70 માળની ઈમારત બનશે લાકડામાંથી, જાણો કેવી રીતે બનશે અગ્નિશામક

ટાવરનો 10 ટકા ભાગ સ્ટીલમાંથી બનાવાશે અને તેમાં 1 લાખ 80 હજાર ઘન મીટર સ્થાનિક લાકડીઓનો ઉપયોગ થશે

divyabhaskar.com | Updated - Feb 22, 2018, 12:03 PM
Worlds tallest wooden building make in tokyo by Japanese company

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ટેક્નોલોજી અને નવા પ્રયોગો મામલે જાપાન દુનિયામાં સૌથી આગળ છે. હવે જાપાનમાં લાકડામાંથી બનેલી સૌથી ઊંચી ઈમારાત નિર્માણ પામવા જઈ રહી છે. જાપાનની એક કંપની 2041માં પોતાનો 350મો જન્મદિવસ પૂર્ણ થવાના પ્રસંગે દુનિયાની સૌથી ઊંચી લાકડાની ઈમારત બનાવવાની તૈયારી કરી રહી છે. સુમિટોમો ફોરેસ્ટ્રીએ કહ્યું કે, 70 માળની ડબ્લ્યૂ 350 ટાવરનો 10 ટકા ભાગ સ્ટીલમાંથી બનાવાશે અને તેમાં 1 લાખ 80 હજાર ઘન મીટર સ્થાનિક લાકડીઓનો ઉપયોગ થશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ગગનચુંબી ઈમારતમાં 8000 ઘર હશે અને દરેક માળે બાલ્કનીમાં છોડવા હશે.

કંપની પ્રમાણે, ટોક્યોમાં છાસવારે આવતા ભૂકંપથી બચવા માટે તેમાં લાકડી અને સ્ટીલના થાંભલો ધરાવતા બ્રેસ્ડ ટ્યૂબ સ્ટ્રક્ચર હશે. આ પ્રોજેક્ટ પર 600 બિલિયન યેન એટલે કે અંદાજે 36 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ પ્રકારની સામાન્ય ગગનચુબી ઈમારતની સરખામણીએ આ ખર્ચ લગભગ બેગણો છે.

જાપાનમાં કાયદો

જાપાનમાં 2010માં એક કાયદો પસાર કરાયો હતો જેના હેઠળ કંસ્ટ્રક્શન કંપનીઓ માટે ત્રણ માળથી વધારે ઊંચી ઈમારતો બનાવવા લાકડીનો ઉપયોગ કરવો અનિવાર્ય કરી દીધો હતો. મિનીપલીસમાં લાકડીમાંથી 18 માળની ઈમારત બનાવી છે, જ્યાં અનેક ઓફિસો છે. આ જ રીતે વૈંકૂવરમાં 53 મીટર ઊંચા સ્ટુડન્ટ ફ્લેટ બનાવાયા છે. આ અત્યારે લાકડામાંથી બનેલી સૌથી ઊંચી ઈમારત છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

Worlds tallest wooden building make in tokyo by Japanese company

કોંક્રીટ અને સ્ટીલની ઈમારતોની કાર્બન ફુટપ્રિન્ટ રહી જાય છે. માનવામાં આવે છે કે, તેનાથી ક્રમશઃ 8 ટકા અને 5 ટકા કાર્બન ઉત્સર્જન થાય છે. બીજી તરફ લાકડીમાં કાર્બન સ્ટોર થાય છે. લાકડી કાર્બનને વાતાવરણમાં નથી છોડતી. જાપાનમાં ઘણા જંગલો છે જે અહીંયા 2/3 ભાગમાં ફેલાયેલા છે. 

Worlds tallest wooden building make in tokyo by Japanese company

સૌથી મહત્વની વાત છે કે, લાકડીની ઈમારાતને અગ્નિ પ્રતિરોધક બનાવવી. આજકાલ ક્રોસ લેમિનેટેડ ટિંબરનો ઉપયોગ વધારે થવા લાગ્યો છે. આ લાકડી સ્ટીલની જેમ આગ પ્રતિરોધક હોય છે અને ઊંચા તાપમાનમાં પણ સ્થિર રહે છે.

Worlds tallest wooden building make in tokyo by Japanese company
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App