Home » International News » Middle East » 14 વર્ષીય કુલસુમ ફાતિમાનું માથામાં ઇજા થવાના કારણે મોત | 14-Year-Old Indian Killed In Iran Bus Accident

ઇરાનઃ ભીષણ બસ દુર્ઘટનામાં એક બાળકીનું મોત, 19 ભારતીયો ઘાયલ

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 12:54 PM

આ જાણકારી સોમવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આપવામાં આવી હતી

  • 14 વર્ષીય કુલસુમ ફાતિમાનું માથામાં ઇજા થવાના કારણે મોત | 14-Year-Old Indian Killed In Iran Bus Accident
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    20 ભારતીય શ્રદ્ધાળુઓની બસ કોમ જઇ રહી હતી

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇરાનમાં થયેલી બસ દુર્ઘટનામાં એક 14 વર્ષની ભારતીય બાળકીનું મોત થયું છે અને અન્ય 19 ભારતીયો ઘાયલ થયા છે. આ જાણકારી સોમવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આપવામાં આવી હતી.

    18 લોકોની સારવાર, 1 ગંભીર રીતે ઘાયલ


    - આ દુર્ઘટનામાં મોહમ્મદ અલી નામનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જે હાલ આઇસીયુમાં છે.
    - બાકીના 18 લોકોને પ્રાથમિક ઉપચાર બાદ રજા આપી દેવામાં આવી છે.
    - વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, તેઓનો સ્ટાફ દરેક પ્રકારની મદદ માટે હોસ્પિટલમાં મોજૂદ છે. ઉલ્લેખનીય છે કે, આ 20 ભારતીય તીર્થયાત્રી ક્યૂમ શહેર જઇ રહ્યા હતા. આ સ્થળને ઇસ્લામમાં પવિત્ર ગણવામાં આવે છે.
    - સુષ્માએ ટ્વીટર પર જણાવ્યું કે, તેહરાનની ભારતીય એમ્બેસીથી તેઓને જાણકારી મળી છે. 20 ભારતીય શ્રદ્ધાળુઓની બસ કોમ જઇ રહી હતી જે ગઇકાલે રાત્રે દુર્ઘટનાનો શિકાર થઇ.
    - આ ઘટનામાં 14 વર્ષીય કુલસુમ ફાતિમાનું માથામાં ઇજા થવાના કારણે મોત થયું છે.

  • 14 વર્ષીય કુલસુમ ફાતિમાનું માથામાં ઇજા થવાના કારણે મોત | 14-Year-Old Indian Killed In Iran Bus Accident
    સુષ્માએ ટ્વીટર પર જણાવ્યું કે, તેહરાનની ભારતીય એમ્બેસીથી તેઓને જાણકારી મળી છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ