જમવા માટે 12KM ચાલીને કૃષ્ણ મંદિર જતા સ્ટીવ જોબ્સ, ભારતથી મેળવ્યું'તું જ્ઞાન

1974ના વર્ષમાં મોટા લેવલે કંઇક મેળવવાની ઇચ્છામાં તેઓ ભારત આવ્યા હતા

divyabhaskar.com | Updated - Feb 23, 2018, 04:40 PM
Steve Jobs Rare Facts and his life on his birthday

ઈન્ટરનેશનલ ડેસ્ક: એપલના સહસંસ્થાપક સ્ટીવ જોબ્સનો આજે જન્મ દિવસ છે. જોબ્સનો જન્મ 24મી ફેબ્રુઆરી, 1955ના રોજ થયો હતો. પોતાના ઇનોવેશન અને દૂરદર્શિતાને માટે તેઓ જાણીતા રહ્યા હતા. ઘણા ઓછા લોકો જાણતા હશે કે જીવનનું જ્ઞાન તેમને ભારતમાંથી મળ્યુ હતું. 1974ના વર્ષમાં ઘણા મોટા લેવલે કંઇક મેળવવાની ઇચ્છામાં તેઓ ભારત આવ્યા હતા. જીવનનું જ્ઞાન લેવા માટે પોતાના દોસ્તની સાથે નૈનીતાલના નીમ કેરોલીબાબાના કૈચી આશ્રમ પહોંચ્યા. પોતાના ચમત્કારોને માટે વિશ્વમાં જાણીતા બાબાના વિચારોથી તેઓ પ્રભાવિત થયા અને ભારત પહોંચ્યા તો બાબાનું નિધન થયું.

અહીં તેઓને ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગી નામનું પુસ્તક મળ્યું, તેઓએ તેને વાંચ્યું. એક નહીં અનેક વાર. આ પુસ્તક વિશે સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે, આ પુસ્તક છે જેણે તેમના વિચારોને બદલવાની તાકાત આપી હતી.

આગળની સ્લાઇડ પર જાણો સ્ટીવ જોબ્સની જિંદગીની કેટલીક ખાસ વાતોને...

Steve Jobs Rare Facts and his life on his birthday

7 માઇલ ચાલીને જમવા જતા હતા કૃષ્ણ મંદિર

એપલના સીઇઓ સ્ટીવ જોબ્સ 12 જૂન 2005માં સ્ટેન્ડફોર્ડ યુનિર્વસિટીમાં એક પ્રોગ્રામમાં જોડાયા હતા. અહીં તેઓએ બાળકોને સંબોધિત કરીને પોતાની સફળતાની ત્રણ વાર્તાઓ પણ સંભળાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેમને કોલેજ ડ્રોપ કર્યા બાદ પોતના દોસ્તને ત્યાં રહેવું પડેલું. તેઓએ કોકની બોટલો વેચીને પણ ખાવા માટેના રૂપિયા ભેગા કરેલા. આ સમયે તેઓ 7 માઇલ ચાલીને જમવા માટે કૃષ્ણ મંદિર જતા હતા.

Steve Jobs Rare Facts and his life on his birthday

જોબ્સને કાઢી મૂકાયા પોતાની જ કંપનીમાંથી

1985માં સ્ટીવ જોબ્સને તેમની બનાવેલી કંપનીમાંથી નિકાળી દેવામાં આવ્યા હતા. તેની પાછળ જોન સ્કલીનો હાથ હતો. તેઓને એપલમાં લાવનાર જોબ્સ જ હતા. આ સમયે મૈકિન્ટોશ કમ્પ્યૂટરની ખરાબ સેલ્સને કારણે જોબ્સ તે પ્રોડક્ટની કિંમત ઓછી કરવા ઇચ્છતા હતા. આ સમયે જોન સ્કલીએ જણાવ્યું કે મૈકિન્ટોશની સેલ્સ ખરાબ સોફ્ટવેરને કારણે રોકાયેલી રહી હતી. જોબ્સ અને સ્કલીનો વિવાદ બોર્ડ સુધી પહોંચ્યો અને સાથે જોબ્સે બનાવેલી કંપનીમાંથી તેમને બહાર કાઢી દેવામાં આવ્યા.

Steve Jobs Rare Facts and his life on his birthday

એપલથી પહેલાં કરી ગૂગલની મદદ

સ્ટીવ જોબ્સે ગૂગલના શરૂઆતના સમયમાં સર્જી બ્રિન અને લેરી પેજની ઘણી મદદ મળી હતી. ગૂગલને આટલું વિરાટ રૂપ આપવામાં જોબ્સનો ઘણો ફાળો રહ્યો છે. એક સમય એવો આવ્યો હતો કે જ્યારે ગૂગલ જોબ્સની કંપની એપલનું કમ્પિટિટર માનવામાં આવતું હતું, ત્યારે જોબ્સે પોતાની કંપની પર ધ્યાન આપવાનું શરૂ કર્યું, આ પહેલાં ગૂગલના ફાઉન્ડર ઇચ્છતા હતા કે તેઓની સાથે જોબ્સ કામ કરે. ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે ગૂગલના એક્ઝિક્યુટિવ ચેરમેન એરિક સ્મિથે જોબ્સને ત્રણ મહિના સુધી એપલના બોર્ડમાં સામેલ કર્યા હતા. આ સમયે કંપની આઇફોનની સ્ટ્રેટેજી નક્કી કરી રહી હતી. એન્ડ્રોઇડ લોન્ચ કરતાં પહેલાં એપલ છોડીને ફરી તેઓ ગૂગલમાં જોડાઇ ગયા હતા. આ બાદ એપલનો મોટો કમ્પિટિટર બન્યો ગૂગલ.

Steve Jobs Rare Facts and his life on his birthday

સ્ટીવ જોબ્સ હતા એડોપ્ટેડ

સ્ટીવ જોબ્સને પોલ અને ક્લારા જોબ્સે દત્તક લીધા હતા. સીરિયાઇ પિતા અને જર્મન માના દીકરા સ્ટીવને બાળપણમાં જ તેમની પોતાની માતાએ દત્તક આપી દીધા હતા. ત્યારે તેમના માતા પિતા અલગ થઇ ગયા હતા. સ્ટીવને પોલ અને ક્લારા જોબ્સે એડપ્ટ કર્યા હતા. સ્ટીવના પોતાના પિતાનું નામ અબ્દુલફતાહ જિનદાલી અને માતાનું નામ જેઆન કૈરોલ હતું. 

Steve Jobs Rare Facts and his life on his birthday

25 વર્ષમાં બની ગયા કરોડપતિ...

'એપલ 2કે' કંપનીનો પહેલો મોટો લોકપ્રિય પ્રોડક્ટ ગણાયો. આ ગેજેટને એટલી લોકપ્રિયતા મળી હતી કે એપલના વેચાણ માટે 7.8 મિલિયન ડોલર 1978માં અને 1980 સુધી વધીને 117 મિલિયન ડોલર સુધી પહોંચી. સાથે ફક્ત 25 વર્ષની ઉંમરમાં જોબ્સ કરોડપતિ બની ગયા. 

Steve Jobs Rare Facts and his life on his birthday

સ્ટીવ જોબ્સ ચાલવતા હતા નંબર પ્લેટ વિનાની ગાડી
 
જોબ્સ સફેદ રંગની મર્સિડિઝ  Benz SL55 ચલાવતા હતા. તેની પર તેઓએ ક્યારેય નંબર પ્લેટ લગાવી નથી. પરંતુ પોલિસે ક્યારેય તેને ફાઇન કર્યો નથી. જોબ્સને એ ફાયદો કેર્લિફોર્નિયાના પરિવહન કાયદાની ફ્લેક્સિબિલીટીના કારણે મળતો રહ્યો. એક રીતે સ્ટીવ જોબ્સ અમેરિકાના પરિવહન કાનૂનને વર્ષો સુધી તોડતા રહ્યા હતા.

Steve Jobs Rare Facts and his life on his birthday

ટાઇમ મેગેઝીનના કવર પર સ્ટીવ જોબ્સ

15 ફેબ્રુઆરી 1982માં એપલના સંસ્થાપક સ્ટીવ જોબ્સ પહેલીવાર ટાઇમ મેગેઝીનના કવર પર આવ્યા. 'સ્ટ્રાઇકિંગ ઇટ રિચ, અમેરિકાઝ રિસ્ક ટેકર્સ' કવર પેજ પર સ્ટીવનો ફોટો નહીં પણ પોટ્રેટ આવ્યું. પછી તેઓ આઠ વાર ટાઇમના કવર પર આવ્યા. તેઓ જીવિત હતા ત્યારે છેલ્લીવાર 1 એપ્રિલ 2010ના આઇપેડના લોન્ચિંગના સમયે જોબ્સે 3.18 મિનિટમાં ટાઇમનું કવર તૈયાર કર્યું, બાકી ફોટોને જોબ્સના નિધનના સમયે ટાઇમે બે વાર કવર પર અને ત્રણ વાર ઇનસાઇડ સ્ટોરીમાં છાપ્યા.

Steve Jobs Rare Facts and his life on his birthday

સ્ટીવ જોબ્સ લેતા હતા ફ્કત એક ડોલર

ઘણા ઓછા લોકો જાણે છે કે સ્ટીવ જોબ્સે લગભગ 10 વર્ષ સુધી ફક્ત એક ડોલરની સેલેરી લીધી હતી. એપલની સાથે મોટા શેર હોલ્ડર હોવાના કારણે જોબ્સની સંપત્તિ ક્યારેય ઓછી થઇ નથી. 

X
Steve Jobs Rare Facts and his life on his birthday
Steve Jobs Rare Facts and his life on his birthday
Steve Jobs Rare Facts and his life on his birthday
Steve Jobs Rare Facts and his life on his birthday
Steve Jobs Rare Facts and his life on his birthday
Steve Jobs Rare Facts and his life on his birthday
Steve Jobs Rare Facts and his life on his birthday
Steve Jobs Rare Facts and his life on his birthday
Steve Jobs Rare Facts and his life on his birthday
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App