અહી 50 લાખમાં મળે છે એક બર્ગર, પૈસા ગણીને નહીં પણ તોલીને લે છે દુકાનદાર

divyabhaskar.com

Dec 06, 2018, 11:49 AM IST
Venezuela Economic Crisis One burger is available in 50 lakhs

કારાકસ: શું તમે ક્યારેય કોઇને થોડો સામાન ખરીદવા માટે દુકાન પર થેલામાં રૂપિયા ભરીને લઇ જતા જોયો છે? આજકાલ આવુ જ કઇક અમેરિકન મહાદ્વીપના એક દેશ વેનેઝુએલામાં થઇ રહ્યું છે, જ્યાં એક બર્ગરની કિંમત 50 લાખ રૂપિયા છે.

ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે આ દેશ

વેનેઝુએલાના લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યાં છે. અહીં 10 ટકા સુધી મોંઘવારીના દર વધી ચુક્યા છે, જેને કારણે રોજબરોજની વસ્તુઓના ભાવ આસમાને પહોચી ગયા છે. એક સમયે આ દેશ દક્ષિણ અમેરિકાના અમીર દેશમાં સામેલ હતું પરંતુ આજે તેની હાલત એકદમ ખરાબ થઇ ગઇ છે, જેની માટે ખોટા સામાજિક પ્રયોગ જવાબદાર છે.અહીની અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે.

દેશ છોડીને જઇ રહ્યાં છે હજારો નાગરીક

દેશમાંથી રોજ પાંચ હજાર લોકો બીજા દેશમાં સ્થાયી થઇ રહ્યાં છે. અહીના પ્રોફેશનલ્સ પણ હોસ્પિયલ અને યૂનિવર્સિટી છોડીને જઇ રહ્યાં છે. અહી કાયદાનો અભ્યાસ કરી ચુકેલા લોકો મજૂરી અથવા સેક્સ વર્કર તરીકે કામ કરવા મજબૂર છે. વેનેઝુએલાના આ સંકટે ત્રિનિદાદ અને ટોબેગો સામે પરેશાની ઉભી કરી દીધી છે, કારણ કે આ દેશોમાં સૌથી વધુ નાગરિક શરણાર્થી પહોચી રહ્યાં છે.જોકે, ત્રિનિદાદ અને ટોબેગોની સ્થિતિ એવી નથી કે તે વેનેઝુએલાના નાગરીકોને પોતાના દેશમાં શરણ આપી શકે.આ કારણે સરહદ પર માનવ તસ્કરી ચાલુ થઇ ગઇ છે. 1950થી 1980 વચ્ચે વેનેઝુએલા આર્થિક રીતે સશક્ત દેશ હતો. અહી તેલના કેટલાક ભંડાર હતા, જેને કારણે આ ઇટાલી અને સ્પેન જેવા દેશોના પ્રવાસીઓ માટે આધારસ્તંભ જેવો હતો.

તેલના ભાવે વધાર્યુ નાણાકીય સંકટ

દેશમાં તેલના ભાવમાં આવનારા ઉતાર-ચઢાવે નાણાકીય સંકટને વધાર્યુ અને સરકારની ખોટી નીતિઓએ આ દેશને પરેશાની તરફ ધકેલી દીધુ. 1999માં જ્યારે હ્યુગો શાવેજ દેશના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની સમાજવાદ નીતિએ કેટલાક ઉદ્યોગો નષ્ટ કરી દીધા. કેટલાક બિઝનેસને નેશનલ જાહેર કરવામાં આવ્યા. 2013માં જ્યારે નિકોલસ માદુરો દેશના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના કાર્યકાળમાં દેશની અર્થવ્યવસ્થા વધુ ખરાબ થઇ ગઇ. જેનું એક કારણ અમેરિકા અને યૂરોપના કેટલાક દેશો દ્વારા વેનેઝુએલામાંથી તેલ ખરીદવા પર પ્રતિબંધ લગાવવાનું હતું.

અમેરિકામાં પ્રવેશનો નવો રસ્તો શોધ્યો, જીવના જોખમે સુરંગ ખોધી USમાં મારી રહ્યા છે એન્ટ્રી

X
Venezuela Economic Crisis One burger is available in 50 lakhs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી