અફધાનિસ્તાનમાં બોંબ બ્લાસ્ટ, 4 બાળકો સહિત 6ના મોત

અફધાનિસ્તાનના હેરાત પ્રાંતમાં મસ્જિદ પાસે થયો બ્લાસ્ટ, મરનારાઓમાં મોટાભાગના બાળકોનૉ

DivyaBhaskar.com | Updated - Apr 09, 2018, 09:48 PM
Bomb blast in Afghanistan, 6 dead including 4 children

ઇન્ટરનેશનલ ડેસ્ક : અફધાનિસ્તાનના હેરાત પ્રાંતમાં એક મસ્જિદની પાસે જોરદાર બ્લાસ્ટ થયો છે. આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 4 બાળકો સહિત 6 લોકોના મોત થયા છે. કોઇ આતંકી સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી નથી. અફઘાનિસ્તાનના હેરાંત પ્રાંતમાં થયેલા આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. મસ્જિદમાં થયેલા ઘડાકામાં 9થી વધુ બાળકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. અફધાનિસ્તાનનાં પશ્ચિમ વિસ્તારોમાં અવારનવાર આવા બોંમ્બ ઘડાકા થતા હોય છે.


હેરાતના ગવર્નરે આ અંગે જણાવ્યું કે બ્લાસ્ટ શિંદાદ જિલ્લામાં થયા છે. મહત્વનું છે,કે માર્ચ 2018માં અફધાનિસ્તાનની રાજધાની કાબૂલમાં થયેલા બ્લાસ્ટમાં 25થી વધુ લોકોના મોત થયા હતા. અને 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવેલા આ બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયા હતા. બાદમાં હુમલા કરનારાઓએ પોતાની જાતને પણ ઉડાવી દીધી હતી.

X
Bomb blast in Afghanistan, 6 dead including 4 children
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App