1

Divya Bhaskar

Home » International News » Special » ઉંમર પ્રમાણે આ પ્રકારની તપાસ કરાવવી જરૂરી છે | health checkup regular according to age

World Health Day: વાંચો, ઉંમર પ્રમાણે ક્યારે-કેવા પ્રકારની તપાસ કરાવવી જરૂરી છે?

Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 11:31 AM IST

ભાગદોડથી ભરેલા જીવનમાં લોકોની સામે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ આવે છે

  • ઉંમર પ્રમાણે આ પ્રકારની તપાસ કરાવવી જરૂરી છે | health checkup regular according to age
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ આજે એટલે કે 7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે. આજકાલ ભાગદોડથી ભરેલા જીવનમાં લોકોની સામે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉંમર વધવાની સાથે સાથે શરીરમાં ઘણા પ્રકારના ફેરફાર આવે છે, કાં તો પછી કહીએ તો શરીર નબળું થયું જાય છે. તેના માટે નિયમિત કસરત ના કરવી, શરીરને જરૂરી આરામ ન આપવા, નિયમિત ખાણીપીણીમાં અસંતુલન... જેવા ઘણા કારણો હોઈ શકે છે. જો કે, જો આપણે આપણા દૈનિક જીવનમાં અમુક વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણે ઘણી બીમારીઓમાંથી છૂટકારો મેળવી શકીએ છીએ. તેના માટે જરૂરી છે તો બસ નિયમિત સ્વાસ્થ્ય તપાસની, આજે અમે જણાવીશું કઈ ઉંમરમાં કઈ-કઈ તપાસ નિયમિત રીતે કરાવવી જોઈએ.

    20 વર્ષની ઉંમર


    દર વર્ષે બ્લડ પ્રેશર, હાઈટ અને વજનની તપાસ કરાવવી જોઈએ. વર્ષમાં એક વાત દાંત અને આંખની તપાસ કરાવવી જોઈએ. દર 2 વર્ષે એચઆઈવીનું સ્ક્રિનિંગ પણ કરાવવું જોઈએ. દર પાંચ વર્ષમાં કોલેસ્ટ્રોલની તપાસ પણ કરાવવી જોઈએ.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • ઉંમર પ્રમાણે આ પ્રકારની તપાસ કરાવવી જરૂરી છે | health checkup regular according to age
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    30 વર્ષની ઉંમર


    આગળ લખવામાં આવેલી તપાસ ઉપરાંત ડાયાબિટીસ, થાઈરોઈડ સંબંધિ રોગ, એનિમિયા અને લિવરની તકલીફ માટે લોહીની તપાસ કરાવવી જોઈએ. વર્ષમાં એક વાર હ્રદય સંબંધિત બીમારીની પણ તપાસ કરાવવી જોઈએ.

  • ઉંમર પ્રમાણે આ પ્રકારની તપાસ કરાવવી જરૂરી છે | health checkup regular according to age
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    40 વર્ષની ઉંમર


    આગળ લખવામાં આવેલી તપાસ ઉપરાંત દર પાંચ વર્ષે એક વાર કાર્ડિયોવરકુલર એવેલ્યૂએશન કરાવવું જોઈએ. વર્ષમાં એક વાર પ્રોસ્ટેટ કેન્સરની તપાસ પણ કરાવવી જોઈએ.

  • ઉંમર પ્રમાણે આ પ્રકારની તપાસ કરાવવી જરૂરી છે | health checkup regular according to age
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    50 વર્ષની ઉંમર


    આગળ લખવામાં આવેલી તપાસ ઉપરાંત દર વર્ષે એક વખત ડાયાબિટીસની તપાસ, દર વર્ષે આંખ અને કાનની તપાસ આ સિવાય દર વર્ષે માનસિક ડિપ્રેશનની તપાસ, લિપિડ ડિસઓર્ડરની તપાસ

  • ઉંમર પ્રમાણે આ પ્રકારની તપાસ કરાવવી જરૂરી છે | health checkup regular according to age
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    60 વર્ષની ઉંમર


    આગળ લખવામાં આવેલી તપાસ ઉપરાંત ઓસ્ટિયોપોરોસિસ માટે દર વર્ષે સ્ક્રિનિંગ. આ સિવાય ડિમેન્શિયા અને અલઝાઈમરની પણ દર વર્ષે તપાસ કરાવવી જોઈએ.

  • ઉંમર પ્રમાણે આ પ્રકારની તપાસ કરાવવી જરૂરી છે | health checkup regular according to age
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કમરનો દુખાવો મોટી સમસ્યા


    આજકાલ મોટાભાગે બેસી રહેવાની જીવનશૈલી, બેસવા ઉઠવાની ખોટી રીતો અને વ્યાયામની અછતના કારણે કમરનો દુખાવો સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા માત્ર ઉંમર સાથે જોડાયેલી નથી પરંતુ તેનાથી લોકોની રોજબરોજની જિંદગીમાં પણ તકલીફદાયક સાબીત થઈ રહી છે. ઈંડસ હેલ્થ પ્લસની પ્રીવેન્ટિવ હેલ્થકેર સ્પેશ્યાલિસ્ટ કંચન નાયકવાડીના જણાવ્યા પ્રમાણે, કમરનો દુખાવો પીડાદાયી અને અસહસ્ય હોય છે, પરંતુ સામાન્ય રીતે આ ગંભીર નથી હોતો. કમરનો દુખાવો એ વાત પર નિર્ભર રહે છે કે, કમરના હાડકા, માસપેશીઓ અને લિગામેન્ટ્સ કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે એકબીજા સાથે જાડાયેલા હોય છે.

  • ઉંમર પ્રમાણે આ પ્રકારની તપાસ કરાવવી જરૂરી છે | health checkup regular according to age

More From International News

Trending