સાઉદીમાં સ્વામિનારાયણ હિન્દુ મંદિરના નિર્માણનો પાયો નાખશે મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણ ગલ્ફ દેશોની મુલાકાતે રવાના થઇ ગયા હતા

divyabhaskar.com | Updated - Feb 09, 2018, 07:50 PM
નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયામાં
નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયામાં

ઇન્ટરનેશનલ ડેસ્કઃ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે લોન્ચ થઇ રહેલા હિન્દુ મંદિરના વિધિવત કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણ ગલ્ફ દેશોની મુલાકાતે રવાના થઇ ગયા હતા. આ દરમિયાન તેઓ 9થી 12 ફેબ્રુઆરી સુધી પેલેસ્ટાઇન, યુએઇ અને ઓમાનના નેતાઓ સાથે ગલ્ફ અને વેસ્ટ એશિયન વિસ્તારમાં ભારતની પ્રાયોરિટીમાં સામેલ છે. આ દેશોની સાથે ભારતના સંબંધોને મજબૂતી મળશે.

- મંદિરના નિર્માણ સૂત્ર સંભાળી રહેલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસે અબુધાબીથી જણાવ્યું કે, ‘‘યુનાઈટેડ આરબ અમીરાતની મુખ્ય રાજધાની અબુધાબીના ક્રાઉન પ્રિન્સ દ્વારા અબુધાબી ખાતે આપવામાં આવેલ જમીન પર હિન્દુ મંદિરના નિર્માણનો આરંભ થઈ રહ્યો છે.

- અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શ્રી શેખ મહોમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા બંને દેશોના લોકોની સંવાદિતા માટેની કટિબદ્ધતા બદલ અમે સૌના આભારી છીએ.

આગળની સ્લાઇડ્સમાં જાણો, આ મંદિર વિશે વધુ વિગતો અને જુઓ Video...

હિન્દુ મંદિરના વિધિવત કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે (ફાઇલ)
હિન્દુ મંદિરના વિધિવત કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે (ફાઇલ)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણ ગલ્ફ દેશોની મુલાકાતે આજે શુક્રવારે રવાના થઇ ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણ ગલ્ફ દેશોની મુલાકાતે આજે શુક્રવારે રવાના થઇ ગયા હતા.

33 લાખથી વધુ ભારતીયોને મળશે લાભ 

 

- દુબઈ-અબુધાબી હાઈવે પર અબુ મુરૈકાહ ખાતે રચાઈ રહેલું પરંપરાગત શૈલીનું આ હિન્દુ મંદિરનું ઘડતરકામ ભારતીય કારીગરો દ્વારા ભારતમાં થશે અને અબુધાબી ખાતે તેનું નિર્માણ થશે. 
- વિઝીટર સેન્ટર, પ્રાર્થના ખંડો, પ્રદર્શનો, મૂલ્યો શિખવતાં ખંડો, બાળકો અને યુવાનો માટે સ્પોર્ટ્સ સુવિધાઓ, થિમેટિક બગીચાઓ, જળસંશાધનો, ફૂટકોર્ટ બુકસ્ટોલ વગેરે જેવી સુવિધાઓ સાથેના આ મંદિરનું નિર્માણકાર્ય સન 2020 સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી સંભાવનાઓ છે. 
- બધી જ માન્યતા અને ભૂમિકાવાળા તમામ લોકો માટે ખુલ્લું આ મંદિર ધર્મ અને જાતિના ભેદથી પર હશે, જે યુ.એ.ઈ.ના પ્રેમ, સહિષ્ણુતા, સંવાદિતા તથા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના એક ઉદાત્ત હેતુઓને સાર્થક કરશે. આ મંદિર હિન્દુ ધર્મની પરંપરાગત ધાર્મિક વિધિવિધાનો સાથે યુ.એ.ઈ. ખાતે રહેતા 33 લાખથી વધુ ભારતીયો અને પ્રવાસી તરીકે આવતા અનેક લોકોને આંતરધર્મીય સંવાદ, પ્લુરલિઝમ અને વૈશ્વિક માનવીય મૂલ્યોની પ્રેરણા આપશે. 
- યુ.એ.ઈ.ની સ્કાયલાઈનમાં આ મંદિર એક લેન્ડમાર્ક તરીકે ઉપરાશે. જે સૌંદર્ય, શાંતિ, આધ્યાત્મિકતા અને સંવાદિતાની જ્યોતિ બની રહેશે. તેમજ શ્રદ્ધા અને મૈત્રીનું એક વૈશ્વિક પ્રતિક બની રહેશે.

યુ.એ.ઈ.ના આ હિન્દુ મંદિરની ડિઝાઈન, તેનું નિર્માણ અને તેના સંચાલન માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને પસંદ કરવામાં આવી છે
યુ.એ.ઈ.ના આ હિન્દુ મંદિરની ડિઝાઈન, તેનું નિર્માણ અને તેના સંચાલન માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને પસંદ કરવામાં આવી છે
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસ
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસ
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસ
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસ
X
નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયામાંનરેન્દ્ર મોદી સાઉદી અરેબિયામાં
હિન્દુ મંદિરના વિધિવત કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે (ફાઇલ)હિન્દુ મંદિરના વિધિવત કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે (ફાઇલ)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણ ગલ્ફ દેશોની મુલાકાતે આજે શુક્રવારે રવાના થઇ ગયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણ ગલ્ફ દેશોની મુલાકાતે આજે શુક્રવારે રવાના થઇ ગયા હતા.
યુ.એ.ઈ.ના આ હિન્દુ મંદિરની ડિઝાઈન, તેનું નિર્માણ અને તેના સંચાલન માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને પસંદ કરવામાં આવી છેયુ.એ.ઈ.ના આ હિન્દુ મંદિરની ડિઝાઈન, તેનું નિર્માણ અને તેના સંચાલન માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને પસંદ કરવામાં આવી છે
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસબીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસ
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસબીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App