સાઉદીમાં તમામ સૈન્ય ઉચ્ચ અધિકારીઓ બરતરફ, ઉપમંત્રીમાં મહિલાની નિયુક્તિ

સાઉદી અરેબિયામાં કોઇ મહિલા ઉપ મંત્રી બને તે બાબત અસમાન્ય છે...

divyabhaskar.com | Updated - Feb 27, 2018, 12:15 PM
(તસવીરમાં અલ બુયાન) અલ બુયાને આ અઠવાડિયે રાજધાની રિયાધમાં સાઉદી અરેબિયન મિલિટરી ઇન્ડસ્ટ્રીનું ઉદ્ઘાટન કર્યુ હતું. ત્યારબાદ તેઓ આર્મીમાંથી રિટાયર્ડ થઇ ગયા હતા.
(તસવીરમાં અલ બુયાન) અલ બુયાને આ અઠવાડિયે રાજધાની રિયાધમાં સાઉદી અરેબિયન મિલિટરી ઇન્ડસ્ટ્રીનું ઉદ્ઘાટન કર્યુ હતું. ત્યારબાદ તેઓ આર્મીમાંથી રિટાયર્ડ થઇ ગયા હતા.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયામાં મોડી રાત્રે એક શાહી ફરમાન જાહેર કરીને દેશના તમામ ઉચ્ચ સૈન્ય અધિકારીઓને બરતરફ કરી દીધા છે. આ લિસ્ટમાં સૈન્ય પ્રમુખ પણ સામેલ છે. જે અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, તેમાં એર ફોર્સ અને આર્મીના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ છે. આ સિવાય કેટલાંક ઉપ મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આ નવા નામોમાં તમાદુર બિંત યુસુફ અલ-રમાહ નામની મહિલા ઉપમંત્રીમાં સામેલ છે.


યમનમાં ચાલતા યુદ્ધના કારણે લેવાયો નિર્ણય


- સાઉદી અરેબિયામાં કોઇ મહિલા ઉપ મંત્રી બને તે વાત સામાન્ય નથી.
- આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો, જ્યારે યમનમાં સાઉદી નેતૃત્વમાં ગઠબંધન સેનાના વિદ્રોહીઓની સાથે લડાઇના લગભગ ત્રણ વર્ષ પૂર્ણ થવાના છે.
- યમનમાં સાઉદી હસ્તક્ષેપના કારણે હૂથી બળવાખોરો દેશના દક્ષિણની તરફ સીમિત થઇ ગયા છે, પરંતુ હજુ પણ તેઓ રાજધાની સના અને અન્ય વિસ્તારોમાં મોજૂદ છે.
- લગભગ ત્રણ વર્ષથી લડી રહેલી સાઉદી સેનાની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર વધુ બોજ તરીકે પડી છે. સાથે જ હુથી વિદ્રોહીઓએ દેશની રાજધાની રિયાધ પર મિસાઇલ છોડવાની ધમકી પણ આપી છે.


સોમવારે કિંગ સલમાને કરી જાહેરાત


- કિંગ સલમાને પરમ દિવસે અચાનક જ તમામ સૈન્ય અધિકારીઓને પદભ્રષ્ટ કરવાની જાહેરાત કરી હતી.
- કિંગે ફોર્સ અને એર ડિફેન્સ ઉપરાંત સિવિલ ઓફિશિયલ્સના અધિકારીઓને પણ બરતરફ કર્યા છે.
- આ જાહેરાત પાછળ કોઇ ચોક્કસ કારણ સત્તાવાર રીતે આપવામાં આવ્યું નથી. પરંતુ ક્રાઉન પ્રિન્સની બ્રિટન વિઝિટને બિનસત્તાવાર રીતે જવાબદાર ગણવામાં આવી રહી છે.

આગળની સ્લાઇડમાં જાણો, મહિલાઓને સેનામાં લેવાનો સાઉદીમાં નિર્ણય...

કિંગ સલમાને પરમ દિવસે અચાનક જ તમામ સૈન્ય અધિકારીઓને પદભ્રષ્ટ કરવાની જાહેરાત કરી હતી.
કિંગ સલમાને પરમ દિવસે અચાનક જ તમામ સૈન્ય અધિકારીઓને પદભ્રષ્ટ કરવાની જાહેરાત કરી હતી.

- રૂઢીવાદી દેશ સાઉદી અરેબિયામાં મહિલાઓના સુધાર માટે અનેક પહેલ કરવામાં આવી રહી છે, જે પહેલાં ક્યારેય નથી થઇ. 
- આ ક્રમમાં પહેલીવાર અહીંની મહિલાઓને આર્મીમાં સામેલ થવાની મંજૂરી મળી છે. 
- ગયા અઠવાડિયે આ અંગેની જાહેરાત બાદ મહિલાઓ તરફથી આવેદન આવવાની શરૂઆત પણ થઇ ગઇ છે. 
- સાઉદી અરેબિયામાં આ તમામ સામાજિક સુધાર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં થઇ રહ્યા છે. 

 

સાઉદી અરેબિયામાં મહિલાઓના હિતમાં લેવાતા તમામ સામાજિક સુધાર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં થઇ રહ્યા છે.
સાઉદી અરેબિયામાં મહિલાઓના હિતમાં લેવાતા તમામ સામાજિક સુધાર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં થઇ રહ્યા છે.
યમનમાં સાઉદી હસ્તક્ષેપના કારણે હૂથી બળવાખોરો એ દેશની રાજધાની રિયાધ પર મિસાઇલ છોડવાની ધમકી આપી છે. (ફાઇલ)
યમનમાં સાઉદી હસ્તક્ષેપના કારણે હૂથી બળવાખોરો એ દેશની રાજધાની રિયાધ પર મિસાઇલ છોડવાની ધમકી આપી છે. (ફાઇલ)
X
(તસવીરમાં અલ બુયાન) અલ બુયાને આ અઠવાડિયે રાજધાની રિયાધમાં સાઉદી અરેબિયન મિલિટરી ઇન્ડસ્ટ્રીનું ઉદ્ઘાટન કર્યુ હતું. ત્યારબાદ તેઓ આર્મીમાંથી રિટાયર્ડ થઇ ગયા હતા.(તસવીરમાં અલ બુયાન) અલ બુયાને આ અઠવાડિયે રાજધાની રિયાધમાં સાઉદી અરેબિયન મિલિટરી ઇન્ડસ્ટ્રીનું ઉદ્ઘાટન કર્યુ હતું. ત્યારબાદ તેઓ આર્મીમાંથી રિટાયર્ડ થઇ ગયા હતા.
કિંગ સલમાને પરમ દિવસે અચાનક જ તમામ સૈન્ય અધિકારીઓને પદભ્રષ્ટ કરવાની જાહેરાત કરી હતી.કિંગ સલમાને પરમ દિવસે અચાનક જ તમામ સૈન્ય અધિકારીઓને પદભ્રષ્ટ કરવાની જાહેરાત કરી હતી.
સાઉદી અરેબિયામાં મહિલાઓના હિતમાં લેવાતા તમામ સામાજિક સુધાર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં થઇ રહ્યા છે.સાઉદી અરેબિયામાં મહિલાઓના હિતમાં લેવાતા તમામ સામાજિક સુધાર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં થઇ રહ્યા છે.
યમનમાં સાઉદી હસ્તક્ષેપના કારણે હૂથી બળવાખોરો એ દેશની રાજધાની રિયાધ પર મિસાઇલ છોડવાની ધમકી આપી છે. (ફાઇલ)યમનમાં સાઉદી હસ્તક્ષેપના કારણે હૂથી બળવાખોરો એ દેશની રાજધાની રિયાધ પર મિસાઇલ છોડવાની ધમકી આપી છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App