1

Divya Bhaskar

Home » International News » Middle East » કેમિકલ અટેકમાં અત્યાર સુધી 150 લોકોનાં મોત | Regime accused of dropping a barrel bomb containing poisonous chemicals

સીરિયામાં ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન, કેમિકલ બ્લાસ્ટ્સમાં 150ના મોત

Divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 02:17 PM IST

ઇટ હેલમેટ્સ સંસ્થાએ પોસ્ટ કરેલી તસવીરોમાં બેઝમેન્ટમાં કેટલાંક શબ જોવા મળી રહ્યા છે

 • કેમિકલ અટેકમાં અત્યાર સુધી 150 લોકોનાં મોત | Regime accused of dropping a barrel bomb containing poisonous chemicals
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  ડોમા ટાઉનમાં આવેલી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સીરિયાના ત્રણ બાળકો

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયામાં બળવાખોરોના કબજાવાળા પૂર્વીય ઘોઉટા વિસ્તારમાં સૈન્યએ ફરી એકવાર કેમિકલ હુમલો કર્યો છે. અહીંના સ્થાનિક રાહત બચાવ કાર્યકરોનું કહેવું છે કે, પૂર્વીય ઘોઉટના ડોમા શહેરમાં સૈન્યએ બેરેલ બોમ્બ સ્ટ્રાઇક કરી છે જેમાં ઝેરી કેમિકલ હતું. વ્હાઇટ હેલમેટ્સ રિલિફ ઓર્ગેનાઇઝેશન અનુસાર, આ કેમિકલ અટેકમાં અત્યાર સુધી 150 લોકોનાં મોત થયા છે. જ્યારે 1,000થી વધુ લોકો કેમિકલની અસર હેઠળ છે. જ્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, મૃતકોની સંખ્યા આનાથી પણ વધુ હોઇ શકે છે. આ હુમલો યુએન સિક્યોરિટી કાઉન્સિલના યુદ્ધવિરામના 10 દિવસ બાદ થયો છે.

  150 લોકોનાં મોતનું ટ્વીટ કર્યુ ડિલીટ

  - પૂર્વીય ઘોઉટામાં વિદ્રોહીઓના કબજાવાળું ડોમા અંતિમ શહેર છે. સીરિયામાં વ્હાઇટ હેલમેટ્સ સંસ્થાએ તેઓના ટ્વીટર પર કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં બેઝમેન્ટમાં કેટલાંક શબ જોવા મળી રહ્યા છે.
  - સંસ્થાનું કહેવું છે કે, મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. જો કે, હજુ સુધી સ્વતંત્ર રીતે આ સમાચારનું પુષ્ટીકરણ મળ્યું નથી.
  - ધ વ્હાઇટ હેલમેટ્સ સંસ્થઆએ પહેલાં ટ્વીટર પર 150 લોકોનાં મોતની વાત કહી હતી, પરંતુ બાદમાં આ ટ્વીટ હટાવી દીધી હતી.

  સીરિયાના સૈન્યએ કેમિકલ બ્લાસ્ટના આરોપો નકાર્યા

  - સીરિયાના સૈન્યએ કહ્યું કે, કેમિકલ બ્લાસ્ટના સમાચાર માત્ર એક 'જૂઠ અને અફવા' સિવાય કંઇ જ નથી. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, તેઓની નજર આ સમાચારો પર સતત છે.
  - સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી આવેલા નિવેદન અનુસાર, રશિયા હાલ સીરિયાના સૈન્ય તરફથી લડી રહ્યું છે. જો કેમિકલ હુમલો થયો છે તો આ માટે રશિયાના સૈન્યને જવાબદાર ગણવું જોઇએ.
  - 'ભૂતકાળમાં પણ રશિયા ગવર્મેન્ટે પોતાના લોકો વિરૂદ્ધ જ કેમિકલ હુમલાઓ કર્યા હોવાના ઉદાહરણ છે અને તેને લઇને કોઇ વિવાદની સ્થિતિ નથી. રશિયાએ અંતે અગણિત સીરિયન નાગરિકો પર કેમિકલ હથિયારો અને બોમ્બથી ક્રૂર હુમલાની જવાબદારી લેવી જ પડશે.'
  - ઘોઉટામાં વિપક્ષ સમર્થક મીડિયા અનુસાર, આ કેમિકલ એરસ્ટ્રાઇકમાં 1,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કથિત રીતે એક હેલિકોપ્ટરમાંથી બેરલ બોમ્બ ફેંકવામાં આવ્યા જેમાં સેરેન અને ટોક્સિક નર્વ એજન્ટ હતા.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, કેમિકલ એરસ્ટ્રાઇક બાદ ડોમા ટાઉનની સ્થિતિની તસવીરો...

  (Latest Gujarati News | Gujarat Samachar) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચો આજનું રાશિફળ, રાષ્ટ્રીય સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર, બોલીવુડ સમાચાર અને રમત સમાચાર બધાથી ઝડપી દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર.
  (Read News in Gujarati from Divya Bhaskar)
 • કેમિકલ અટેકમાં અત્યાર સુધી 150 લોકોનાં મોત | Regime accused of dropping a barrel bomb containing poisonous chemicals
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  કેમિકલ અટેક બાદ સારવારની રાહ જોઇ રહેલો બાળક, આ હુમલામાં 70થી વધુ લોકોને શ્વાસોશ્વાસની તકલીફ થઇ છે.
 • કેમિકલ અટેકમાં અત્યાર સુધી 150 લોકોનાં મોત | Regime accused of dropping a barrel bomb containing poisonous chemicals
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  કેમિકલ અટેક બાદ મેડિકલ ટ્રીટમેન્ટ લઇ રહેલા બાળકો
 • કેમિકલ અટેકમાં અત્યાર સુધી 150 લોકોનાં મોત | Regime accused of dropping a barrel bomb containing poisonous chemicals
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  ઝેરી કેમિકલની અસર હેઠળ ઓક્સિજન માસ્ક પહેરીને સારવાર લઇ રહેલો વ્યક્તિ
 • કેમિકલ અટેકમાં અત્યાર સુધી 150 લોકોનાં મોત | Regime accused of dropping a barrel bomb containing poisonous chemicals
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  કેમિકલ એરસ્ટ્રાઇક બાદ ડોમા ટાઉનમાં જોવા મળતા ધૂમાડાનાં દ્રશ્યો
 • કેમિકલ અટેકમાં અત્યાર સુધી 150 લોકોનાં મોત | Regime accused of dropping a barrel bomb containing poisonous chemicals
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  આ ફોટોગ્રાફને સીરિયન ઓફિશિયલ ન્યૂઝ એજન્સીએ રિલીઝ કર્યો છે. જેમાં એક હુમલામાં કારને આગ લગાવી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આર્મી ઓફ ઇસ્લામ રિબેલ ગ્રુપ દ્વારા દમાસ્કતમાં આ હુમલો કર્યો છે.
 • કેમિકલ અટેકમાં અત્યાર સુધી 150 લોકોનાં મોત | Regime accused of dropping a barrel bomb containing poisonous chemicals
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, તેઓની નજર આ સમાચારો પર સતત છે.
 • કેમિકલ અટેકમાં અત્યાર સુધી 150 લોકોનાં મોત | Regime accused of dropping a barrel bomb containing poisonous chemicals
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઘોઉટામાં વિપક્ષ સમર્થક મીડિયા અનુસાર, આ કેમિકલ હુમલામાં 1,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે.
 • કેમિકલ અટેકમાં અત્યાર સુધી 150 લોકોનાં મોત | Regime accused of dropping a barrel bomb containing poisonous chemicals
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પૂર્વીય ઘોઉટામાં વિદ્રોહીઓના કબજાવાળું ડોમા અંતિમ શહેર છે.
 • કેમિકલ અટેકમાં અત્યાર સુધી 150 લોકોનાં મોત | Regime accused of dropping a barrel bomb containing poisonous chemicals
  સ્થાનિક સંસ્થાના જણાવ્યા અનુસાર, મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. જો કે, હજુ સુધી સ્વતંત્ર રીતે આ સમાચારનું પુષ્ટીકરણ મળ્યું નથી.

More From International News

Trending