રિપોર્ટ / સાઉદી ક્રાઉન પ્રિન્સની રેકોર્ડ સામે આવી, કહ્યું હતું - ખશોગીને ગોળી મારી દઇશ: UN એક્સપર્ટ્સ

અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીના હસ્તક્ષેપ બાદના રિપોર્ટમાં સામે આવ્યું કે, ખશોગી દ્વારા બિન સલમાનની ટીકાના કારણે ક્રાઉન પ્રિન્સ રોષે ભરાયા હતા. (તસવીરઃ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન)
અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીના હસ્તક્ષેપ બાદના રિપોર્ટમાં સામે આવ્યું કે, ખશોગી દ્વારા બિન સલમાનની ટીકાના કારણે ક્રાઉન પ્રિન્સ રોષે ભરાયા હતા. (તસવીરઃ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન)
આ રિપોર્ટ વ્હાઇટ હાઉસે ક્રાઉન પ્રિન્સે હત્યાના આદેશ આપ્યા છે કે નહીં તે રિપોર્ટ રજૂ કરવાની ડેડલાઇનના દિવસ બાદ સામે આવ્યા છે.  (તસવીરઃ જમાલ ખશોગી)
આ રિપોર્ટ વ્હાઇટ હાઉસે ક્રાઉન પ્રિન્સે હત્યાના આદેશ આપ્યા છે કે નહીં તે રિપોર્ટ રજૂ કરવાની ડેડલાઇનના દિવસ બાદ સામે આવ્યા છે. (તસવીરઃ જમાલ ખશોગી)
X
અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીના હસ્તક્ષેપ બાદના રિપોર્ટમાં સામે આવ્યું કે, ખશોગી દ્વારા બિન સલમાનની ટીકાના કારણે ક્રાઉન પ્રિન્સ રોષે ભરાયા હતા. (તસવીરઃ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન)અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીના હસ્તક્ષેપ બાદના રિપોર્ટમાં સામે આવ્યું કે, ખશોગી દ્વારા બિન સલમાનની ટીકાના કારણે ક્રાઉન પ્રિન્સ રોષે ભરાયા હતા. (તસવીરઃ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન)
આ રિપોર્ટ વ્હાઇટ હાઉસે ક્રાઉન પ્રિન્સે હત્યાના આદેશ આપ્યા છે કે નહીં તે રિપોર્ટ રજૂ કરવાની ડેડલાઇનના દિવસ બાદ સામે આવ્યા છે.  (તસવીરઃ જમાલ ખશોગી)આ રિપોર્ટ વ્હાઇટ હાઉસે ક્રાઉન પ્રિન્સે હત્યાના આદેશ આપ્યા છે કે નહીં તે રિપોર્ટ રજૂ કરવાની ડેડલાઇનના દિવસ બાદ સામે આવ્યા છે. (તસવીરઃ જમાલ ખશોગી)

  • સાઉદી જર્નાલિસ્ટ જમાલ ખશોગીની ઇસ્તાંબુલમાં આવેલી સાઉદી કોન્સ્યુલેટમાં ડિસેમ્બરમાં હત્યા કરવામાં આવી હતી 
  • CIAના રિપોર્ટ અનુસાર, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ઇશારે હત્યા થઇ હતી 
  • નવા રિપોર્ટમાં બિન સલમાને 2017માં તેના ટોચના અધિકારીઓને કહ્યું હતું કે, તે ખશોગી માટે 'બુલેટ'નો ઉપયોગ કરશે. 

divyabhaskar.com

Feb 08, 2019, 12:37 PM IST
વોશિંગ્ટનઃ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના એક ઉચ્ચ સહયોગીને કહ્યું હતું કે, તેઓ પત્રકાર જમાલ ખશોગીને ગોળી મારી દેશે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં અમેરિકાના ઇન્ટેલિજન્સ એજન્સીના રિપોર્ટના આધારે કહ્યું કે, વલી અહદે ઇસ્તાંબુલ સ્થિત સાઉદી અરેબિયા કોન્સ્યુલેટમાં ખશોગીની હત્યાના અંદાજિત એક વર્ષ પહેલાં આ વાત કહી હતી. 

અમેરિકન ઇન્ટેલિજન્સનો રિપોર્ટ

1. ક્રાઉન પ્રિન્સ હત્યા કરવા ઇચ્છતા હતા
ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીનું માનવું છે કે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પત્રકારની હત્યા કરવા ઇચ્છતા હતા. શરૂઆતના દિવસોમાં ખશોગી ગુમ થયા બાદ ખશોગી અંગે કોઇ પણ માહિતી હોવાનો ઇન્કાર કરતા સાઉદી અરેબિયાએ માન્યું કે, તેના અધિકારીઓની એક ટીમે કોન્સ્યુલેટની અંદર પત્રકારની હત્યા કરી દીધી. 
સાઉદી અરેબિયાએ પોતાના અધિકારીઓ દ્વારા કોઇ આદેશ વગર કરેલું કામ ગણાવ્યું, જેમાં વલી અહદની કોઇ ભૂમિકા નહતી. ન્યૂઝપેપર અનુસાર, અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા સામાન્ય રીતે વિશ્વના તમામ મિત્ર/શત્રુ દેશોના નેતાઓના સંવાદને રેકોર્ડ કરીને રાખવામાં આવે છે. આવા જ રેકોર્ડથી આ માહિતી સામે આવી છે. 
આ વાતચીતને ખશોગી હત્યાકાંડમાં મોહમ્મદ બિન સલમાન વિરૂદ્ધ કોંક્રિટ પ્રૂફ શોધવાનું ઇન્ટેલિજન્સ એજન્સીઓ ઉપર દબાણ બનાવ્યા બાદ હાલમાં જ ટ્રાન્સક્રાઇબ કરવામાં આવ્યું છે. 
સમાચાર અનુસાર, આ સંવાદ મોહમ્મદ બિન સલમાન અને તેના સહયોગી તુર્કી અલ્દાખિલની વચ્ચે સપ્ટેમ્બર 2017નો છે. ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરના રોજ ખશોગીની હત્યા કરી દેવામાં આવી હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી