ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇઝરાયલે ફાઇટર જેટ્સ અને હેલિકોપ્ટર્સ સાથે બુધવારે વહેલી સવારે ગાઝા પર મિલિટરી સ્ટ્રાઇક્સ કરી છે. ઇઝરાયલની મિસાઇલ સાઇરન ગાઝા બોર્ડર પર મંગળવારે આખી રાત સુધી સાંભળવા મળી. ઇઝરાયલ સરકારે ગાઝામાં 'ક્લોઝર ટુ વૉર' (ગૃહયુદ્ધ)ની ચીમકી આપી છે. બુધવારે વહેલી સવારે ઇઝરાયલે સાઇરન પર રોકેટ અને મોર્ટાર સ્ટ્રાઇક્સની વોર્નિંગ આપી હતી. વર્ષ 2014માં ગાઝા વોર બાદ ઇઝરાયલનો આ સૌથી મોટો પેલેસ્ટિનિયન મિલિટન્ટ્સ અટેક ગણાશે. ઇઝરાયલ મિલિટરીએ જણાવ્યું કે, તેઓના એરક્રાફ્ટ્સે ગાઝા પટ્ટી બોર્ડર પર 55 મિલિટન્ટ ટાર્ગેટ કર્યા છે. જેમાં મિલિટરી કમ્પાઉન્ડ્સ, ડ્રોન શેડ્સ અને ટેરર ટ્રેનિંગ ફેસિલિટીઝનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે હમાસ આતંકી ગ્રુપ દ્વારા ઇઝરાયલ સૈન્ય પર 70 રોકેટ્સ અને મોર્ટાર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ થયા છે.
હમાસ સામે ગમે તે ક્ષણે યુદ્ધની ચેતવણી
- ઇઝરાયલે મંગળવારે થયેલા રોકેટ્સ અને બોમ્બ હુમલા બાદ હમાસમાં કોઇ પણ ક્ષણે યુદ્ધ શરૂ થઇ શકે છે તેવી ચેતવણી આપી છે. ઇઝરાયલ ઇન્ટેલિજન્સ મિનિસ્ટરે જણાવ્યું કે, ઓપરેશન પ્રોટેક્ટિવ એડ્જ હેઠળ ઇઝરાયલ ગમે તે ક્ષણે યુદ્ધ શરૂ કરી દેશે. 'અમે (ઇઝરાયલ સૈન્ય) કે વિરોધી પક્ષ યુદ્ધ નથી ઇચ્છતા, પરંતુ બંને જૂથો હવે રેડ લાઇન્સ પર આવી ગયા છીએ.'
- ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે ગાઝા બોર્ડર પર હમાસ આતંકવાદી ઓર્ગેનાઇઝેશન સામે આઇએએફ ફાઇટર જેટ્સ, અટેક હેલિકોપ્ટર્સ અને એરક્રાફ્ટ્સે 25 મિલિટરી ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો છે. જે અનુસાર, બુધવારે વહેલી સવાર સુધી આંતકી ગ્રુપના 55 ટાર્ગેટ્સ પર હુમલો થયો છે.
- ડિફેન્સ ફોર્સ રિપોર્ટ અનુસાર, મિલિટરી સ્ટ્રાઇક્સમાં આતંકવાદી પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા ડ્રોન, રોકેટ મેન્યુફેક્ચરિંગ વર્કશોપ, એડવાન્સ નેવલ વેપનરી, મિલિટરી કમ્પાઉન્ડ્સ અને ટ્રેનિંગ ફેસિલિટી સહિત યુદ્ધ સામગ્રીની મેન્યુફેક્ચરિંગ સાઇટ્સને નષ્ટ કરવામાં આવી છે.
- મંગળવારે મોડીરાત્રે ઇઝરાયલ ટેન્ક ફાયર, એર સ્ટ્રાઇક્સ બાદ પ્રો-ઇરાન ઇસ્લામિક જિહાદી ગ્રુપે સીઝફાયર એગ્રીમેન્ટ્સ (યુદ્ધવિરામ સમજૂતી)ની શક્યતાઓ છે.
- જો કે, ઇઝરાયલ સૈન્યએ એગ્રીમેન્ટ્સ કે ડીલને લગતાં કોઇ પણ રિપોર્ટ્સ હોવાની વાત નકારી હતી.
હમાસ અને ઇસ્લામિક જેહાદી ગ્રુપે ફાયરિંગ કર્યાનું સ્વીકાર્યુ
- હમાસ અને ઇસ્લામિક જેહાદ ગ્રુપે ઇઝરાયલ સૈન્ય સામે 70 રોકેટ્સ ફાયર કર્યા હોવાનું સ્વીકાર્યુ હતું. ઇસ્લામિક જેહાદી ગ્રુપના જણાવ્યા અનુસાર, આ રોકેટ્સ ફાયરિંગ ગત 30 માર્ચથી પેલેસ્ટિનિયન નાગરિકોની હત્યા થઇ રહી છે તેના જવાબમાં કરવામાં આવ્યું હતું.
- ઇઝરાયલ મિલિટરીના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે ઇસ્લામિક ગ્રુપે કરેલા રોકેટ્સ હુમલાને આઇરોન ડોમ રોકેટ ઇન્ટરસેપ્ટરે તોડી પાડ્યા છે.
- છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં ઇઝરાયલ સૈન્યએ 121 જેટલાં પેલેસ્ટિનિયન્સ દેખાવકારોને મારી નાખ્યા છે, જેના જવાબમાં જેહાદી ગ્રુપ સૈન્ય સામે હુમલો કરી રહ્યું છે.
- હમાસ સ્પોક્સપર્સનના જણાવ્યા અનુસાર, મંગળવારે અમે કરેલો હુમલો ઇઝરાયલા ગુનાનો જવાબ હતો. 'અમારાં માણસોના લોહી સસ્તાં નથી.'
- આજે વહેલી સવારે ઇઝરાયલની મિલિટરી સ્ટ્રાઇક બાદ ટાર્ગેટ સાઇટ્સ પર ધુમાડા અને બ્લાસ્ટનો અવાજ આવતો હતો. પાવરફૂલ બ્લાસ્ટ્સના કારણે આસપાસની બિલ્ડિંગોમાં પણ તિરાડો પડી ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.