સ્વિત્ઝરલેન્ડનો રોન ગ્લેશિયર સફેદ બ્લેન્કેટથી આવરી લેવાયો, જેથી ગ્લોબલ વોર્મિંગથી બરફ ના પીગળે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ગ્લોબલ વોર્મિંગના કારણે સ્વિત્ઝરલેન્ડના રોન ગ્લેશિયર(બરફનો પહાડ) ઓગળવાનો ખતરો વધી ગયો છે. એવામાં તેને સફેદ બ્લેન્કેટથી ઢાંકી દેવામાં આવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ગ્લોબલ વોર્મિંગ અને ગરમીના કારણે સતત બરફ ઓગળી રહ્યો છે. તેને બચાવવા માટે આ રીત અપનાવાઈ છે.

 

પ્રવાસીઓમાં સ્વિત્ઝરલેન્ડનું આકર્ષણ ઘટવાની આશંકા


બરફ ખતમ થવાથી પ્રવાસીઓમાં સ્વિત્ઝરલેન્ડનું આકર્ષણ ઘટવાની આશંકા છે. એવામાં આસપાસ રહેતા લોકો પાસે પણ ગ્લેશિયર ઢાંકવાની અપીલ કરાઈ રહી છે. નિષ્ણાતો પ્રમાણે, સફેદ બ્લેન્કેટ તડકાને અંદર આવવા દેતો નથી. સાથે જ બરફ અને બ્લેન્કેટની વચ્ચે રહેલી હવા ઉષ્માને બચાવે છે, જેનાથી બરફ ઓગળતો નથી. ગ્લેસિયોલોજિસ્ટ ડેવિડ વોલ્કને જણાવ્યું, આ રીતે બરફને ઓગળવાથી 50 ટકાથી 70 ટકા સુધી બચાવી શકાય છે.
 
150 વર્ષથી ઓગળી રહ્યો છે ગ્લેશિયર


ડેવિડ પ્રમાણે, સ્વિત્ઝરલેન્ડમાં રહેલો આ ગ્લેશિયર લગભગ 150 વર્ષથી ઓગળી રહ્યો છે. હાલ તેની ઊંચાઈ 1200 ફૂટ સુધીની છે. સ્વિસ ગ્લેશિયર મોનિટરિંગ નેટવર્કના હેડ મેથિહાસ હસે જણાવ્યું કે, દર 10 વર્ષે ગ્લેશિયરમાં 33 ફૂટનો ઘટાડો થાય છે. આ કારણે ગ્લેશિયર પાસે તળાવ બની ગયું છે. તેમનું કહેવું છે કે, જો ગ્લોબલ વોર્મિંગની આ જ સ્થિતિ રહી તો વર્ષ 2100 સુધીમાં મોટાભાગનો ગ્લેશિયર ઓગળી જશે. પહાડી વિસ્તારોમાં પણ માત્ર 10 ટકા જ બરફ રહેશે.
 
સ્થાનિક લોકો ઉઠાવે છે ગ્લેસિયર ઢાંકવાનો ખર્ચ


ડેવિડે જણાવ્યું કે, દરિયાની સપાટીથી 7500 ફૂટ ઉપર સ્થિત ગ્લેશિયરને આખો ઢાંકવામાં ઘણા કલાકો લાગે છે. હજારો ડોલરનો ખર્ચ આવે છે. આ પર્યટક સ્થળને બચાવવા માટે આ ખર્ચ મોટાભાગે સ્થાનિક લોકો ઉઠાવે છે.

 

આ પણ વાંચો - ઓમાનઃ પાંચ વર્ષ પહેલા દુક્મની વસ્તી હતી 3 હજાર, સરકારે રણમાં બનાવી દીધું હાઈટેક શહેર

અન્ય સમાચારો પણ છે...