8 માર્ચના દિવસે જ કેમ ઉજવાય છે Women's Day? વાંચો 6 પોઈન્ટમાં

આ તારીખે જ શા માટે મહિલા દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે મહિલા દિવસ

divyabhaskar.com | Updated - Mar 08, 2018, 11:28 AM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ઈન્ટરનેશનલ ડેસ્કઃ 8 માર્ચનો દિવસ મહિલાઓનો દિવસ હોય છે કારણ કે વિશ્વભરમાં આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. તમામ જાતિઓમાંથી ભેદભાવ નાબૂદ કરવાના ઉદ્દેશ સાથે આ દિવસને વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પરંતુ 8 માર્ચ જ શા માટે? આ તારીખે જ શા માટે મહિલા દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. જાણો અહીંયા...

આગળની સ્લાઈડ્સમાં 6 પોઈન્ટમાં વાંચો મહિલા દિવસનો ઈતિહાસ...

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

1.


1908માં અમેરિકાની ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલા મજૂરોએ પુરુષ મજૂરોની સરખામણીમાં તેમની સાથે થતા ભેદભાવ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. 1909માં આ સંઘર્ષને ધ્યાનમાં રાખીને પહેલીવાર 28 ફેબ્રુઆરીના રોજ સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય લીધો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

2.


1910માં સોશિયાલિસ્ટ ઈન્ટરનેશનલે ડેનમાર્કમાં મહિલાના અધિકારો માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ બોલાવી. આ કોન્ફરન્સમાં દર વર્ષે એક દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વર્ષ 1911માં પહેલીવાર 19 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

3.


1914માં રશિયા સહિત ઘણા દેશોમાં 8 માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી કારણ કે આ દિવસે રવિવાર હતો. ઘણી રેલીઓ પણ કાઢવામાં આવી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

4.


1917માં 8 માર્ચના રોજ રશિયાના પેત્રોગ્રેડમાં મીલ્સમાં કામ કરતી મહિલા કારીગરોને એક સમાન વેતન અને સારી સુવિધાની માંગણીને લઈને આખા શહેરમાં પ્રદર્શન કર્યું. મહિલાઓએ સેન્ટ પીટ્સબર્ગ શહેરમાં રોટલી અને શાંતિની માંગણી કરતા રેલીઓ કરી. આ સમય પહેલા વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું અને અર્થવ્યવસ્થા પણ ખરાબ હતી. તેવામાં મહિલાઓ એક સમાન અધિકાર અને શાંતિ ઈચ્છતી હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

5.


8 માર્ચ 1917ના રોજ મહિલાઓએ ઉઠાવેલા અવાજથી ફેમસ રશિયન ક્રાંતિની શરૂઆત થઈ. મહિલાઓનાં ઈરાદાઓ જોઈને 7 દિવસ બાદ રશિયામાં પહેલીવાર મહિલાઓને વોટ કરવાનો અધિકાર મળ્યો. ઘણા વર્ષો સુધી સોવિયત સંઘમાં આ દિવસે રજા રહેતી હતી અને મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

6. 


વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્રએ મહિલાઓને સમર્પિત કર્યું અને આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ બનાવ્યું. તેની સાથે જ વર્ષ 1977માં 8 માર્ચના દિવસને સત્તવાર રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે માન્યતા મળી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App