પાકિસ્તાન માટે દુબઇના દરવાજા બંધ? પોલીસે કહ્યું - માત્ર ભારતીયોને જ આપો નોકરી

અધિકારીએ લખ્યું કે, હું મારાં દેશના નાગરિકોને અપીલ કરુ છું કે, તેઓ પાકિસ્તાની નાગરિકોને નોકરી ના આપે

divyabhaskar.com | Updated - Apr 05, 2018, 06:37 PM
પોલીસ અધિકારીએ પાકિસ્તાની સમુદાય સામે અશાંતિ ફેલાવવા ઉપરાંત ક્રાઇમ અને સ્મગલિંગ કરવાનો આરોપ લગાવ્યા છે. (ફાઇલ)
પોલીસ અધિકારીએ પાકિસ્તાની સમુદાય સામે અશાંતિ ફેલાવવા ઉપરાંત ક્રાઇમ અને સ્મગલિંગ કરવાનો આરોપ લગાવ્યા છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાન અને તેના નાગરિકો માટે આ સમય અત્યંત મુશ્કેલ સાબિત થઇ રહ્યો છે. ઇન્ટરનેશનલ લેવલ પર દેશ તરીકે પાકિસ્તાનની સ્થિતિ તો દયનીય છે જ, સાથે જ તેના નાગરિકો વિશે પણ સતત ખરાબ સમાચારો આવી રહ્યા છે. પાકિસ્તાન માટે ગલ્ફ દેશો હંમેશાથી સર્વસુલભ અને તેઓના હિતેચ્છુ ગણાય છે, પરંતુ હવે આ દેશોના દરવાજા પાકિસ્તાન નાગરિકો માટે કાયમી ધોરણે બંધ થઇ રહ્યા હોવાના સમાચાર છે. દુબઇના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ટ્વીટ કરીને ભારતીયોના વખાણ કર્યા છે, જ્યારે પાકિસ્તાનના નાગરિકોની નિંદા કરી છે.

પાકિસ્તાન પર લગાવ્યા અશાંતિ ફેલાવવાના આરોપ


- આ પોલીસ અધિકારીએ પાકિસ્તાની સમુદાય સામે અશાંતિ ફેલાવવા ઉપરાંત ક્રાઇમ અને સ્મગલિંગ કરવાનો આરોપ લગાવ્યા છે. જ્યારે સામે પક્ષે ભારતીયોને અત્યંત અનુશાસનમાં રહેનાર કર્મચારીઓ ગણાવ્યા.
- લેફ્ટનન્ટ જનરલ અને દુબઇમાં સિક્યોરિટી ચીફ ધાહી ખલફાને આ ટ્વીટ ડ્રગ સ્મગલિંગ મામલે પાકિસ્તાનીઓની ગેંગ પકડ્યા બાદ કરી.
- બીજી તરફ, પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે, ખલફાન પોતાની વિવાદાસ્પદ ટ્વીટ મામલે ઓળખાય છે. કદાચ આ જ કારણ છે કે, તેઓના અત્યારે 2.66 મિલિયનથી પણ વધુ ફૉલોઅર્સ છે.
- ખલિફાને ધરપકડ કરાયેલા પાક. નાગરિકોનો ફોટોગ્રાફ પોસ્ટ કર્યો અને કોમેન્ટ કરી. તેઓએ સ્થાનિક ભાષામાં લખેલી કોમેન્ટ્સને યુએઇવાયરલ.કોમએ ટ્રાન્સલેટ કરી.
- જે અનુસાર ખલિફાનની ટ્વીટમાં લખાયું છે કે, પાકિસ્તાન ગલ્ફ સોસાયટી માટે મોટું જોખમ બનતા જઇ રહ્યા છે. કારણ કે, તેઓ પોતાની સાથે આપણાં દેશમાં ડ્રગ્સ લઇને આવી રહ્યા છે. આપણે તેઓને અહીં પ્રવેશ ના આપવો જોઇએ.
- જો કે, આ ટ્વીટની સૌથી ખાસ વાત એ રહી કે, તેઓએ એક તરફ પાકિસ્તાની નાગરિકોની નિંદા કરી તો ભારતીય નાગરિકોના ભરપેટ વખાણ કરી તેઓને અનુશાસિત ગણાવ્યા.


ભારતીયોના કર્યા વખાણ


- ધાહી ખલફાને ટ્વીટમાં લખ્યું કે, ભારતીયો વધુ અનુશાસિત હોય છે, જ્યારે પાકિસ્તાની ગ્રુપના લોકો અશાંતિ, ક્રાઇમ અને સ્મગલિંગને પ્રોત્સાહન આપે છે. આ અધિકારીએ ત્યાં સુધી કહ્યું કે, દુબઇમાં કોઇ સંસ્થાએ પાકિસ્તાની નાગરિકને પોતાને ત્યાં નોકરી પર ના રાખવા જોઇએ.
- દુબઇના આ ઉચ્ચ અધિકારીએ લખ્યું કે, હું મારાં દેશના નાગરિકોને અપીલ કરુ છું કે, તેઓ પાકિસ્તાની નાગરિકોને નોકરી ના આપે. પાકિસ્તાનીઓને નોકરી ના આપવી તે હવે આપણું રાષ્ટ્રીય કર્તવ્ય બની ગયું છે. અધિકારીએ એમ પણ કહ્યું કે, પાકિસ્તાની નાગરિક ગલ્ફ દેશ માટે ખતરનાક થઇ રહ્યા છે.
- ગલ્ફ ક્ષેત્રમાં પાકિસ્તાની નાગરિકોના સ્થાને ભારતીય અને બાંગ્લાદેશી નાગરિકોને નોકરી આપવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
- 2016માં ગલ્ફમાં પાક. નાગરિકોને નોકરી આપવાના રેશિયોમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

દુબઇના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ટ્વીટ કરીને ભારતીયોના વખાણ કર્યા છે. (ફાઇલ)
દુબઇના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ટ્વીટ કરીને ભારતીયોના વખાણ કર્યા છે. (ફાઇલ)
X
પોલીસ અધિકારીએ પાકિસ્તાની સમુદાય સામે અશાંતિ ફેલાવવા ઉપરાંત ક્રાઇમ અને સ્મગલિંગ કરવાનો આરોપ લગાવ્યા છે. (ફાઇલ)પોલીસ અધિકારીએ પાકિસ્તાની સમુદાય સામે અશાંતિ ફેલાવવા ઉપરાંત ક્રાઇમ અને સ્મગલિંગ કરવાનો આરોપ લગાવ્યા છે. (ફાઇલ)
દુબઇના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ટ્વીટ કરીને ભારતીયોના વખાણ કર્યા છે. (ફાઇલ)દુબઇના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ટ્વીટ કરીને ભારતીયોના વખાણ કર્યા છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App