન)
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આવેલા મકાનમાં લાદેનની તસવીર સાથે તેની માતા આલિયા ખાનેમસાઉદી અરેબિયાના જેદ્દાહમાં આવેલા મકાનમાં લાદેનની તસવીર સાથે તેની માતા આલિયા ખાનેમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App