Home » International News » Latest News » International » Read the history of maldives and indias relation with maldives

માલદીવ દેશમાં 'માલ' શબ્દનો છે રસપ્રદ મતલબ, ભારત સાથે રહ્યા છે જૂના સંબંધો

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 10:28 AM

ભારત સાથે માલદીવના અનેક સાંસ્કૃતિક, ઐતિહાસિક તેમજ વ્યાપારિક સંબંધો છે

  • Read the history of maldives and indias relation with maldives
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતનો પાડોશી દેશ માલદીવ આજકાલ ઈમરજન્સીના કારણે ચર્ચામાં છે. માલદીવ ભારતની દક્ષિણ પશ્ચિમ દિશામાં સ્થિત 1200 દ્વીપોનો દેશ છે. ભારત સાથે માલદીવના અનેક સાંસ્કૃતિક, ઐતિહાસિક તેમજ વ્યાપારિક સંબંધો છે. માલદીવમાં 'માલ' શબ્દ વિશે અનેક વાતો સાંભળવા મળે છે. આજે અમે જણાવી રહ્યા છીએ માલદીવ દેશના 'માલ' શબ્દની ઉત્પતિ વિશે...

    સાંસ્કૃતિક સંબંધ


    ભારતના માલદીવ દેશ સાથે જૂનો સાંસ્કૃતિક સંબંધ રહ્યા છે. એ ન્યૂઝ પોર્ટલના અહેવાલ અનુસાર એમ માનવામાં આવે છે કે માલદીવમાં 'માલ' શબ્દ મલયાલમ ભાષાના માલા શબ્દ પરથી આવ્યો છે. માલદીવમાં 'માલ' શબ્દનો અર્થ માલા છે અને દીવનો અર્થ દ્વીપ છે. માલદીવનો અર્થ દ્વીપોની માળા છે. તેનો અર્થ અનેક દેશોની માલા છે. માલદીવની ઉત્પતિ સંસ્કૃત શબ્દ માલાદ્વીપ પરથી થઈ છે.

    શ્રીલંકામાં પણ પ્રમાણ


    શ્રીલંકાના પ્રાચીન લેખ મહાવંશામાં મહિલાદિવા લખ્યું છે. તેનો અર્થ મહિલાદ્વીપ જણાવ્યો છે. મહાવંશા પાલી ભાષામાં છે અને એમ માનવામાં આવે છે કે પાલી ભાષાના મહિલા શબ્દનો સંસ્કૃતમાં રૂપાંતરણ ભૂલથી માલામાં કરી દેવામાં આવ્યું છે.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો માલદિવનો ઈતિહાસ...

  • Read the history of maldives and indias relation with maldives
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સંકટમાં છે માલદીવ


    માલદીવ ઈમરજન્સીના સંકટનો હાલ સામનો કરી રહ્યું છે, ઈમરજન્સીના સંકટ સાથે માલદીવ જળવાયુ પરિવર્તનના કારણે સમુદ્રમાં વધતા જળસ્તરના કારણે પોતાનું અસ્તિત્વ સામે ટકી રહેવા માટે ઝઝૂમી રહ્યું છે.

  • Read the history of maldives and indias relation with maldives

    માલદીવનો ઈતિહાસ


    માલદીવ વર્ષ  1965માં બ્રિટનથી આઝાદ થયું હતું. વર્ષ 1968ના નવેમ્બરમાં માલદીવને ગણતંત્ર દેશ જાહેર કરવામાં આવ્યો હતો. ઈબ્રાહિમ નાસિકને માલદીવના પ્રથમ રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1972માં અહમદ જકીને માલદીવના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ