1

Divya Bhaskar

Home » International News » Middle East » Bodies of 39 Indian workers kidnapped by IS militants found in Iraq

નિર્દોષોના જાહેરમાં ગળા કાપવા પંકાયેલું છે આતંકી સંગઠન, શિકાર બન્યા 39 ભારતીય

Divyabhaskar.com | Last Modified - Mar 21, 2018, 11:19 AM IST

4 વર્ષ પહેલાં ઇરાકમાં ગુમ થયેલા 39 ભારતીયોમાં તમામના મોત થયા છે

 • Bodies of 39 Indian workers kidnapped by IS militants found in Iraq
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જાણકારી આપી છે કે, અંદાજિત 4 વર્ષ પહેલાં ઇરાકમાં ગુમ થયેલા 39 ભારતીયોમાં તમામના મોત થયા છે. વિદેશ મંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, 39 ભારતીયોમાંથી 38 લોકોનાં ડીએનએ મેચ થઇ ગયા છે. પરિવારોના લાંબા સમયની રાહ પર પરદો પાડતા આ સમાચાર આવ્યા બાદ એકવાર ફરીથી ISISની ક્રૂરતાનો નજારો આપણી નજર સામે નાચવા લાગે છે.


  રાજ્યસભામાં તમામ મૃતકોની યાદમાં બે મિનિટનું મૌન


  - જેઓ ઇરાકમાં ફસાયેલા લોકોના પરત આવવાની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા, તેમના ઉપર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું રાજ્યસભામાં આવેલું નિવેદન પહાડ બનીને તૂટ્યું.
  - આ નિવેદનમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, અંદાજિત ચાર વર્ષ પહેલાં ઇરાકમાં ગુમ થયેલા 39 ભારતીયોમાં તમામના મોત થઇ ગયા છે. તેઓએ કહ્યું કે, ISના આતંકીઓએ તમામ 39 ભારતીયોની હત્યા કરી દીધી.
  - રાજ્યસભામાં તમામ મૃતકોની યાદમાં બે મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
  - વિદેશ મંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું, હરજીત મસીહની વાત ખોટી છે, અમે તેની સાથે વાતચીત કરી છે.
  - અમે તમામના ડીએનએ સેમ્પલ ઇરાક મોકલીને શબો સાથે મેચ કરાવ્યા, 39 ભારતીયોમાંથી 38 લોકોનાં ડીએનએ મેચ થઇ ગયા છે. એક વ્યક્તિના 70 ટકા ડીએનએ મેચ થયા છે.
  - તેઓએ એમ પણ કહ્યું કે, મૃતકોના શબ ભારત લાવવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે.
  - વિદેશ મંત્રીએ મૃતકોમાં 31 લોકો પંજાબ, 4 હિમાચલ પ્રદેશ અને બે-બે લોકો ક્રમશઃ પશ્ચિમ બંગાળ અને બિહારના છે.
  - સુષ્મા સ્વરાજે કહ્યું કે, ગુમ થયેલા ભારતીયો વિશે જાણકારી મેળવવી મુશ્કેલ હતી, પરંતુ વીકે સિંહની તત્પરતા અને ઇરાક સરકારની મદદથી આ સંભવ થયું.


  આગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ છે ISIS?

 • Bodies of 39 Indian workers kidnapped by IS militants found in Iraq
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  કોણ છે ISIS?


  - ISIS એટલે કે, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા, અરબ દેશોના રણ અને શહેરોમાં આતંકની સૌથી મોટી ઓળખ બની ગયું છે. 
  - થોડાં વર્ષોમાં જ લાખો માસૂમોના કફન તૈયાર કરનાર આ આતંકવાદી સંગઠન પોતાની નફરતથી વિશ્વને બરબાદ અને નષ્ટ કરી દેવા ઇચ્છે છે. 
  - ISIS હાલના સમયમાં ઓસામા બિન લાદેનના સંગઠન અલ-કાયદા અને આફ્રિકાના સંગઠન બોકો હરામથી પણ વધારે ખૂંખાર અને આજે આખી દુનિયામાં સૌથી મોટો પડકાર છે. 
  - તેનો હેતુ અંદાજિત 1400 વર્ષ પહેલાં સાઉદી અરેબિયામાં જે ખલીફ રાજ અથવા ઇસ્લામિક રાજ સ્થાપિત કર્યુ હતું તેને ફરીથી સ્થાપવા ઇચ્છે છે. 
  - આ માટે માથું વાઢવાથી લઇને જીવતા સળગાવી દેવા જેવી ક્રૂરતાની તમામ હદો પાર કરે છે. તેની ક્રૂરતાની ભેટ આ 39 ભારતીયો પણ ચઢી ગયા. 

   

  આગળની સ્લાઇડમાં જાણો, ક્યાં છે તેમનો અસલી ગઢ? 

 • Bodies of 39 Indian workers kidnapped by IS militants found in Iraq
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  ક્યાં છે ISISનો અસલી ગઢ?

   
  - ભારતથી અંદાજિત 4,200 કિલોમીટર દૂર મેડીટેરિયન સમુદ્રના કિનારે ઇરાક અને સીરિયા જેવા દેશોમાં ISISનો અસલી ગઢ છે. ISIS છેલ્લાં એક દાયકાથી ઇરાકની જમીન પર પોતાના હીન વિચારોને અંજામ આપવામાં કાર્યરત છે. 
  - હાલના દિવસોમાં અમેરિકા અને ઇરાકની સામૂહિક કાર્યવાહીથી આ સંગઠનને દેશથી સતત પાછળ ધકેલવામાં આવી રહ્યું છે અને આ દેશોમાં તે લગભગ ખતમ થવાના આરે છે. 
  - જ્યારે સાત વર્ષોથી ગૃહયુદ્ધનો માર સહન કરી રહેલું સીરિયા પોતાના આખરી ગઢ ઘૌટાને આતંકી સંગઠનની પકડમાંથી છોડાવવા માટે પોતાના જ લોકો સાથે જ અમાનવીય વર્તન કરવાની કિંમત ચૂકવી રહ્યું છે. 
  - સીરિયાની સરકાર આ દેશને જીતતા જ આખા દેશમાંથી ISISનો સફાયો થઇ જશે.

   

  આગળની સ્લાઇડમાં જાણો, ISISના અત્યાર સુધીના હુમલાઓ વિશે...  

 • Bodies of 39 Indian workers kidnapped by IS militants found in Iraq
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  અત્યાર સુધીના હુમલા 


  - લાદેનના માર્યા ગયા બાદ અલકાયદાનું ઝડપી પતન થયું અને ISISનો ઉદય થયો. જોતજોતાંમાં તેણે ઇરાક અને સીરિયાના મોટાંભાગના હિસ્સાઓ પર પોતાનો કબ્જો જમાવી લીધો.
  - જો કે, અમેરિકા અને સીરિયાના દેશોના સૈન્યએ તેમની સામે લડત આપીને તેઓને ખતમ કરી દેવાના આરે લાવી દીધા છે. પરંતુ હજુ પણ કેટલાંક હિસ્સાઓમાં આ લડાઇ યથાવત છે. 
  - ISISએ ઇરાક અને સીરિયાથી બહાર ફ્રાન્સની રાજધાની પેરિસ અને લેબનાનની રાજધાની બેરુતમાં 43 અને પેરિસમાં 129 લોકોનાં જીવ લીધા હતા. 
  - આઇએસએ વર્ષ 2015માં રશિયાની ફ્લાઇટને પણ ઉડાવી દીધી હોવાની દાવો કર્યો હતો જેમાં 224 લોકોનાં મોત થયા હતા. 
  - આ સિવાય પણ યુરોપ અને અમેરિકામાં થયેલા નાના-મોટાં આતંકવાદી હુમલાઓને અંજામ આપવાની જવાબદારી ISISએ પોતાના માથે લીધી છે. 

   

  આગળની સ્લાઇડમાં જાણો, ભારત સાથે શું છે કનેક્શન?

 • Bodies of 39 Indian workers kidnapped by IS militants found in Iraq
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  ભારત કનેક્શન 


  - અત્યાર સુધી ભારતની જમીન પર દેખીતી રીતે કોઇ આતંકી કાર્યવાહીને અંજામ નથી આપ્યો. પરંતુ જે ઘટનાઓ સાથે તેનું નામ જોડાયું છે તેમાં હુમલાને અંજામ આપવા, તેની સાથે જોડાયેલા અથવા તેને સમર્થન આપવાની ઇચ્છા ચોક્કસથી રાખી છે. 
  - ISIS તરફથી તેઓને કોઇ સમર્થન મળ્યું નથી. જો કે, કેરળ જેવા કેટલાંક રાજ્યોમાંથી આ પહેલાં કેટલાંક યુવકોના આ સંગઠન સાથે જોડાયેલા હોવાના અને ઇરાક, સીરિયામાં જઇને યુદ્ધ લડવાની વાત ચોક્કસથી સામે આવી છે. 
  - પરંતુ જ્યાં સુધી આતંકવાદી કાવતરાંને અંજામ સુધી પહોંચાડવાનો મામલો છે, તો આવી કોઇ ઘટનાને ભારતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અંજામ આપવામાં આવ્યો નથી. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે થઇ શરૂઆત?

 • Bodies of 39 Indian workers kidnapped by IS militants found in Iraq
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  કેવી રીતે થઇ શરૂઆત?


  - આઇએસના આતંકની આગ તે સમયે સળગી હતી જ્યારે આતંકી સંગઠન અલ-કાયદાએ વર્ષ 2001માં અમેરિકા પર આતંકવાદી હુમલો કર્યો હતો. 
  - વર્ષ 2001માં જ્યારે અલકાયદાએ અમેરિકા પર આતંકવાદી હુમલો કર્યો હતો, તે સમયે ISIS પણ અલ-કાયદાનો હિસ્સો હતો. 
  - ISIS એટલે કે, ઇસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા એન્ડ ઇરાક ત્યાં સુધી ઇરાકમાં સક્રિય હતું અને તેનો ચીફ અબુ મુસાબ અલ જરકાવી હતો. 
  - જોર્ડનનો રહેવાસી જરકાવીએ ઇરાકમાં બળવાનો ઝંડો બૂલંદ કરીને રાખ્યો હતો અને ઇરાક યુદ્ધ બાદ તે અત્યંત ક્રૂર આતંકી હુમલાઓ કરી રહ્યો હતો. 

   

 • Bodies of 39 Indian workers kidnapped by IS militants found in Iraq
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  સીરિયા અને ઇરાકમાં 2003ના હુમલા સાથે જોડાયેલી છે ઘટના 


  - સીરિયા અને ઇરાકમાં આઇએસના શરૂઆતની વાત 2003ના ઇરાક યુદ્ધ અને અફઘાનિસ્તાન પર અમેરિકાના હુમલા સાથે જોડાયેલી છે. 
  - તેના આતંકે સીરિયાના અંદાજિત 65 લાખ લોકોને બેઘર કરી દીધા છે. અંદાજિત 30 લાખ લોકો સીરિયા છોડીને આસપાસના શહેરોમાં શરણ લઇ ચૂક્યા છે. 
  - જો કે, અમેરિકાન સૈન્યએ 2006માં ઇરાકમાં આઇએસનો ખાતમો કરી દીધો અને તેનો પ્રમુખ અબુ મુસાબ અલ જરકાવીને પણ મારી નાખ્યો હતો. 
  - અમેરિકાના સૈન્યએ આ મિશનમાં જરકાવીમાં અનેક વફાદાર આતંકી પણ પકડાયા હતા, જેમાં ઇરાકના જ સમારા શહેરના રહેવાસી અબૂબક્ર બગદાદી પણ સામેલ હતો. 
  - અમેરિકાના સૈન્યએ છેલ્લાં ચાર વર્ષો સુધી બગદાદીને ઇરાકની અબુ બુક્કા જેલમાં કેદ કરીને રાખ્યો હતો. 
  - વર્ષ 2009માં બગદાદી જેલમાંથી નિકળ્યો ત્યાં સુધી ઇરાક અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી. 

 • Bodies of 39 Indian workers kidnapped by IS militants found in Iraq
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  અબુબક્ર બન્યો ISનો ચીફ 


  - વર્ષ 2009માં અબુબક્ર બગદાદી એકવાર ફરીથી આઇએસ સાથે જોડાયો અને તેના આગામી વર્ષે જ આઇએસના બે ટોપ કમાન્ડરના મોત બાદ તેને આઇએસનો ચીફ બનાવી દેવામાં આવ્યો. 
  - બગદાદીએ ઇસ્લામિક સ્ટેટને ક્રૂરતાની એવી ઉંચાઇ પર પહોંચાડી દીધું જેને લઇને અલકાયદા જેવા આતંકવાદી સંગઠનોએ પણ તેની સાથેના સંપર્ક તોડી નાખ્યા. 
  - વર્ષ 2011માં આતંકી ઓસામા બિન લાદેનનું મોત થયું અને અલકાયદા અત્યંત કમજોર પડી ગયું. 
  - બગદાદીએ સીરિયાના આતંકી સંગઠન અલ નુસરા અને લેવાંત વિસ્તારમાં કામ કરી રહેલા આતંકીઓને પણ પોતાના સંગઠનમાં મેળવી લીધા અને નવા સંગઠનનું નામ રાખવામાં આવ્યું ISIL એટલે કે, હવે બગદાદી મોટાં ઇસ્લામિક રાષ્ટ્રનું સપનું જોઇ રહ્યો હતો, જેને લેવાંત કહેવામાં આવે છે. 
  - સીરિયામાં છેલ્લાં સાત વર્ષોમાં અંદાજિત લાખો લોકો દેશ છોડી ચૂક્યા છે. 

   

  આગળની સ્લાઇડમાં જાણો, અંત તરફ છે સૌથી શક્તિશાળી આતંકી સંગઠન... 

 • Bodies of 39 Indian workers kidnapped by IS militants found in Iraq

  અંત તરફ છે સૌથી શક્તિશાળી સંગઠન? 


  - અત્યંત ખતરનાક થઇ ગયેલા આ આતંકવાદી સંગઠન પાસે ઓટોમેટિક મશીનગન, રોકેટ્સ અને ટેન્ક્સ જેવા અતિ-આધુનિક હથિયારો છે. 
  - આઇએસ આધુનિક કોમ્યુનિકેશનના સાધનો અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યું છે. લોસ એન્જલસ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, વર્ષ 2014માં અંદાજિત 10 હજાર લડાયકો આઇએસમાં સામેલ થયાનું અનુમાન હતું. 
  - આજે આઇએસ ઇન્ટરનેટના માધ્યમથી આખા વિશ્વમાં પ્રચાર તંત્ર ઉભું કરી ચૂક્યું છે. તે સતત વિશ્વના અનેક દેશોમાંથી પોતાના સંગઠન માટે ભરતી કરી રહ્યું છે. 
  - બીજી તરફ ઇરાક અને સીરિયા જેવા દેશોની સરકારોના મજબૂત યુદ્ધ તેના મૂળ નબળાં કરી રહ્યા છે. એક સમયે આખા વિશ્વ પર રાજ કરવાનું સપનું જોનારું આ આતંકી સંગઠન હાલ પોતાના જન્મ બાદની સૌથી કમજોર સ્થિતિમાં છે. 
  - ડર એ વાતનો છે કે જ્યારે અલકાયદા ખતમ થયું ત્યારે દુનિયાને લાગતું હતું કે, આનાથી આતંકવાદથી છૂટકારો મળી જશે. હજુ તો લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યાં સુધી ISISએ પોતાનો ઝંડો બુલંદ કરી લીધો. એવામાં જોવાનું એ રહેશે આ આતંકી સંગઠનનો જો હકીકતમાં ખાતમો થઇ જાય છે તો આતંકની દુનિયામાં ક્યુ નવું રૂપ લે છે. 

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending