Divya Bhaskar

Home » International News » Special » PAKમાં દરરોજે 12 લોકોને મારી રહ્યા છે આતંકવાદી, પોતે જ આપ્યો હતો આતંકને આશરો | read worldwide terrorist attacks data detail on anti terrorism day

PAKમાં દરરોજે 12 લોકોને મારી રહ્યા છે આતંકવાદી, પોતે જ આપ્યો હતો આતંકને આશરો

Divyabhaskar.com | Updated - May 21, 2018, 03:50 PM

2016માં 75 ટકા આતંકવાદી હુમલા માત્ર દુનિયાના 10 દેશોમાં થયા, આ કારણે 21 મેના રોજ એન્ટી ટેરરિઝ્મ ડે તરીકે મનાવાય છે

  • PAKમાં દરરોજે 12 લોકોને મારી રહ્યા છે આતંકવાદી, પોતે જ આપ્યો હતો આતંકને આશરો | read worldwide terrorist attacks data detail on anti terrorism day
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયાનો એક મોટો ભાગ આતંકવાદ સામે લડી રહ્યો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના અહેવાલ પ્રમાણે, 2016માં વિશ્વભરમાં 11,072 આતંકવાદી હુમલા થયા. તેનું પરિણામ 25,600 લોકોના મોત તરીકે સામે આવ્યું. ત્યારે આ હુમલામાં અંદાજે 33,800 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આજે દુનિયા માને છે કે, પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે, પરંતુ એક તથ્ય એ પણ છે કે, પાકિસ્તાનમાં છેલ્લા 15 વર્ષથી સરેરાશ દરરોજે 12 લોકોની આતંકવાદીઓએ હત્યા કરી છે. એટલે કે પાકિસ્તાને જે ઝેર તૈયાર કર્યું હતું, હવે એ પોતે જ તેનો શિકાર બની રહ્યું છે. ગ્લોબલ ટેરરિઝ્મ ડેટાબેઝ પ્રમાણે, 2016માં 75 ટકા આતંકવાદી હુમલા માત્ર દુનિયાના 10 દેશોમાં થયા. તેમાં ઈરાક, અફઘાનિસ્તાન, ભારત, પાકિસ્તાન, ફિલીપાઈન્સ, સોમાલિયા, તુર્કી, નાઇજીરીયા, યમન અને સીરિયા સામેલ છે. 21 મે, 1991ના રોજ દેશના તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા તમિલ ટાઈગર્સે કરી હતી. ત્યારથી દર વર્ષે 21 મેના રોજ એન્ટી ટેરરિઝ્મ ડે તરીકે મનાવાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, આતંકવાદથી સૌથી વધારે પીડિત પાંચ દેશો વિશે....

    ઈરાકમાં એક વર્ષમાં જ 2965 આતંકવાદી હુમલા


    ગ્લોબલ ટેરરિઝ્મ ઈન્ડેક્સ 2017ના રિપોર્ટમાં આતંકવાદી સામે લડી રહેલા ટોપ 50 દેશોનું રેંકિંગ આપવામાં આવ્યું છે, જેમાં ઈરાક સૌથી ઉપર છે. ત્યારબાદ અફઘાનિસ્તાન, નાઇજીરીયા, સીરિયા અને પાકિસ્તાનનું નામ આવે છે. ઈરાકમાં 2016 આતંકવાદ માટે સૌથી ખરાબ વર્ષ રહ્યું. અહીંયા આ વર્ષે 2965 હુમલા થયા છે. આતંકવાદ મામલે ઈરાક માટે સૌથી ખરાબ સ્થિતિ 2916માં રહી. આ વર્ષે અચાનક આતંકવાદથી થતા મોતની સંખ્યા 40 ટકા થઈ ગઈ. પરિણામ એ આવ્યું કે, 2803થી વધારે મોત થયા.

    આગળની વાંચો, આતંકવાદના શિકાર ટોપ 5 દેશ વિશે અને ભારતની સ્થિતિ....

  • PAKમાં દરરોજે 12 લોકોને મારી રહ્યા છે આતંકવાદી, પોતે જ આપ્યો હતો આતંકને આશરો | read worldwide terrorist attacks data detail on anti terrorism day
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    અફઘાનિસ્તાન


    ગ્લોબલ ટેરેરિઝ્મ ઈન્ડેક્સમાં અફઘાનિસ્તાન આતંકવાદ સામે લડનારો બીજો દેશ છે. 2016માં અહીંયા 1340 આતંકવાદી હુમલા થયા, જેમાં 4561 લોકોએ જીવ ગુમાવ્યા. તાલિબાન વિરુદ્ધ અમેરિકા તરફથી શરૂ કરવામાં આવેલા ઓપરેશન બાદથી અહીંયા માહોલ ક્યારેય શાંત થયો નહી.

  • PAKમાં દરરોજે 12 લોકોને મારી રહ્યા છે આતંકવાદી, પોતે જ આપ્યો હતો આતંકને આશરો | read worldwide terrorist attacks data detail on anti terrorism day
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    નાઈજીરીયા


    નાઈજીરીયામાં આતંકવાદી સંગઠન બોકો હરમે 2014માં ઘણા હુમલા કર્યા. તે સમયે અહીંયા આતંકવાદ ચરમસીમાંએ હતો. 2014માં 7500 લોકો આ આતંકવાદની ઝપેટમાં આવ્યા હતા. જો કે, આતંકવાદી સંગઠનો વિરુદ્ધ મેલેટ્રી ઓપરેશન્સના કારણે હાલ થોડી રાહત મળી છે.

  • PAKમાં દરરોજે 12 લોકોને મારી રહ્યા છે આતંકવાદી, પોતે જ આપ્યો હતો આતંકને આશરો | read worldwide terrorist attacks data detail on anti terrorism day
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    સીરિયા


    સીરિયા છેલ્લા સાત વર્ષથી સિવિલ વોર સામે લડી રહ્યું છે. અહીંયા ISIS એન્ટર થયા બાદ આતંકવાદે પગ જમાવ્યો છે. તેની શરૂઆત 2014થી થઈ, જ્યારે ISISએ અહીંયા કોહરામ મચાવ્યો હતો. અહીંયા 2016માં આતંકવાદના કારણે 2088 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 1406 લોકોને  કિડનેપ કરાયા હતા.

  • PAKમાં દરરોજે 12 લોકોને મારી રહ્યા છે આતંકવાદી, પોતે જ આપ્યો હતો આતંકને આશરો | read worldwide terrorist attacks data detail on anti terrorism day
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પાકિસ્તાન


    પાકિસ્તાનમાં આતંકવાદના કારણે છેલ્લા 15 વર્ષમાં 67,399 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ સરકારી આંકડા 2003થી 2017 વચ્ચેના છે. જો તેનું સરેરાશ કાઢવામાં આવે તો છેલ્લા 15 વર્ષોમાં પાકિસ્તાનમાં દરરોજે 12 લોકો આતંકવાદના શિકાર થઈ રહ્યા છે. એ પણ ત્યારે જ્યારે પાકિસ્તાન 2002થી 2016 સુધી આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં 8 અબજ રૂપિયા ખર્ચ કરી ચૂક્યું હોય. આ રકમનો ખુલાસો નવેમ્બર 2016માં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના રિપોર્ટમાં થયો.

  • PAKમાં દરરોજે 12 લોકોને મારી રહ્યા છે આતંકવાદી, પોતે જ આપ્યો હતો આતંકને આશરો | read worldwide terrorist attacks data detail on anti terrorism day

    8માં નંબરે ભારત


    ગ્લોબલ ટેરરિઝ્મ ઈન્ડેક્સ 2017ના રિપોર્ટમાં આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં ભારતનું નામ 8માં નંબર પર છે. અહીંયાના આંકડા પર નજર નાખીએ તો 2016માં અહીંયા કુલ 927 આતંકવાદી હુમલા નોંધાયા, જેમાં 337ના મોત થયા

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending