દુબઈના શેખો પણ છે 'કેરડા'ના દિવાના, આવી રીતે પહોંચ્યો તેનો સ્વાદ

કેરડાને સુકવીને તેનો ઉપયોગ કરી શકાય છે, તેના શાક માત્ર ઉપરાંત અથાણું પણ ચટાકેદાર હોય છે

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 05:59 PM
sheikh of dubai also like indian caper pickle

ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુબઈના શેખ પોતાના શાન-ઓ-શૌકત અને લક્ઝરી લાઈફ સ્ટાઈલ માટે વિશ્વભરમાં ફેમસ છે. ટાઈગર, બાજને પાળવા જેવો શોખ રાખે છે. તેમની મોંઘીદાટ કાર્સની દીવાનગી પણ દુનિયામાં બધાને ખબર છે. હવે તમને એ જાણીને આનંદ થશે કે દુબઈના શેખ રાજસ્થાની કેરડાના પણ દીવાના છે. આ સિવાય ભારતમાં પણ કેરડાની માંગ દિવસેને દિવસે વધતી જાય છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ ફળનું ચલણ વધારે છે.

કેરડાના ભાવ પહોંચ્યા આસમાને

આ કારણે જ કચ્છ તથા સૌરાષ્ટ્રના ખેતરોમાં ફ્રિમાં મળતા કેરડાનો ભાવ આસમાને પહોંચ્યો છે. તેની ખાસ વાત એ છે કે, કેરડાને સુકવીને ઘણા દિવસો સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. તેનું માત્ર શાક નહી પરંતુ અથાણું પણ એકદમ સ્વાદિષ્ટ હોય છે.

આગળ વાંચો- કેવી રીતે કેરડાનો સ્વાદ પહોંચ્યો શેખોના જીભ સુધી?

sheikh of dubai also like indian caper pickle

કેરડા આ રીતે પહોંચ્યા દુબઈ

વાત શેખાવાટી વિસ્તારની કરીએ તો અહીંયા લોખો કારીગરો ખાડી દેશોમાં કામ કરે છે. દુબઈમાં પણ તેમની સંખ્યા ઘણી છે. ઘણા કારીગરો જણાવે છે કે, દેશી સ્વાદ માટે તે કાયમ રાજસ્થાનથી કેરડા મંગાવે છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં પણ કેરડાનું સારું એવું ઉત્પાદન થાય છે. રાજસ્થાનના કારીગરો દ્વારા જ કેરડાનો ટેસ્ટ શેખોની જીભ સુધી પહોંચ્યો છે. હવે શેખો સુધી કેરડાની આયાત પણ થવા લાગી છે.

sheikh of dubai also like indian caper pickle

રાજસ્થાનના માર્કેટમાં કેરડાની આવક

હાલ રાજસ્થાનના બજારોમાં નવા કેરડાની આવક શરૂ થઈ ગઈ છે. તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગાર મળી રહ્યો છે. બજારમાં હાલ આવી રહેલા કેરડાનો ભાવ પ્રતિકિલો 100-125 સુધી પહોંચી ગયો છે, જે ફળો-શાકભાજી કરતા પણ મોંઘા છે.

sheikh of dubai also like indian caper pickle

સાંગરી આવશે થોડા દિવસ બાદ

સાંગરી હજુ થોડા દિવસ બાદ બજારમાં આવશે. ખેજડીના ઝાડ હાલ થોડા આચ્છાદિત છે અને થોડા દિવસ બાદ સાંગરીઓ આવી જશે. જ્યાં આજકાલ બજારમાં ઉપલબ્ધ શાકભાજી તથા ફળોને તૈયાર કરવા માટે રાસાયણીક ક્રિયા અને ઘણા પ્રકારની દવાનો ઉપયોગ કરાય છે. ત્યા કેરડાને કુદરતી રીતે તૈયાર થાય છે. તે સંપૂર્ણ રીતે શુદ્ધ અને સ્વાદ પણ લાજવાબ હોય છે.

sheikh of dubai also like indian caper pickle
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App