Home » International News » Middle East » Mosul Iraq Isis Battle For Independence From Abu Bakr Al Baghdadi

ઇરાકનું મોસૂલ શહેરઃ ધરતીના સૌથી બદતર સ્થળથી સૌથી ખુશહાલ લોકોના રિપોર્ટ

Divyabhaskar.com | Updated - Jan 22, 2018, 12:49 PM

આ શહેરમાં બગદાદીએ પોતાને ખલીફા જાહેર કર્યો હતો. 23 હજાર ઇરાકી સૈનિકોએ શહાદત વ્હોરીને મોસુલને ISથી આઝાદ કરાવ્યું

 • Mosul Iraq Isis Battle For Independence From Abu Bakr Al Baghdadi
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મોસૂલની ગલીઓમાં મકાનો પર ગોળીઓના નિશાન ચોક્કસથી જોવા મળે છે, પરંતુ બાળકોને હવે આતંકવાદથી આઝાદી મળી ગઇ છે

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ દજલા નદીના કિનારે વસેલું ઇરાકનું બીજું સૌથી મોટું શહેર મોસુલ. આ શહેર પોતાના સુંદર આર્કિટેક્ચર માટે ઓળખાતું હતું. ત્રણ વર્ષ પહેલાં આતંકવાદી સંગઠન આઇએસના રાજમાં આ શહેર ખંડેરમાં ફેરવાઇ ગયું હતું. આ શહેરથી જ બગદાદીએ પોતાને ખલીફા જાહેર કર્યો હતો. 23 હજાર ઇરાકી સૈનિકોએ શહાદત વહોરીને ગયા વર્ષે 10 જુલાઇના રોજ મોસુલને ISની કેદમાંથી આઝાદ કરાવ્યું હતું. હવે અહીંના લોકો કહે છે કે, આ સંઘર્ષે અમે આઝાદીનો નવો અર્થ સમજાવ્યો છે. અમે પોતાને વિશ્વના સૌથી ખુશહાલ લોકો સમજીએ છીએ. આ બદલાવ પર ભાસ્કર.કોમ માટે મોસુલથી પ્રો. અહમદ વાદલ્લાહ અને યુનિસેફના મિડલ ઇસ્ટ રિજનલ હેડ ગીર્ટ કેપલરનો ખાસ રિપોર્ટ.

  બાળકોને ગોળીઓથી શિખવવામાં આવતી હતી ગણતરી


  - મોસૂલ યુનિવર્સિટીના પ્રોફેસર અહમદ વાદલ્લાહ કહે છે કે, આતંકવાદીઓએ સ્કૂલ અને કોલેજોને પણ આગ ચાંપી દીધી હતી.
  - આઇએસની સ્કૂલોમાં બાળકોને બૂલેટથી ગણતરી શિખવવામાં આવતી હતી. તેઓને આતંકવાદી બનાવામાં આવતા હતા.
  - જેથી મોટાંભાગના લોકોએ બાળકોને ઘરમાંથી બહાર કાઢતા નહતા. આ દરમિયાન હવાઇ હુમલા અને દારૂગોળાએ માત્ર બાળકો જ નહીં દરેકને ટ્રોમામાં પહોંચાડી દીધા.


  બાળકોની સ્માઇલ પરત લાવવા માટે કેમ્પેઇન


  - હવે આઝાદી બાદ જર્જરિત ઇમારતોમાં સ્કૂલ ખોલવામાં આવી છે. સ્કૂલોમાં બાળકોને ત્રાસમાંથી બહાર કાઢવા માટે 'રિડિસ્કવરીંગ હાઉ ટૂ સ્માઇલ' (બાળકોની સ્માઇલ કેવી રીતે પરત લાવવામાં આવે) કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામ ટીચર્સ માટે ખૂબ જ મુશ્કેલ છે, કારણ તે તેઓ પણ આ ટ્રોમામાંથી પસાર થઇ રહ્યા છે.
  - તેથી અમે શિક્ષકોને પણ ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને ટ્રેનિંગ મેળવનાર શિક્ષકો પોતાના સાથીઓ સાથે અનુભવ શૅર કરતાં રહે છે.


  ટીચર્સ માટે પ્રોબ્લેમ ટ્રી


  - વાદલ્લાહના જણાવ્યા અનુસાર, અમે શિક્ષકોને ટ્રોમામાંથી બહાર કાઢવા માટે બોર્ડર પર એક પ્રોબ્લેમ ટ્રી બનાવીએ છીએ, જેને મૂળ દુઃખોમાં છે.
  - આ મૂળ સંબંધીઓની હત્યા, માથું કપાવવું, બરબાદી અને ગરીબીને દર્શાવે છે.
  - આ વૃક્ષની ટોચની શાખાઓમાં આશાઓ છે, જે મળીને ખુશીઓ વિખેરે છે. આપણે સાથે રહેવા અને હિંસાને દૂર કરવાનું શીખવું જોઇએ, આનાથી પણ લોકોએ આગળ વધવું જોઇએ.
  - આશા છે કે, આવા પ્રોગ્રામથી અમને સફળતા મળશે.

  પુસ્તકો એકઠાં કરવામાં પડકાર


  - વાદલ્લાહ વધુમાં જણાવે છે કે, જ્યારે હું સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરાવવા માટે જઉં છું, તો જોઉં છું કે તેઓમાં કંઇક બનવાની ધગશ છે.
  - આઇએસએ સ્કૂલ અને લાઇબ્રેરી બાળી દીધી હતી, એવામાં લોકો પુસ્તકો ડોનેટ કરી રહ્યા છે.
  - મોસૂલ યુનિવર્સિટીએ 1 લાખથી વધારે પુસ્તકો એકઠાં કર્યા છે. મોટી સંખ્યામાં આવા યંગ લોકો સામે આવી રહ્યા છે. જેઓ તૂટેલી સ્કૂલ-કોલેજોના સમારકામ કરી રહ્યા છે, બાળકને ભણાવી રહ્યા છે.

  શું કહે છે લોકો?


  - 28 વર્ષના યુવા ટીચર અને ફોટોગ્રાફર વાય અલ-બારુદી જણાવે છે કે, હવે અમે લોકો દરેક નવી ચીજની શરૂઆત ઉત્સવથી જ કરીએ છીએ.
  - કારણ કે છેલ્લાં ત્રણ વર્ષથી ખુશીઓ અમારાંથી દૂર હતી. હવે મોસુલે ગતિ પકડી લીધી છે. મોસૂલને ઇરાક સાથે જોડતાં 6 બ્રિજ તૂટી ગયા હતા. અમારાં એન્જીનિયરોએ તેમાંથી 5 બ્રિજ થોડાં મહિનામાં જ શરૂ કરી દીધા.
  - નવા કન્સ્ટ્રક્શનમાં સ્કૂલ-કોલેજ, માર્કેટ અને હોસ્પિટલોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.


  મહિલાઓની આઝાદી મહત્વની


  - બારૂદી કહે છે કે, તૂટેલી ઇમારતોમાં જ માર્કેટ તૈયાર થવા લાગ્યા. સૌથી મોટો બદલાવ એ છે કે, હવે મોડી રાત સુધી માર્કેટમાં મહિલાઓ જોવા મળી રહી છે.
  - આઇએસ તેમના ઉપર જ સૌથી વધારે અત્યાચાર કરતું હતું. તેઓએ આખું શરીર ઢાંકીને રાખવું પડતું હતું. આંખ સિવાય શરીરનો બીજો હિસ્સો દેખાવા પર સજા આપવામાં આવતી હતી.
  - હવે તેઓને પોતાની મરજીના કપડાં પહેરવાની આઝાદી છે. ખુલ્લા માર્કેટમાં સ્કર્ટ સુદ્ધાંનું વેચાણ થઇ રહ્યું છે.
  - અહીં સેફ સ્પેસિસ ખોલવામાં આવી રહ્યા છે, જ્યાં મહિલાઓ એકસાથે આવીને વાત કરે છે. એક્ટિવિટીઝમાં ભાગ લે છે.

  અહીં લોકોમાં જીવન સુધારવાની જીદ છે


  - યુનિસેફના મિડલ ઇસ્ટના રિજનલ ડાયરેક્ટર ગીર્ટ કેપલર કહે છે - ઇરાકમાં જીવનને પાટા પર લાવવા માટે યુનિસેફ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ચલાવી રહ્યું છે.
  - જેનો હેતુ છે કે, દરેક વ્યક્તિ સુધી મદદ પહોંચે, દરેક બાળકને પરત સ્કૂલ મોકલવામાં આવે. યુનિસેફે અહીં 576 સ્કૂલ ફરીથી શરૂ કરાવી છે. 17 લાખ બાળકોને સ્કૂલોમાં પહોંચાડવામાં આવ્યા છે.
  - કેપલરના જણાવ્યા અનુસાર, નિનેવા પ્રાંત અને તેની આસપાસના વિસ્તારમાં આ સંઘર્ષથી 40 લાખ બાળકો પ્રભાવિત થયા છે.
  - તેઓ મેન્ટલી અને ફિઝિકલ બંને પ્રકારે ટ્રોમામાંથી પસાર થઇ રહ્યા છે. ઇરાકમાં માનવતાને ચોક્કસથી ધક્કો લાગ્યો છે, પરંતુ આજે અહીં દરેક વ્યક્તિના દિલમાં જીદ છે - જીવનને ફરીથી પાટા પર લાવવાની.
  - બાળકોની આંખોમાં સપના દેખાય છે, આ અદભૂત અનુભવ છે. સૌથી વધારે સારું તો ત્યારે લાગે છે જ્યારે કેટલાંક બાળકો એવું કહે છે કે, તેઓ મોટાં થઇને ટીચર બનવા માંગે છે.

  વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

 • Mosul Iraq Isis Battle For Independence From Abu Bakr Al Baghdadi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  હાલમાં જ ખંડર ઇમારતમાં રેસ્ટોરાં ખોલવામાં આવી છે. ઇનસેટમાં આ જ રેસ્ટોરાંમાં ડિનર કરતી મહિલાઓ અને બાળકો
 • Mosul Iraq Isis Battle For Independence From Abu Bakr Al Baghdadi
  કેટલીક ખંડર બની ગયેલી ઇમારતોમાં સમારકામ ભલે ના થયું હતું, પરંતુ તેમાં માર્કેટ ભરાવા લાગ્યા છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ