રિટાયર થશે ચીનના સૌથી ધનિક વ્યક્તિ જૈક મા, 2639 અબજ રૂપિયા છે સંપત્તિ

એપાર્ટમેન્ટમાં શરૂ કરી હતી કંપની, જાણીએ જૈક મા વિશે અન્ય ખાસ વાતો....

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 12:52 PM
reports says Alibaba co founder Jack Ma will be retire

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચીનના સૌથી ધનિક વ્યક્તિ અને ઈ-કોમર્સ કંપની અલીબાબાના સહસંસ્થાપક જૈક મા રિટાયર થઈ રહ્યા છે. અલીબાબાના કાર્યકારી અધ્યક્ષ જૈકનું કહેવું છે કે, તે સોમવારે રિટાયર થશે અને શિક્ષણ ક્ષેત્રમાં કામ કરશે. ફોર્બ્સ પ્રમાણે, હાલ જૈક માની સંપત્તિ અંદાજે 2639 અબજ રૂપિયા છે. આવો જાણીએ જૈક મા વિશે અન્ય ખાસ વાતો....

ન્યુયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જૈક માએ કહ્યું છે કે, તેની સેવાનિવૃતિ એક યુગનો અંત નથી, પરંતુ એક નવા યુગની શરૂઆત છે. આઈએએનએસ પ્રમાણે, તેમણે કહ્યું કે, મને શિક્ષણ પસંદ છે. હું મારો વધારે સમય અને પૈસા આ ક્ષેત્રમાં લગાવીશ. જૈક મા અંગ્રેજી શિક્ષક રહી ચૂક્યા છે.

જૈક માએ 18 અન્ય લોકો સાથે મળીને 1999માં ચીનના ઝેજિયાંગના હાંગઝૂમાં પોતાના એપાર્ટમેન્ટમાં અલીબાબાની સ્થાપના કરી હતી. અલીબાબાની વર્ષીક આવક 250 અબજ યુઆન એટલે કે અંદાજે 40 અબજ ડોલર છે. જૈક માને ચીનના ઘરમાં પૂજવામાં પણ આવે છે. ઘણા ઘરોમાં તમે તેની તસવીર જોઈ શકો છો. જ્યાં તેને ભગવાનની જેમ પૂજવામાં આવે છે.

જોકે, જૈક મા અલીબાબાના નિદેશનક મંડળના સભ્ય બનેલા રહેશે અને કંપનીના પ્રબંધનને જોશે. જૈક મા સોમવારે 54 વર્ષના થવા જઈ રહ્યા છે, આ દિવસે ચીનમાં રાષ્ટ્રીય અવકાશ હોય છે અને તેને ચીનમાં શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે.

આ પણ વાંચો - મજૂર પાસે લોટરી ટિકિટ ખરીદવાના પૈસા નહોતા, મિત્રો પાસેથી ઉધાર માગ્યા અને જીતી ગયો દોઢ કરોડ રૂપિયા

reports says Alibaba co founder Jack Ma will be retire
reports says Alibaba co founder Jack Ma will be retire
X
reports says Alibaba co founder Jack Ma will be retire
reports says Alibaba co founder Jack Ma will be retire
reports says Alibaba co founder Jack Ma will be retire
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App