મોદી-નેતન્યાહૂની દોસ્તી રંગ લાવી; 70 વર્ષ જૂના પ્રતિબંધને હટાવી, AIને મંજૂરી

એર ઇન્ડિયાની યાત્રાનું અંતર ઘટવાથી ઇઝરાયલની એરલાઇનને ખર્ચ અને સમય બંને હિસાબે નુકસાન થશે

divyabhaskar.com | Updated - Mar 06, 2018, 05:01 PM
હાલમાં નવી દિલ્હીથી તેલ અવીવની યાત્રામાં 8 કલાકનો સમય લાગે છે (ફાઇલ)
હાલમાં નવી દિલ્હીથી તેલ અવીવની યાત્રામાં 8 કલાકનો સમય લાગે છે (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકામાં જણાવ્યું કે, સાઉદી અરેબિયાને એર ઇન્ડિયાની નવી દિલ્હીથી તેલ અવીવની ફ્લાઇટને પોતાના એર સ્પેસ (આકાશ)નો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. સાઉદી અરેબિયાના આ નિર્ણયથી તેલ અવીવ અને દિલ્હીની વચ્ચે મુસાફરી કરવામાં અઢી કલાકનો સમય બચશે. મંગળવારે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત બાદ નેતન્યાહૂએ યુએસ મીડિયાને જણાવ્યું કે, ઇન્ડિયાએ ઇઝરાયલના રૂટને લિને સાઉદી અરેબિયા સાથે એગ્રીમેન્ટ કર્યુ છે. જેની મદદથી સાઉદીએ લગાવેલા 70 વર્ષ જૂનો પ્રતિબંધ દૂર થશે. અત્યાર સુધી સાઉદી અરેબિયાએ ઇઝરાયલ જતા કોઇ પણ દેશના પ્લેનને પોતાના દેશ પરથી ઉડવાની મંજૂરી આપી નહતી. ઉલ્લેખનીય છે કે, આગામી કેટલાંક અઠવાડિયામાં નવી દિલ્હીથી ઇઝરાયલના તેલ અવીવ માટે સીધી ફ્લાઇટ શરૂ થશે.


હાલમાં ઇઝરાયલ જવામાં કેટલો સમય લાગે છે?


- નેતન્યાહૂએ કહ્યું, હાલમાં નવી દિલ્હીથી તેલ અવીવની યાત્રામાં 8 કલાકનો સમય લાગે છે. સાઉદી અરેબિયાની મંજૂરી બાદ આ સમય ઘટીને સાડા 5 કલાક થઇ જશે.
- 'એર ઇન્ડિયાની યાત્રાનું અંતર ઘટવાથી ઇઝરાયલની એરલાઇનને ખર્ચ અને સમય બંને હિસાબે નુકસાન થશે. અમે નેશનલ કેરિયરની વાત કરી રહ્યા છીએ કે, ઇકોનોમિકલી નુકસાન ના થાય.'


હાલમાં શું છે ભારત-ઇઝરાયલની વચ્ચે રૂટ?


- ઇઝરાયલના તેલ અવીવથી મુંબઇ માટે ફ્લાઇટ છે. આ સફરમાં 7 કલાકનો સમય લાગે છે. આ દરમિયાન ફ્લાઇટ લાલ સાગર અને અરબ સાગર પર થઇને ભારત આવે છે.
- આ સફરમાં ફ્લાઇટને સાઉદી અરેબિયા, યુએઇ, ઇરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના આકાશ પરથી બચવાનું હોય છે.

આગળની સ્લાઇડમાં જાણો, એર ઇન્ડિયાના સ્પોક્સપર્સને શું કહ્યું?...

ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી (ફાઇલ)
ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી (ફાઇલ)

એર ઇન્ડિયાના સ્પોક્સપર્સને શું કહ્યું? 


- નેતન્યાહૂના નિવેદન આવ્યા બાદ એર ઇન્ડિયાના સ્પોક્સપર્સને કહ્યું, અમે અત્યાર સુધી ઇન્ડિયન રેગ્યુલેટર તરફથી કોઇ જાણકારી નથી આપવામાં આવી. 
- ન્યૂઝ એજન્સી અનુસાર, એર ઇન્ડિયાના સિવિલ એવિએશનના ડાયરેક્ટર જનરલ સાથે નવી દિલ્હીથી તેલ અવીવની વચ્ચે અઠવાડિયામાં ત્રણ ફ્લાઇટની મંજૂરી માંગી છે. 


ઇરાન મુદ્દે સાઉદી અને ઇઝરાયલનો એકમત 


- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયલ અને સાઉદી અરેબિયાની વચ્ચે ડિપ્લોમેટિક સંબંધ નથી. જો કે, ઇરાનને લઇને પોતાના દેશોની સુરક્ષા માટે બંને દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે. 2015ની ન્યૂક્લિયર ડીલનો બંને દેશોએ વિરોધ કર્યો હતો. 

 

X
હાલમાં નવી દિલ્હીથી તેલ અવીવની યાત્રામાં 8 કલાકનો સમય લાગે છે (ફાઇલ)હાલમાં નવી દિલ્હીથી તેલ અવીવની યાત્રામાં 8 કલાકનો સમય લાગે છે (ફાઇલ)
ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી (ફાઇલ)ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App