ઇજિપ્તની કોર્ટે એકસાથે 75 લોકોને ફટકારી મોતની સજા, 47ને આજીવન કેદ

2013માં પદભ્રષ્ટ પ્રેસિડન્ટ મોહમ્મદ મુર્સીના સમર્થકો પર સુરક્ષાબળોની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 600 લોકોનાં મોત થયા હતા

divyabhaskar.com | Updated - Sep 09, 2018, 06:50 PM
આ પ્રદર્શકારી મુર્સીના સમર્થક અને મુસ્લિમ બ્રધરહૂડના સભ્યો હતા. (ફાઇલ)
આ પ્રદર્શકારી મુર્સીના સમર્થક અને મુસ્લિમ બ્રધરહૂડના સભ્યો હતા. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇજિપ્તની એક કોર્ટે 2013ના પ્રદર્શન મામલે મુસ્લિમ બ્રધરહૂડના પ્રમુખ નેતાઓ સહિત 75 લોકોને મોતને સજાનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે 739 આરોપીઓને બ્રધરહૂડના પ્રમુખ મોહમ્મદ બડાઇ અને 46 અન્યને ઉંમરકેદની સજા આપી. તેઓને ઉપર હત્યા અને સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપ હતા.

- એક ફોટો જર્નાલિસ્ટ મેહમૂદ અબુ જૈદને પાંચ વર્ષ કેદની સજા ફટકારી છે. તેને શૌકનના નામથી પણ ઓળખવામાં આવે છે.
- શૌકનને ઓગસ્ટ 2013ના રોજ સુરક્ષાબળો અને પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુર્સીના સમર્થકોની વચ્ચે હિંસક લડાઇને કવર કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી.
- ઉલ્લેખનીય છે કે, 2013માં આ પ્રદર્શનને સમાપ્ત કરવા માટે સુરક્ષાબળોની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 600 લોકોનાં મોત થયા હતા. તેમાં સૌથી વધુ મોત કાહિરાના રાબા અલ-અદવિયા સ્ક્વેર પર થયા હતા.
- આ પ્રદર્શકારી મુર્સીના સમર્થક અને મુસ્લિમ બ્રધરહૂડના સભ્યો હતા. પ્રદર્શનકારીઓએ અબ્દેલ ફતહ અલ-સિસીના સૈન્ય તખ્તાપલટ વિરૂદ્ધ મોરસીના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા હતા.
- અલ-સિસીને 3 જુલાઇ, 2013ના રોજ પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા.

X
આ પ્રદર્શકારી મુર્સીના સમર્થક અને મુસ્લિમ બ્રધરહૂડના સભ્યો હતા. (ફાઇલ)આ પ્રદર્શકારી મુર્સીના સમર્થક અને મુસ્લિમ બ્રધરહૂડના સભ્યો હતા. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App