સીરિયામાં નાગરિકો પર નાપામ બોમ્બથી હવાઇ હુમલા, 37 બળીને ખાક

લડાયક વિમાનોથી હુમલો કરવા માટે 'નાપામ' બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો.

divyabhaskar.com | Updated - Mar 24, 2018, 12:57 PM
સીરિયા સિવિલ ડિફેન્સ તરફથી મૃતદેહો અને આગના ફોટોગ્રાફ્સ ઓનલાઇન પોસ્ટ કરવામાં આવ્યા છે.
સીરિયા સિવિલ ડિફેન્સ તરફથી મૃતદેહો અને આગના ફોટોગ્રાફ્સ ઓનલાઇન પોસ્ટ કરવામાં આવ્યા છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પૂર્વીય ઘોઉટામાં અસદ શાસનનું સૈન્ય અને તેમના સમર્થકોએ ઘોઉટા પર કરેલા હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 37 નાગરિકોના મોત થયા છે. આ હુમલામાં પૂર્વીય ઘોઉટાની પાસેના અરબીન વિસ્તારના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા. રિપોર્ટ અનુસાર, અસદ શાસનના લડાયક વિમાનોથી હુમલો કરવા માટે 'નાપામ' બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, સીરિયાના સૈન્યએ શુક્રવારે મોડીરાત્રે નાપામ બોમ્બથી બંકરમાં આશરો લઇ રહેલા નાગરિકો પર હવાઇ હુમલો કર્યો હતો. જેમાં 37 લોકો આગમાં બળીને મોતને ભેટ્યા છે. સીરિયાના સિવિલ ડિફેન્સે, લોકોનાં મૃતદેહો અને આગના ફોટોગ્રાફ્સ સર્ક્યુલેટ કર્યા છે. જ્યારે વ્હાઇટ હેલ્મેટના વોલેન્ટિયર્સ મૃતદેહોને આશ્રયસ્થાનોમાંથી બહાર કાઢી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ શેલ્ટરમાં 125 લોકોએ આશ્રય લીધો હતો, જેમાં મોટાંભાગે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ હવાઇહુમલા અડધી રાત્રે યુદ્ધવિરામની લાગુ થાય તેના થોડાં કલાકો પહેલાં કરવામાં આવ્યા હતા.

મૃતકોની સંખ્યામાં વૃદ્ધિ

- પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકોમાં સૌથી વધુ બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
- બીજી તરફ, સીરિયાના સિવિલ ડિફેન્સે કહ્યું કે, મૃત્યુદરમાં સતત વધારો થઇ રહ્યો છે.
- અસદ શાસન અને તેમના સમર્થકો દ્વારા સતત ચાલી રહેલા હવાઇ હુમલા છતાં ઘોઉટામાં નાગિરકો પોતાના ઘર છોડવા માટે તૈયાર નથી.
- અસદ શાસને 19 ફેબ્રુઆરીના રોજ કુર્દીશોના અંતિમ ગઢ ગણાતા ઘોઉટા પર કબ્જો મેળવવા માટે હુમલાઓમાં વધારો કર્યો છે. 3 માર્ચના રોજ આ અભિયાન શરૂ કર્યુ.

4 લાખ નાગરિકો ભયના ઓથાર હેઠળ
- એક રિપોર્ટ અનુસાર, છેલ્લાં 5 વર્ષથી પૂર્વીય ઘોઉટાના અંદાજિત 4 લાખ નાગરિકો સીરિયા અને રશિયન સૈન્યના હુમલાઓના કારણે સતત ભયમાં જીવી રહ્યા છે.
- ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીના રોજ યુએન સિક્યોરિટી કાઉન્સિલે સર્વસહમતિથી 2401 સંકલ્પ અપનાવ્યો હતો. જેમાં સીરિયામાં એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વિરામ માટે કહેવામાં આવ્યું હતું.
- ખાસ કરીને પૂર્વીય ઘોઉટામાં માનવતાવાદી સહાયતા આપવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.
- જો કે, અસદ શાસને હુમલાઓ યથાવત રાખીને ઇન્ટરનેશનલ સહાયતાને અવગણી હતી.

સીરિયાની સરકાર તરફથી વિદ્રોહીઓના કબ્જાવાળા પૂર્વી ઘોઉટામાં સતત બોમ્બવર્ષા થઇ રહી છે.
સીરિયાની સરકાર તરફથી વિદ્રોહીઓના કબ્જાવાળા પૂર્વી ઘોઉટામાં સતત બોમ્બવર્ષા થઇ રહી છે.
અવાર-નવાર થતાં બ્લાસ્ટ્ અને હવાઇ 1000થી વધુ લોકોના મોત થયા છે.
અવાર-નવાર થતાં બ્લાસ્ટ્ અને હવાઇ 1000થી વધુ લોકોના મોત થયા છે.
પૂર્વીય ઘોઉટાના અંદાજિત 4 લાખ નાગરિકો સીરિયા અને રશિયન સૈન્યના હુમલાઓના કારણે સતત ભયમાં જીવી રહ્યા છે
પૂર્વીય ઘોઉટાના અંદાજિત 4 લાખ નાગરિકો સીરિયા અને રશિયન સૈન્યના હુમલાઓના કારણે સતત ભયમાં જીવી રહ્યા છે
પૂર્વીય ઘોઉટામાં પ્રભાવિત લોકો માટે કામ કરી રહેલી સહાયક એજન્સીઓએ વિસ્તારની પરિસ્થિતિને ભયાનક ગણાવી છે.
પૂર્વીય ઘોઉટામાં પ્રભાવિત લોકો માટે કામ કરી રહેલી સહાયક એજન્સીઓએ વિસ્તારની પરિસ્થિતિને ભયાનક ગણાવી છે.
X
સીરિયા સિવિલ ડિફેન્સ તરફથી મૃતદેહો અને આગના ફોટોગ્રાફ્સ ઓનલાઇન પોસ્ટ કરવામાં આવ્યા છે.સીરિયા સિવિલ ડિફેન્સ તરફથી મૃતદેહો અને આગના ફોટોગ્રાફ્સ ઓનલાઇન પોસ્ટ કરવામાં આવ્યા છે.
સીરિયાની સરકાર તરફથી વિદ્રોહીઓના કબ્જાવાળા પૂર્વી ઘોઉટામાં સતત બોમ્બવર્ષા થઇ રહી છે.સીરિયાની સરકાર તરફથી વિદ્રોહીઓના કબ્જાવાળા પૂર્વી ઘોઉટામાં સતત બોમ્બવર્ષા થઇ રહી છે.
અવાર-નવાર થતાં બ્લાસ્ટ્ અને હવાઇ 1000થી વધુ લોકોના મોત થયા છે.અવાર-નવાર થતાં બ્લાસ્ટ્ અને હવાઇ 1000થી વધુ લોકોના મોત થયા છે.
પૂર્વીય ઘોઉટાના અંદાજિત 4 લાખ નાગરિકો સીરિયા અને રશિયન સૈન્યના હુમલાઓના કારણે સતત ભયમાં જીવી રહ્યા છેપૂર્વીય ઘોઉટાના અંદાજિત 4 લાખ નાગરિકો સીરિયા અને રશિયન સૈન્યના હુમલાઓના કારણે સતત ભયમાં જીવી રહ્યા છે
પૂર્વીય ઘોઉટામાં પ્રભાવિત લોકો માટે કામ કરી રહેલી સહાયક એજન્સીઓએ વિસ્તારની પરિસ્થિતિને ભયાનક ગણાવી છે.પૂર્વીય ઘોઉટામાં પ્રભાવિત લોકો માટે કામ કરી રહેલી સહાયક એજન્સીઓએ વિસ્તારની પરિસ્થિતિને ભયાનક ગણાવી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App