Home » International News » Special » read the great scientist Stephen Hawkings strange tales

સ્ટીફન હોકિંગને 21 વર્ષની વયે ડોક્ટરે કહ્યું'તું- 'જીવન જીવવા માત્ર 2-3 વર્ષ છે'

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 09:55 AM

હોકિંગ ગાલની માંસપેશી દ્વારા પોતાના ચશ્મા પર લાગેલા સેન્સર ને કોમ્પ્યુટર સાથે જોડીને વાતચીત કરતા

 • read the great scientist Stephen Hawkings strange tales
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્ટીફન હોકિંગ્સ 76 વર્ષની વયે નિધન

  ઈન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વ પ્રસિદ્ધ મહાન વૈજ્ઞાનિક અને બેસ્ટસેલર રહેલા પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ'ના લેખક સ્ટીફન હોકિંગ્સનું 76 વર્ષની વયે નિધન થયું છે. શારીરિક અક્ષમતાઓને માત આપીને તેમણે એ સાબિત કર્યું હતું કે, જો ઈચ્છા શક્તિ હોય તો વ્યક્તિ કંઈ પણ કરી શકે છે.

  કાયમ વ્હીલ ચેર પર રહેનારા હોકિંગ્સ કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરતા અલગ દેખાતા હતા. કોમ્પ્યુટર અને વિવિધ ઉપકરણો દ્વારા પોતાના શબ્દોને વ્યક્ત કરીને તેમણે ભૌતિક વિજ્ઞાનના ઘણા સફળ પ્રયોગો પણ કર્યા છે.

  21 વર્ષની ઉંમરમાં ડોક્ટરે તેમને જણાવ્યું હતું કે, તેમને મોટર ન્યૂરોન નામનો અસાધ્ય રોગ છે અને તેમની પાસે જીવન જીવવા માટે માત્ર બે કે ત્રણ વર્ષ છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં ગણિત અને સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર રહેલા સ્ટીફન હોકિંગ્સની ગણતરી આઈન્સ્ટાઈન બાદ સૌથી મોટા ભૌતિકશાસ્ત્રિમાં થાય છે. તેમનો જન્મ ઈંગ્લેન્ડમાં 8 જાન્યુઆરી, 1942માં થયો હતો.

  આગળ વાંચોઃ તેમના જીવનના આવા અનેક રહસ્યો...

 • read the great scientist Stephen Hawkings strange tales
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  મળ્યું છે અમેરિકાનું સૌથી ઉચ્ચ નાગરિક સન્માન

  આ પ્રસિદ્ધ બ્રિટિશ વૈજ્ઞાનિકના જીવન પર આધારિક એક ફિલ્મ પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ વિજ્ઞાન પર આધારિત છે, અને શારીરિક અક્ષમતા સામે લડી રહેલા લોકો માટે એક આશા જગાડે છે. 21 વર્ષની ઉંમરમાં ડોક્ટરે તેમને જણાવ્યું હતું કે, તેમને મોટર ન્યૂરોન નામનો અસાધ્ય રોગ છે અને તેમની પાસે જીવન જીવવા માટે માત્ર બે કે ત્રણ વર્ષ છે. તેમાં શરીરની નસો પર સતત હુમલો થતો. કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં આ રોગ સામે લડવા વિશે ઘણુ શીખ્યા હતા.

   

  હોકિંગ્સ નું માનતા હતા કે, આપણે એ કરવું જોઈએ જે આપણે કરી શકીએ છીએ, પરંતુ આપણે એ વસ્તુનો પસ્તાવો ન કરવો જોઈએ જે આપણા હાથમાં નથી.

 • read the great scientist Stephen Hawkings strange tales
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  શારીરિક અક્ષમતાઓના કારણે તેઓ દુનિયાના મહાન વૈજ્ઞાનિક બની શક્યા. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, હું સ્વીકારું છું કે, મારી બીમારીના કારણે જ સૌથી મહાન વૈજ્ઞાનિક બની શક્યો, મારી અક્ષમતાઓના કારણે મને બ્રહ્માંડ પર કરવામાં આવેલી મારી શોધ વિશે વિચારવાનો સમય મળ્યો. ભૌતિક વિજ્ઞાન પર કરવામાં આવેલા મારા અભ્યાસે એ સાબિત કરી બતાવ્યું છે કે, દુનિયામાં કોઈ પણ વિકલાંગ નથી.

 • read the great scientist Stephen Hawkings strange tales
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  હોંકિંગ્સને એ વાતની ખુશી હતી કે, તેમણે બ્રહ્માંડને સમજવામાં પોતાની ભૂમિકા નિભાવી. તેના રહસ્યો લોકો માટે ખોલવા અને તેના પર કરવામાં આવેલી શોધમાં પોતાનું યોગદાન આપવું. તેમને ગર્વ થતો જ્યારે લોકોની ભીડ તેમના કામને જાણવા માંગતી હતી. હોકિંગ્સ પ્રમાણે આ બધુ તેમના પરિવાર અને મિત્રોની મદદથી શક્ય બન્યું હતું.

 • read the great scientist Stephen Hawkings strange tales
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  હોકિંગ્સનું લગભગ બધી માંસપેશી પરથી નિયંત્રણ ખોઈ ચૂક્યા હતા અને તે માત્ર ગાલની માંસપેશી દ્વારા પોતાના ચશ્મા પર લાગેલા સેન્સર ને કોમ્પ્યુટર સાથે જોડીને વાતચીત કરી શકતા હતા. સ્ટીફન છેલ્લા સમય સુધી નિયમિત ભણાવવા માટે યુનિવર્સિટી જતા હતા અને તેમનું મગજ પણ સારી રીતે કામ કરતું હતું. બ્લેકહોલ અને બિગ બેંગ થિયરી સમજવા માટે તેમની પાસે 12 માનદ ડિગ્રીઓ હતી અને અમેરિકાના સૌથી ઉચ્ચ નાગરિક સન્માન તેમને આપવામાં આવ્યું હતું.

 • read the great scientist Stephen Hawkings strange tales
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ