ઇઝરાયલ PM નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારના આરોપ, 2 કેસ ચલાવવાની પોલીસની ભલામણ

બેન્જામિન નેતન્યાહૂ અંદાજિત 12 વર્ષથી ઇઝરાયલના વડાપ્રધાન છે. પોલીસ તેમના વિરૂદ્ધ કરપ્શનના આરોપોની તપાસ કરી રહી છે.

divyabhaskar.com | Updated - Feb 14, 2018, 11:52 AM
બેન્જામિન નેતન્યાહૂ 12 વર્ષથી ઇઝરાયલના વડાપ્રધાન છે (ફાઇલ)
બેન્જામિન નેતન્યાહૂ 12 વર્ષથી ઇઝરાયલના વડાપ્રધાન છે (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર મોંઘી ગિફ્ટ લેવા અને કરપ્શનના આરોપ લાગ્યા છે. ઇઝરાયલની પોલીસે લાંબી તપાસ બાદ તેમની વિરૂદ્ધ કરપ્શનના 2 કેસ ચલાવવાની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપોને લઇને નેતન્યાહૂ પહેલેથી જ સ્પષ્ટતા કરી ચૂક્યા છે. તેઓએ કહ્યું હતું કે, તેઓએ કંઇ ખોટું નથી કર્યુ, તેથી રાજીનામું નહીં આપે. જો કે, તેઓનું લેટેસ્ટ રિએક્શન સામે નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે, નેતન્યાહૂ અંદાજિત 12 વર્ષથી ઇઝરાયલના પીએમ છે.


એટર્ની જનરલ પર છોડ્યો નિર્ણય


- ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કરપ્શનના આરોપોમાં વડાપ્રધાન નેતન્યાહૂ વિરૂદ્ધ કેવી કાર્યવાહી કરવામાં આવશે, તેનો નિર્ણય એટર્ની જનરલ પર છોડ્યો છે. એક અંદાજ મુજબ, કાર્યવાહીમાં અમુક અઠવાડિયા અથવા મહિનાનો સમય લાગી શકે છે.
- બીજી તરફ, ઇઝરાયલ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસે નેતન્યાહૂના વકીલને પીએમ વિરૂદ્ધ 2 કરપ્શનના કેસ ચલાવવાની ભલામણની જાણકારી આપી છે. પરંતુ પોલીસ તરફથી આ અંગે કોઇ નિવેદન આવ્યું નથી.


નેતન્યાહૂનું કોઇ રિએક્શન નહીં


- આરોપોને લઇને નેતન્યાહૂ પહેલેથી જ કહી ચૂક્યા છે કે, તેઓએ કંઇ ખોટું નથી કર્યુ. જો કે, અત્યાર સુધી આ મામલે વડાપ્રધાનનું લેટેસ્ટ રિએક્શન સામે આવ્યું નથી. ટૂંક સમયમાં જ તેઓ પોતાની વાત સામે રાખશે.
- ઇઝરાયલમાં કોઇ વડાપ્રધાને આ પ્રકારના આરોપો હેઠળ રાજીનામું નથી આપ્યું.

આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે મામલો?

નેતન્યાહૂ થોડાં મહિના પહેલાં પત્નીની સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા (ફાઇલ)
નેતન્યાહૂ થોડાં મહિના પહેલાં પત્નીની સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા (ફાઇલ)

શું છે મામલો? 


- પોલીસને નેતન્યાહૂએ કિંમતી ગિફ્ટ્સ લેવા અને કેટલીક સમજૂતીમાં ગરબડ કરી હોવાની શંકા છે. ગયા મહિનેથી તેની તપાસ કરવામાં આવી રહી છે. 
- આરોપ છે કે, તેઓએ હોલિવૂડ પ્રોડ્યુસર અરનોન મિલશન અને ઓસ્ટ્રેલિયાના મિલિયોનર જેમ્સ પાસ્કર સહિત અનેક અમીર સમર્થકો પાસેથી મોંઘી ગિફ્ટ્સ લીધી છે, જેમાં કિંમતી સિગાર પણ સામેલ છે. વળી, પીએમની પત્નીને ગિફ્ટમાં પિંક શેમ્પેઇન પણ મળી છે. તમામ ગિફ્ટ્સની વેલ્યુ અનેક હજાર ડોલર હોવાનું અનુમાન છે. 
- પીએમ નેતન્યાહૂ ઉપર એવો પણ આરોપ છે કે, તેઓએ ઇઝરાયલના ન્યૂઝ પેપર યેદિઅત અહરોનોત સાથે પોતાના પક્ષમાં કવરેજ માટે સિક્રેટ ડીલ કરી છે. 

X
બેન્જામિન નેતન્યાહૂ 12 વર્ષથી ઇઝરાયલના વડાપ્રધાન છે (ફાઇલ)બેન્જામિન નેતન્યાહૂ 12 વર્ષથી ઇઝરાયલના વડાપ્રધાન છે (ફાઇલ)
નેતન્યાહૂ થોડાં મહિના પહેલાં પત્નીની સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા (ફાઇલ)નેતન્યાહૂ થોડાં મહિના પહેલાં પત્નીની સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App