Home » International News » Middle East » Latest footage shows a distraught man carrying the body of a dead child

સીરિયામાં હવાઇ હુમલા યથાવત, યુદ્ધ વિરામની UN બેઠક નિષ્ફળ

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 12:48 PM

સીરિયામાં ગત રવિવારથી ચાલી રહેલા હવાઇ હુમલાઓને રોકવાની યુનાઇટેડ નેશન્સની બેઠક નિષ્ફળ રહી

 • Latest footage shows a distraught man carrying the body of a dead child
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયામાં પૂર્વીય ઘોઉટામાં સૈન્યએ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રવિવારથી ચાલી રહેલી આ હિંસાને અટકાવવાના હેતુથી ગુરૂવારે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક પણ નિષ્ફળ રહી. આ બેઠકમાં સીરિયામાં ચાલી રહેલા હવાઇ હુમલાઓને 30 દિવસોના સંઘર્ષ વિરામ સંબંધિત પ્રસ્તાન પર ચર્ચા કરવામાં આવી. પરંતુ રશિયાના વલણ બાદ આ પ્રસ્તાવ પસાર થઇ શક્યો નથી.


  સામે આવ્યું હવાઇ હુમલાનું ફૂટેજ


  - રવિવારથી ચાલી રહેલા હવાઇ હુમલાના લેટેસ્ટ ફૂટેજમાં એક વ્યક્તિ તેના મૃત બાળકના શરીરને લઇ જતો દેખાઇ રહ્યો છે.
  - આ વીડિયોમાં કેવી રીતે મૃત બાળકોના અંતિમ સંસ્કાર શક્ય નહીં હોવાના કારણે, તેઓના મૃતદેહોને અનિવાર્યપણે ટ્રકમાં લાદવામાં આવે છે તે જોવા મળે છે.
  - આ પહેલાં પણ અહીંની પરિસ્થિતિ અંગે રિપોર્ટ આપી રહેલા કેમેરામેનને કાટમાળમાં તેના કાકી, પિતરાઇઓ અને દાદી ફસાયેલા જોવા મળ્યા. તેઓ પૂર્વીય ઘોઉટામાં એક ફ્લેટ નીચે દટાયેલા હતા.
  - એર સ્ટ્રાઇક્સને આજે પાંચમો દિવસ છે અને સીરિયામાં હિંસા હજુ પણ યથાવત છે. સૈન્યએ અહીં આતંકવાદીઓના મોતના કાવતરાં હેઠળ ઘોઉટામાં 403થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. મૃતકોમાં 100થી વધુ સંખ્યા બાળકોની છે.


  આગળની સ્લાઇડ્સમાં જાણો, રશિયાએ કેમ પ્રસ્તાવ સામે ઉઠાવ્યો વાંધો...

 • Latest footage shows a distraught man carrying the body of a dead child
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  માનવતાવાદી યુદ્ધ વિરામ માટે રશિયાનું વિરોધી વલણ 

   

  - આ તરફ રશિયા યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની મીટિંગમાં માનવતાવાદી યુદ્ધવિરામ માટે રાજી નથી થયું. 
  - યુદ્ધ વિરામ સંબંધે સ્વીડન અને કુવૈત તરફથી એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ રશિયા આ પ્રસ્તાવ સંશોધન ઇચ્છે છે. રશિયા તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હાલના પ્રસ્તાવથી રશિયાના સમર્થનવાળી સીરિયન ગવર્મેન્ટ પર સરકારનું જ દબાણ વધશે. 
  - યુનાઇટેડ નેશન્સમાં રશિયાના પ્રતિનિધિ વેસ્લી નેબેનજ્યાએ કહ્યું કે, રશિયા એ વાતની ગેરેન્ટી ઇચ્છે કે, રજૂ કરવામાં આવેલો પ્રસ્તાવ ખરેખર જ કારગત સાબિત થશે. 
  - વેસ્લીએ કહ્યું કે, સંઘર્ષ વિરામનો અસલી પડકાર તેના ઉપર અમલ કરવામાં આવે તે છે. આપણે માત્ર નિર્ણય લેવા માટે સંઘર્ષવિરામનો નિર્ણય ના લેવો જોઇએ, પરંતુ એ સુનિશ્ચિત કરવું જોઇએ કે, આ યુદ્ધવિરામ ગ્રાઉન્ડ ફોર્મમાં કેટલું કારગત સાબિત થશે. રશિયા હંમેશા એવું ઇચ્છે છે કે, યુનાઇટેડ નેશન્સના નિર્ણયો યથાર્થવાદી હોય, લોક લોભામણીવાળા નહીં. 

   

  આગળની સ્લાઇડમાં જાણો, UNમાં રશિયાના વલણનો વિરોધ... 

 • Latest footage shows a distraught man carrying the body of a dead child
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  એર સ્ટ્રાઇક્સને આજે પાંચમો દિવસ છે અને સીરિયામાં હિંસા હજુ પણ યથાવત છે

  રશિયાના વલણનો વિરોધ 


  - પશ્ચિમ દેશોના પ્રતિનિધિઓએ રશિયાના આ વલણને સીરિયન સરકારનું સમર્થન કરતા પગલાંવાળું ગણાવ્યું છે. જેનાથી સીરિયામાં યુદ્ધવિરામની કોશિશમાં સમય લાગી શકે. 
  - સીરિયાની સરકાર તરફથી વિદ્રોહીઓના કબ્જાવાળા પૂર્વ ગોતામાં છેલ્લાં 5 દિવસોથી સતત બોમ્બવર્ષા થઇ રહી છે. 
  - આ બોમ્બ બ્લાસ્ટ્સના કારણે 400થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. યુનાઇટેડ નેશન્સના એક આંકડા અનુસાર, પૂર્વીય ઘોઉટામાં 3 લાખ, 93 હજાર લોકો ફસાયેલા છે. 

   

  આગળની સ્લાઇડમાં જાણો, એઇડ એજન્સી (સહાયક એજન્સી)એ શું કહ્યું...

   

 • Latest footage shows a distraught man carrying the body of a dead child
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  મૃત બાળકોના અંતિમ સંસ્કાર શક્ય નહીં હોવાના કારણે, તેઓના મૃતદેહોને અનિવાર્યપણે ટ્રકમાં લાદવામાં આવે છે

  સહાયતા એજન્સીઓએ વિસ્તારની હાલતનો આપ્યો ચિતાર 


  - પૂર્વીય ઘોઉટામાં પ્રભાવિત લોકો માટે કામ કરી રહેલી સહાયક એજન્સીઓએ વિસ્તારની પરિસ્થિતિને ભયાનક ગણાવી છે. 
  - સહાયક એજન્સીના એક પ્રવક્તાએ જણાવ્યું કે, આ વિસ્તાર નષ્ટ થવાના આરે આવી ગયો છે. તેઓએ કહ્યું ક, જ્યારે હું અહીંયા નવેમ્બર મહિનામાં હતી, ત્યારે અહીંની પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. હવે હાલત બદથી બદતર થઇ ગઇ છે. સામાન્ય નાગરિકોને મારવામાં આવે છે અને તેઓને બચાવવાના દરેક સંભવ પ્રયત્નો અમે લોકો કરી રહ્યા છીએ. 

   

 • Latest footage shows a distraught man carrying the body of a dead child
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  પૂર્વીય ઘોઉટાથી આવતા રિપોર્ટ્સનું સીરિયા સૈન્યએ ખંડન નથી કર્યુ. સૈન્યનું કહેવું છે કે, સેના વિરૂદ્ધ જ્યાંથી હુમલા કરવામાં આવ્યા છે, ત્યાં તેણે 'સટીક હુમલા' કર્યા છે.
 • Latest footage shows a distraught man carrying the body of a dead child
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  અલેપ્પો સાંસદ ફારિસ શહાબીએ કહ્યું કે, સીરિયન સરકાર આતંકવાદીઓ ઉપર હુમલો કરી રહી છે, નાગરિકો પર નહીં.
 • Latest footage shows a distraught man carrying the body of a dead child
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  સૈન્ય હુમલાના કારણે અત્યાર સુધી 15 હજાર લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા છે.
 • Latest footage shows a distraught man carrying the body of a dead child
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ઘોઉટા, દમિશ્કથી 15 કિ.મી. દૂર છે. અહીં 22 સમાજના લોકો રહે છે. રશિયાએ તેને બળવાખોરોનું ક્ષેત્ર જાહેર કરી દીધું છે.
 • Latest footage shows a distraught man carrying the body of a dead child
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઘોઉટાની સ્થિતિ 1990ના દાયકા જેવી થઈ છે. તે સમયમાં જે પ્રકારે ઘોઉટામાં નરસંહાર થયો હતો તે રીતે સૈન્ય આજે નરસંહાર કરી રહ્યું છે. આ હવાઈ હુમલા નથી પરંતુ સામૂહિક હત્યા છે.
 • Latest footage shows a distraught man carrying the body of a dead child
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઘોઉટાની વસતી 4 લાખ છે. તે 2012થી બળવાખોરોના કબ્જામાં છે.
 • Latest footage shows a distraught man carrying the body of a dead child
  સીરિયા અને ઇરાનના આ ક્ષેત્રને વિદ્રોહી ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ