Home » International News » Middle East » Afghan president refuses condolence call from PM Abbasi

કાબુલ હુમલાથી નારાજ અફઘાન પ્રેસિડન્ટનો PAK પીએમ સાથે ફોન પર વાત કરવાનો ઇન્કાર

Divyabhaskar.com | Updated - Jan 31, 2018, 03:03 PM

કાબુલમાં બે હુમલામાં કુલ મળીને 143 લોકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનનો દાવો છે કે, આ હુમલા પાકિસ્તાન આર્મીએ કરાવ્યા હતા.

 • Afghan president refuses condolence call from PM Abbasi
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  અશરફ ગનીએ મોદી સાથે ફોન પર લાંબી વાત કરી, પરંતુ પાકિસ્તાન પીએમનો ફોન રિસીવ નહોતો કર્યો

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ કાબુલમાં થોડાં દિવસો પહેલાં થયેલા બે આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યા બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સંબંધો ખૂબ જ ખરાબ દોરમાં પહોંચી ગયા છે. અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કાબુલ હુમલા પર શોક વ્યક્ત કરવા માટે પાકિસ્તાનના પીએમ શાહિદ ખકાન અબ્બાસીએ જ્યારે અફઘાનિસ્તાનના પ્રેસિડન્ટ અશરફ ગનીને ફોન કર્યો તો નારાજ ગનીએ તેઓની સાથે ફોન ઉપર પણ વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો. ઉલ્લેખનીય છે કે, કાબુલના આ બે હુમલામાં કુલ 143 લોકોનાં મોત થયા હતા. અફઘાનિસ્તાનનો દાવો છે કે, આ હુમલા પાકિસ્તાન આર્મીએ કરાવ્યા છે અને તેના પુરાવા પણ પાકિસ્તાનને મોકલવામાં આવ્યા છે.

  પાકિસ્તાનની હરકતથી અફઘાન પ્રેસિડન્ટ ગુસ્સામાં
  - અશરફ ગની દ્વારા પાકિસ્તાનના પીએમ સાથે ફોન પર વાતચીતના ઇનકાર કરવાના સમાચાર અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી ટોલોએ આપી છે.
  - પ્રાપ્ત માહિતી અનુસાર, પાક પીએમ અબ્બાસીએ થોડાં દિવસો પહેલાં અશરફ ગનીને કાબુલ હુમલા પર શોક વ્યક્ત કરવા માટે ફોન કર્યો હતો. પ્રોટોકોલ હેઠળ અબ્બાસીએ ફોન કરતા પહેલાં અફઘાન પ્રેસિડન્ટની ઓફિસને એક મેસેજ મોકલાવ્યો હતો.
  - જેવો આ મેસેજ ગની સુધી પહોંચ્યો, તો તેઓએ અબ્બાસી સાથે વાતચીત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. સામાન્ય રીતે વર્લ્ડ લીડર્સની વચ્ચે આવી ઘટનાઓ બનતી નથી. તેથી, અફઘાન પ્રેસિડન્ટનું આ પગલું દર્શાવે છે કે, તેઓ પાકિસ્તાનની હરકતોથી કેટલાં નારાજ છે.

  પાકિસ્તાનના કાવતરાંના પુરાવા કેવી રીતે મળ્યા?
  - કાબુલમાં 20 જાન્યુઆરીના રોજ કાબુલ અને અફઘાનિસ્તાનની સૌથી મોટી હોટલ ઇન્ટરકોન્ટિનેન્ટલ પર હુમલો થયો. મોટાંભાગે વિદેશીઓ સહિત તેમાં 40 લોકોનાં મોત થયા.
  - - મોહમ્મદ સૈકાલ યુએનમાં અફઘાનિસ્તાનના પર્માનન્ટ રિપ્રેઝન્ટેટિવ છે. એક ટ્વીટમાં તેઓએ કાબુલ હોટલ અટેકને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
  - મહમૂદે કહ્યું, કાબુલની હોટલ પર અટેક કરનારા આતંકીઓમાંથી એકના પિતાની અમારી ઇન્ટેલિજન્સ એજન્સીએ ધરપકડ કરી પૂછપરછ કરી છે. આ વ્યક્તિનું નામ અબ્દુલ કહાલ છે, આ વ્યક્તિએ જણાવ્યું કે, તેના દીકરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ચમનમાં ISIએ ટ્રેનિંગ આપી હતી.
  - કહારે પૂછપરછમાં જણાવ્યું કે, હોટલ અને ત્યારબાદ કાબુલના માર્કેટમાં એમ્બ્યુલન્સથી હુમલા પાછળ પણ પાકિસ્તાનનો જ હાથ હતો. બંને હુમલાનું કાવતરાં પાકિસ્તાનના એક મદરેસામાં રચવામાં આવ્યા હતા.

  અફઘાન ડિપ્લોમેટે શું કહ્યું?
  - અફઘાનિસ્તાનના વધુ એક ડિપ્લોમેટ માજિદ કરારે પણ પાકિસ્તાન પર લાગેલા આરોપોની પુરાવા સાથે પુષ્ટી કરી છે. કરાર અમેરિકામાં અફઘાનિસ્તાન એમ્બેસીના કલ્ચરલ અટેચી (સાંસ્કૃતિક વિભાગના પ્રમુખ) છે.
  - કરારે એક ટ્વીટમાં કહ્યું, કાબુલના ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલ પર હુમલાનું કાવતરું પાકિસ્તાનના એક મદરેસામાં રચવામાં આવ્યું. માર્યા ગયેલા એક આતંકવાદીના પિતા અબ્દુલ કહારે તેનો ખુલાસો કર્યો છે.
  - કરારે આગળ કહ્યું, આતંકીઓના માર્યા ગયા બાદ તપાસમાં જ નાઇટ વિઝન ગોગલ્સ મળી આવ્યા છે તે પાકિસ્તાન આર્મી ઉપયોગ કરે છે. તે ઓપન માર્કેટમાંથી નથી ખરીદવામાં આવ્યા. પાકિસ્તાનની આર્મીએ આ ગોગલ્સ બ્રિટિશ કંપની પાસેથી ખરીદ્યા છે. બાદમાં તેઓને લશ્કર-એ-તૌયબા અને તાલિબાનને આપી દીધા. લશ્કર કાશ્મીર અને તાલિબાન તેનો અફઘાનિસ્તાનમાં ઉપયોગ કરી રહ્યા છે.

  તાલિબાન સાથે વાતચીત નહીં: ટ્રમ્પ

  - યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કાબુલમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને કહ્યું કે, તાલિબાનને ખતમ કરી દેવામાં આવશે.
  - એક ઇન્ટરવ્યુમાં તેઓએ કહ્યું, અમે તાલિબાન પર મિલિટરી જીત જોઇ રહ્યા છીએ. જે વિશે હું કોઇ વાતચીત નથી કરી શકતો. ત્યાં એક અલગ પ્રકારની જ લડાઇ ચાલી રહી છે.
  - અફઘાનિસ્તાનમાં દરેક સ્થળે માસૂમ લોકોનાં મોત થઇ રહ્યા છે, બાળકો પર બોમ્બવર્ષા થાય છે.
  - ટ્રમ્પે ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો વધારવાનો આદેશ આપ્યો હતો.

 • Afghan president refuses condolence call from PM Abbasi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અશરફ ગનીએ પાકિસ્તાનના પીએમ સાથે ફોન ઉપર પણ વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો (ફાઇલ)
 • Afghan president refuses condolence call from PM Abbasi
  કાબુલના ઇન્ટરકોન્ટિનેન્ટલ પર થયેલા હુમલામાં 40 લોકોનાં મોત થયા હતા (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ