Home » International News » Special » Scientists had got the rare stone in the desert of Africa

આફ્રિકાના રણમાં વૈજ્ઞાનિકોને મળ્યો હતો આ દુર્લભ પથ્થર, હવે 4 કરોડ રૂપિયામાં થઈ રહી છે હરાજી

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 02:51 PM

વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ચંદ્રનો ટુકડો છે, આવો પથ્થર બીજીવાર જોવા નહીં મળે

  • Scientists had got the rare stone in the desert of Africa
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ અંદાજે 5.5 કિલોનો આ પથ્થર અંદાજે 4 કરોડમાં વેચાઈ રહ્યો છે. જો તમે વિચારી રહ્યા છો કે, આટલી કિંમત શા માટે તો જણાવી દઈએ કે આ ચંદ્રનો ટુકડો છે. 2017માં આફ્રિકાના સહારા રણમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો હતો. હવે બોસ્ટનની આરઆર ઓક્શન કંપની પાંચ લાખ અમેરિકન ડોલર કે તેનાથી વધારે કિંમતમાં તેની હરાજી કરવા જઈ રહી છે. ઓક્શન કરતી કંપની આરઆરનું કહેવું છે, દુનિયામાં આવો પથ્થર બીજીવાર જોવા નહીં મળે.

    આ છે તેની ખાસિયત...


    - ચંદ્રના આ ખડક ટુકડાનું નામ એનડબ્લ્લૂએ 11789 રાખવામાં આવ્યું હતું. તેન બુઆગાબાના નામેથી ઓળખવામાં આવે છે. એમ પણ મનાય છે કે, આ હજારો વર્ષ પહેલા ધરતી પર પડ્યો હતો. આ કારણથી તેની કિંમત લગાવાઈ છે.

    આ રીતે આવ્યો ધરતી પર


    - વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ચંદ્રથી હજારો વર્ષ પહેલા ભયાનક ઉલ્કાપિંડ અથડાયો હતો. આ કારણે તેની સપાટી પર ધમાકો થયો અને આ ટુકડો 4 લાખ કિલોમીટરની મુસાફરી કરીને ધરતી પર આવી પડ્યો.
    - આ ઉલ્કાપિંડ ભાગ મળીને બન્યો છે જે એકબીજા સાથે કોઈ કોયડાની જેમ જોડાઈ જાય છે. તેમાં સૌથી મોટા ટુકડાનું વજન 2 કિલો છે. ચંદ્રથી નીકળેલા મોટાભાગના ઉલ્કાપિંડોનો આકાર અખરોટ કે પછી ગોલ્ફના બોલ જેવો હોય છે. એવું એટલા માટે કારણ કે, પૃથ્વી સુધી પહોંચતા પહોંચતા તે ખરાબ રીતે સળગીને નષ્ટ થઈ જાય છે.

    આ કારણ છે દુર્લભ


    - ઉલ્કાપિંડ વેચતી કંપની એરોલાઈટ મેટિયોરાઈટ્સના સીઈઓ જિયોક નોટકિને કહ્યું કે, 'આને જોતા જ અમે જાણી ગયા કે આ અનોખું છે, આ જિંદગીભરની શોધમાં એક વાર મળતી વસ્તું છે.' નોટકિને વધુમાં કહ્યું, 'ઉલ્કાના પૃથ્વીના વાતાવરણમાં આવતા તેને અતિ ગરમી બાળી નાખે છે. તાપમાન હજારો ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે પણ તેનો આ સામનો કરીને આહીંયા આવી પહોંચ્યો, જે તેને દુર્લભ બનાવે છે.

    લોકો માટે અનોખી તક


    આ ઉલ્કાપિંડ કોઈ પણ નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ માટે ખાસ હોઈ શકે છે. જોકે, તેને વેચતી કંપની તરફથી રોબર્ટ લિવિંગસ્ટોને કહ્યું કે, ખાનગી રીતે કોઈ વ્યક્તિ માટે ચંદ્રનો ટુકડો ખરીદવાની આ દુર્લભ તક છે કારણ કે, અંતરિક્ષયાત્રી જે ટુકડા લાવે છે તે અમેરિકન સરકારની સંપત્તિ બની જાય છે.

    આ પણ વાંચો - મહિલાએ ઘરમાં લગાવ્યો સિક્રેટ કેમેરો, જ્યારે ફૂટેજમાં ડોગી સાથે મંગેતરને જોયો તો લાગ્યો આંચકો, મહિલાએ લીધો મોટો નિર્ણય

  • Scientists had got the rare stone in the desert of Africa
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Scientists had got the rare stone in the desert of Africa
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending