આખરે શા માટે ટ્રેનમાં અડધા કલાક સુધી મહિલાએ ઉભા રહીને કરાવ્યું બ્રેસ્ટ-ફિડિંગ, શું છે સમગ્ર મામલો?

divyabhaskar.com

Sep 08, 2018, 04:47 PM IST
UK woman stood up to breastfeeding In the train for half an hour because no-one offered her a seat
UK woman stood up to breastfeeding In the train for half an hour because no-one offered her a seat
UK woman stood up to breastfeeding In the train for half an hour because no-one offered her a seat

ઈન્ટરનેશનલ ડેસ્કઃ જ્યારે આપણે વિચારીએ છીએ કે, દુનિયા એક સારી જગ્યા બની રહી છે અને લોકો એક બીજા માટે સારા બની રહ્યા છે, ત્યારે કંઈક એવું થાય છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા એક મામલો સામે આવ્યો, જેમાં એક મહિલાને અડધા કલાક સુધી ટ્રેનમાં ઉભા રહીને તેના બાળકને સ્તનપાન કરાવવા મજબૂર થવું પડ્યું.

આ મામલો લંડનનો છે. જ્યાં 32 વર્ષીય કેટ હિચંસને ટ્રેનમાં તેના 6 મહિનાના બાળકને સ્તનપાન કરાવતી વખતે એટલા માટે અડધા કલાક સુધી ઉભું રહેવું પડ્યું કારણ કે કોઈએ તેને બેસવા માટે સીટ ના આપી. કેટ સ્ટ્રેટફોર્ડથી વિકોર્ડ જઈ રહી હતી.

ના આપી સીટ

આ ઘટના વિશે જણાવતા બે બાળકોની મા કેટે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી છે. આ પોસ્ટમાં કેટે લખ્યું છે, 'આ દુનિયાને શું થઈ ગયું છે. હું એક ચાલતી ટ્રેનમાં 6 મહિનાના બાળકને ઉભા રહીને બ્રેસ્ટફીડ કરાવી રહી હતી, પરંતુ કોઈ મને બેસવા માટે સીટ પણ ના આપી. હું સીટ માંગી શકતી હતી, પરંતુ મેં ના માંગી કારણ કે હું જે હાલતમાં હતી તેમાં મને માંગવાની જરૂર નથી પડતી.'

આ પણ વાંચો - પ્રવાસીઓની નિર્દયતાના કારણે જખ્મી થઈ રહ્યા છે અહીંના 'ગધેડા', જાણીને તમે પણ કહેશો બસ!

X
UK woman stood up to breastfeeding In the train for half an hour because no-one offered her a seat
UK woman stood up to breastfeeding In the train for half an hour because no-one offered her a seat
UK woman stood up to breastfeeding In the train for half an hour because no-one offered her a seat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી