ઇરાનના વિનાશક પૂરમાં મૃત્યુઆંક 62એ પહોંચ્યો, 70 ગામો ખાલી કરાવ્યા; તમામ ડેમ ઓવરફ્લો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારે વરસાદ બાદ મોટાંભાગની નદીઓનું જળસ્તર વધી ગયું હતું. ઇમરજન્સી સર્વિસે લોકોને બહાર નહીં નિકળવાની અપીલ કરી હતી. - Divya Bhaskar
ભારે વરસાદ બાદ મોટાંભાગની નદીઓનું જળસ્તર વધી ગયું હતું. ઇમરજન્સી સર્વિસે લોકોને બહાર નહીં નિકળવાની અપીલ કરી હતી.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇરાન છેલ્લાં ઘણાં દિવસોથી ભયંકર પૂરનો સામનો કરી રહ્યું છે. ઇરાની મીડિયા અનુસાર, હાલમાં આવેલા પૂરના કારણે મૃતકોની સંખ્યા 62 થઇ ગઇ છે. બુધવારે સામે આવેલા પૂરના રિપોર્ટ અનુસાર, છેલ્લાં બે અઠવાડિયાથી આવેલા પૂરના કારણે દેશના અલગ અલગ શહેરોમાં લોકોનાં મોત થયા છે અને અંદાજિત 90થી વધુ લોકો ઘાયલ છે. બુધવારે પ્રેસિડન્ટ હસન રુહાનીએ કહ્યું કે, અમેરિકાના પ્રતિબંધોના કારણે ઇન્ટરનેશનલ રાહતો અટકી રહી છે. અત્યારે ઇરાનમાં હજારો લોકોને મદદ, રાહત અને દવાઓની જરૂર છે. 


70 ગામો ખાલી કરાવવામાં આવ્યા 


- ઇરાન ઓથોરિટીએ સાઉથ-ઇસ્ટર્ન પ્રદેશના ખુઝેસ્તાનમાંથી 70 ગામોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. મંગળવારે આખા ઇરાનમાં સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. છેલ્લાં એક દાયકાથી આવેલા ઇરાનમાં આવેલું આ સૌથી ભંયકર પૂર છે. બે અઠવાડિયામાં 47 લોકોનાં મોત થયા હતા, જે આંકડો બાદમાં 57એ પહોંચ્યો હતો. બુધવાર સુધી માત્ર એક દિવસમાં મૃત્યુઆંક 62એ પહોંચી ગયો હતો. 
- ઇરાન રેડ ક્રિસેન્ટના હેડ અલી અસગરના જણાવ્યા અુસાર, ખુઝેસ્તાનમાં પૂરનું પાણી હવે ક્રૂડ ઓઇલથી ભરપૂર પ્રદેશો તરફ આગળ વધી રહ્યું છે. અમારાં ડેમ 95 ટકા ભરાઇ ગયા છે, કેટલાંક ઓવરફ્લો થઇ રહ્યા છે. તેથી જ અમારે ગણતરીના દિવસોમાં જ અંદાજિત 1 લાખ લોકોનું સ્થળાંતર કરાવવું પડશે. 
- ખુઝેસ્તાનમાં સૌથી વધુ ડેમ આવેલા છે, પરંતુ પૂર અને ભારે વરસાદના કારણે મોટાંભાગના ડેમ્સ ઝડપથી ઓવરફ્લો થઇ રહ્યા છે.
- ઇરાની મીડિયા અનુસાર, પૂરના પ્રભાવિત વિસ્તારોમાં વીજળી અને ટેલિકોમ્યુનિકેશન સર્વિસ ઠપ થઇ ગઇ છે. મુખ્ય રસ્તાઓ ધોવાઇ ગયા છે, હજુ પણ કેટલાંક ગામોમાં લોકો મકાનોની છત પર બેસીને રેસ્ક્યૂ માટે રાહ જોઇ રહ્યા છે.