• Home
  • International News
  • Special
  • થોમસ એન્ડ્રયૂ હતા ટાઈટેનિક જહાજના રિયલ હીરો | thomas andrew is real hero of titanic ship

આ છે ટાઈટેનિકનો REAL હીરો, છેલ્લા સમય સુધી જહાજ પર રહી બચાવ્યા 2000 લોકોને

ટાઈટેનિક જહાજ 15 એપ્રિલના રોજ પોતાની પહેલી અને અંતિમ સફરમાં હિમશિલા સાથે અથડાઈને ડૂબી ગયું હતું

divyabhaskar.com | Updated - Apr 14, 2018, 10:29 AM
આ શિપને બનાવનાર વ્યક્તિ થોમસ એન્ડ્રયૂ હતાં.
આ શિપને બનાવનાર વ્યક્તિ થોમસ એન્ડ્રયૂ હતાં.

ઈન્ટરનેશનલ ડેસ્કઃ દરિયાઈ ઇતિહાસની સૌથી ભીષણ ટાઇટેનિક દુર્ઘટનામાં 1,517 લોકો માર્યા ગયાં હતાં. આ શિપ આજના દિવસે એટલે કે 15 એપ્રિલ, 1912ના રોજ પોતાની પહેલી અને અંતિમ સફરમાં હિમશિલા સાથે અથડાઈને ડૂબી ગયું હતું. આ શિપના કપ્તાન એડવર્ડ જોન સ્મિથ તો આ શિપની સાથે જ ડૂબી ગયાં હતાં, પરંતું તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ શિપને બનાવનાર વ્યક્તિ થોમસ એન્ડ્રયૂએ છેલ્લા સમય સુધી લોકોને બચાવવામાં પોતાનો જીવ ગુમાવી દીધો હતી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ટાઇટેનિક સાથે જોડાયેલી થોડી અજાણી વાતો....

આ હતા ટાઈટેનિકનો સાચો હીરો

આ વિશાળકાય શિપને બનાવનાર થોમસ એન્ડ્રયૂને ટાઇટેનિકનો સાચો હીરો માનવામાં આવે છે. 7 ફેબ્રુઆરી 1873ના રોજ જન્મેલાં એન્ડ્રયૂ બિઝનેસમેન હોવાની સાથે-સાથે શિપમેકર પણ હતાં. થોમસે જ ટાઇટેનિકને ડિઝાઇન કરી હતી. 15 એપ્રિલ 1912ની રાતે જ્યારે ટાઇટેનિક આઇસબર્ગ સાથે અથડાયું ત્યારે એન્ડ્રયૂ સમજી ગયાં હતાં કે હવે જહાજ બચશે નહીં. પરંતું તેમણે પોતાને બચાવવાની જગ્યાએ લોકોની મદદ કરવાનું શરૂ કરી દીધું.

છેલ્લાં સમય સુધી શિપમાં રહ્યાં હાજર

આઈસબર્ગ સાથે અથડાયા પછી એન્ડ્રયૂએ બધા જ મહેમાનોના રૂમમાં જઇને તેમને જગાડવાનું શરૂ કર્યું અને લાઇફ બોટ પાસે જવાનું કહ્યું, તેઓ વધારેમાં વધારે લોકોને બચાવવા માંગતાં હતાં. કપ્તાન જોન સ્મિથ સિવાય એન્ડ્રયૂ પણ શિપ ડૂબી ત્યાં સુધી તેમાં જ રહ્યાં અને શિપ સાથે પોતાની જાન ગુમાવી દીધી.

આગળ ક્લિક કરીને જાણો ટાઇટેનિક સાથે જોડાયેલી રસપ્રદ વાતો...

ઘણાં લોકોનું માનવું છે કે માત્ર 15 મિનિટમાં આ શિપ પાણીમાં ડૂબી ગયું હતું.
ઘણાં લોકોનું માનવું છે કે માત્ર 15 મિનિટમાં આ શિપ પાણીમાં ડૂબી ગયું હતું.

15 મિનિટમાં નહીં 3 કલાકે ડૂબ્યું હતું જહાજ

પોતાના સમયના આ સૌથી મોટા જહાડ વિશે દાવો કરવામાં આવ્યો હતો કે તે ક્યારેય ડૂબી શકશે નહીં. પરંતું પછી એવું થયું કે શિપ 15 એપ્રિલ 1912ના રોજ એક આઇસબર્ગ સાથે અથડાઇ અને ડૂબી ગઇ હતી. જેને લઇને એવી પણ વાતો થતી હતી કે તે માત્ર 15 મિનિટમાં ડૂબી ગયું હતું જે સંપૂર્ણ રીતે ખોટું છે. આ જહાજને ડૂબવામાં 3 કલાકનો સમય લાગ્યો હતો.

તે સમયનું સૌથી મોટું યાતાયાતનું સાધન હતું ટાઇટૈનિક
તે સમયનું સૌથી મોટું યાતાયાતનું સાધન હતું ટાઇટૈનિક

આટલાં ઊંડાણે મળ્યું હતું ટાઇટેનિક

ઘણાં વર્ષો પછી જ્યારે એટલાન્ટિક મહાસાગરમાં શોધ કરવામાં આવી તો ભીમકાય જહાજ સમુદ્રમાં 12 હજાર ફૂટના ઉંડાણે મળ્યું હતું. જેના અવશેષોને રોબોર્ટ બેલાર્ડે શોધ્યા હતાં. વર્ષો પછી આ શિપની દર્દનાક સ્ટોરી 1997માં આવેલી ટાઇટેનિક મૂવીમાં જોવા મળી હતી.

આ શિપને ચલાવવા માટે રોજ 600 ટન કોલસાની જરૂરિયાત હતી, માટે આ જહાજ ઉપર 6000 ટન કોલસો રાખવામાં આવ્યો હતો. અહીં કામ કરનાર ફાયરમેન ખૂબ જ ગરમી અને ગંદા વાતાવરણમાં રહેતાં હતાં.
આ શિપને ચલાવવા માટે રોજ 600 ટન કોલસાની જરૂરિયાત હતી, માટે આ જહાજ ઉપર 6000 ટન કોલસો રાખવામાં આવ્યો હતો. અહીં કામ કરનાર ફાયરમેન ખૂબ જ ગરમી અને ગંદા વાતાવરણમાં રહેતાં હતાં.

ટાઇટેનિક બચી શકતું હતું

આઇસબર્ગ જ્યારે જોવા મળ્યું, તેનાથી માત્ર 30 સેકેન્ડ પહેલાં જોવા મળ્યું હોત, તો જહાજની દિશા બદલાઇ શકી હોત અને ત્યારે લગભગ સમુદ્રી ઇતિહાસની આ ભીષણતમ દુર્ઘટના બની જ ન હોત.

શિપ ઉપર કોઇ દૂરબીન હતું નહીં જેનાથી દૂરની વસ્તુઓને જોઇ શકાય. જો દૂરબીન હોત તો આ દુર્ઘટના ટળી શકતી હતી.
શિપ ઉપર કોઇ દૂરબીન હતું નહીં જેનાથી દૂરની વસ્તુઓને જોઇ શકાય. જો દૂરબીન હોત તો આ દુર્ઘટના ટળી શકતી હતી.

એક ચિમની પણ મળી આવી

ટાઇટેનિક શિપમાં વરાળ બહાર આવે તેના માટે 4 સ્મોકસ્ટેક્સ લગાવેલાં હતાં. જે ટાઇટેનિકની તસવીરોનો અભિન્ન ભાગ રહ્યાં છે. પરંતું તમને તે જાણીને હેરાની થશે કે તેમાંથી એક સ્મોકસ્ટેક લગભગ ડેકોરેટિવ પીસ હતો. તેને માત્ર સજાવટ માટે લગાવવામાં આવેલું હતું.

ટાઇટૈનિક ઉપર 14 બેલબ્બોયઝ હતાં જેમનું કામ મુસાફરના સામાનને યોગ્ય જગ્યાએ પહોંચાડવાં અને અન્ય ટાસ્ક પૂર્ણ કરવાનું હતું. જે બધા જ મૃત્યુ પામ્યાં.
ટાઇટૈનિક ઉપર 14 બેલબ્બોયઝ હતાં જેમનું કામ મુસાફરના સામાનને યોગ્ય જગ્યાએ પહોંચાડવાં અને અન્ય ટાસ્ક પૂર્ણ કરવાનું હતું. જે બધા જ મૃત્યુ પામ્યાં.
શિપમાં 109 બાળકો સવાર હતાં જેમાંથી 53ના મોત થયા.
શિપમાં 109 બાળકો સવાર હતાં જેમાંથી 53ના મોત થયા.
885 ઓફિસર અને ક્રૂ મેમ્બર્સમાંથી માત્ર 23 મહિલાઓ હતી.
885 ઓફિસર અને ક્રૂ મેમ્બર્સમાંથી માત્ર 23 મહિલાઓ હતી.
આ શિપ ઉપર સૌથી ધની વ્યક્તિ જોન જેકબ એસ્ટર IV હતો જેની નેટવર્થ 85 મિલિયન ડોલર હતી જે આજના અંદાજે 2 બિલિયન ડોલર બરાબર છે. તે પોતાની પ્રેગનેન્ટ પત્ની સાથે સફર કરતો હતો. પોતાની પત્નીને લાઇફબોટમાં હેલ્પ કરતી વખતે તેનું મૃત્યુ થઇ ગયું.

ટાઇટૈનિક જહાજના કેપ્ટન Edward J. Smith હતાં. તે આ યાત્રા પછી રિટાયરમેન્ટ લેવાના હતાં.
ટાઇટૈનિક જહાજના કેપ્ટન Edward J. Smith હતાં. તે આ યાત્રા પછી રિટાયરમેન્ટ લેવાના હતાં.
અનેક ફેમસ વ્યક્તિઓએ આ જહાજની ટિકિટ ખરીદી હતી પરંતું તેઓ તેમાં સવાર થયાં નહીં. જેમાંથી એક છે જે પી મોર્ગન.
અનેક ફેમસ વ્યક્તિઓએ આ જહાજની ટિકિટ ખરીદી હતી પરંતું તેઓ તેમાં સવાર થયાં નહીં. જેમાંથી એક છે જે પી મોર્ગન.
X
આ શિપને બનાવનાર વ્યક્તિ થોમસ એન્ડ્રયૂ હતાં.આ શિપને બનાવનાર વ્યક્તિ થોમસ એન્ડ્રયૂ હતાં.
ઘણાં લોકોનું માનવું છે કે માત્ર 15 મિનિટમાં આ શિપ પાણીમાં ડૂબી ગયું હતું.ઘણાં લોકોનું માનવું છે કે માત્ર 15 મિનિટમાં આ શિપ પાણીમાં ડૂબી ગયું હતું.
તે સમયનું સૌથી મોટું યાતાયાતનું સાધન હતું ટાઇટૈનિકતે સમયનું સૌથી મોટું યાતાયાતનું સાધન હતું ટાઇટૈનિક
આ શિપને ચલાવવા માટે રોજ 600 ટન કોલસાની જરૂરિયાત હતી, માટે આ જહાજ ઉપર 6000 ટન કોલસો રાખવામાં આવ્યો હતો. અહીં કામ કરનાર ફાયરમેન ખૂબ જ ગરમી અને ગંદા વાતાવરણમાં રહેતાં હતાં.આ શિપને ચલાવવા માટે રોજ 600 ટન કોલસાની જરૂરિયાત હતી, માટે આ જહાજ ઉપર 6000 ટન કોલસો રાખવામાં આવ્યો હતો. અહીં કામ કરનાર ફાયરમેન ખૂબ જ ગરમી અને ગંદા વાતાવરણમાં રહેતાં હતાં.
શિપ ઉપર કોઇ દૂરબીન હતું નહીં જેનાથી દૂરની વસ્તુઓને જોઇ શકાય. જો દૂરબીન હોત તો આ દુર્ઘટના ટળી શકતી હતી.શિપ ઉપર કોઇ દૂરબીન હતું નહીં જેનાથી દૂરની વસ્તુઓને જોઇ શકાય. જો દૂરબીન હોત તો આ દુર્ઘટના ટળી શકતી હતી.
ટાઇટૈનિક ઉપર 14 બેલબ્બોયઝ હતાં જેમનું કામ મુસાફરના સામાનને યોગ્ય જગ્યાએ પહોંચાડવાં અને અન્ય ટાસ્ક પૂર્ણ કરવાનું હતું. જે બધા જ મૃત્યુ પામ્યાં.ટાઇટૈનિક ઉપર 14 બેલબ્બોયઝ હતાં જેમનું કામ મુસાફરના સામાનને યોગ્ય જગ્યાએ પહોંચાડવાં અને અન્ય ટાસ્ક પૂર્ણ કરવાનું હતું. જે બધા જ મૃત્યુ પામ્યાં.
શિપમાં 109 બાળકો સવાર હતાં જેમાંથી 53ના મોત થયા.શિપમાં 109 બાળકો સવાર હતાં જેમાંથી 53ના મોત થયા.
885 ઓફિસર અને ક્રૂ મેમ્બર્સમાંથી માત્ર 23 મહિલાઓ હતી.885 ઓફિસર અને ક્રૂ મેમ્બર્સમાંથી માત્ર 23 મહિલાઓ હતી.
આ શિપ ઉપર સૌથી ધની વ્યક્તિ જોન જેકબ એસ્ટર IV હતો જેની નેટવર્થ 85 મિલિયન ડોલર હતી જે આજના અંદાજે 2 બિલિયન ડોલર બરાબર છે. તે પોતાની પ્રેગનેન્ટ પત્ની સાથે સફર કરતો હતો. પોતાની પત્નીને લાઇફબોટમાં હેલ્પ કરતી વખતે તેનું મૃત્યુ થઇ ગયું.આ શિપ ઉપર સૌથી ધની વ્યક્તિ જોન જેકબ એસ્ટર IV હતો જેની નેટવર્થ 85 મિલિયન ડોલર હતી જે આજના અંદાજે 2 બિલિયન ડોલર બરાબર છે. તે પોતાની પ્રેગનેન્ટ પત્ની સાથે સફર કરતો હતો. પોતાની પત્નીને લાઇફબોટમાં હેલ્પ કરતી વખતે તેનું મૃત્યુ થઇ ગયું.
ટાઇટૈનિક જહાજના કેપ્ટન Edward J. Smith હતાં. તે આ યાત્રા પછી રિટાયરમેન્ટ લેવાના હતાં.ટાઇટૈનિક જહાજના કેપ્ટન Edward J. Smith હતાં. તે આ યાત્રા પછી રિટાયરમેન્ટ લેવાના હતાં.
અનેક ફેમસ વ્યક્તિઓએ આ જહાજની ટિકિટ ખરીદી હતી પરંતું તેઓ તેમાં સવાર થયાં નહીં. જેમાંથી એક છે જે પી મોર્ગન.અનેક ફેમસ વ્યક્તિઓએ આ જહાજની ટિકિટ ખરીદી હતી પરંતું તેઓ તેમાં સવાર થયાં નહીં. જેમાંથી એક છે જે પી મોર્ગન.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App