મૃત્યુ પહેલા હોકિંગ્સે કરી'તી આ ભવિષ્યવાણી, જાણો હવે કેટલા વર્ષ જીવશે માનવજાત?

હોકિંગ્સે ઘણા રિસર્ચ કર્યા છે, પરંતુ તેમની આ વાતે દુનિયાને હચમચાવી દીધી

divyabhaskar.com | Updated - Mar 14, 2018, 12:22 PM
Read Stephen Hawking warning which gave before death

ઈન્ટરનેશનલ ડેસ્કઃ બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરીને તેની થિયરમાં ટ્વિસ્ટ લાવનારા મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સનું 76 વર્ષની વયે નિધન થયું છે. સ્ટીફન હોકિંગ્સે તેમના જીવનમાં ઘણા રિસર્ચ કર્યા છે, પરંતુ તેમની એક વાતે દુનિયાને હચમચાવી દીધી હતી, જ્યારે તેમણે સમગ્ર માનવજાતિને ચેતવણી આપતા કહ્યું હતું કે, પોતાનો જીવ બચાવવા માટે દરેક વ્યક્તિ 100 વર્ષની અંદર પૃથ્વી છોડીને અન્ય કોઈ ગ્રહ પર જતા રહેવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે, એક બોલ લો અને તેની ચારે તરફ કપડું બાંધી દો. હવે તેને પેટ્રોલમાં ડૂબાડો. હવે જ્યારે આ બોલ પર આગ લગાડવવામાં આવશે તો દરેક ખૂણામાં આગ લાગી જશે જેને આપણે કહીશું આગનો ગોળો. 600 વર્ષમાં ધરતી આવો જ આગનો ગોળો બની જશે. તમને કદાચ 600 વર્ષ દૂર લાગશે પરંતુ તમને જણાવી દઈએ કે સમય બહુ ઝડપથી જતો રહે છે.

આગળ વાંચો, તેમણે આવી ભવિષ્યવાણી શા માટે કરી હતી...

Read Stephen Hawking warning which gave before death

હોકિંગ્સે જણાવ્યું હતું કે, જ્યારે ધરતી આગનો ગોળો બની જશે, ત્યારે માનવ નહી પરંતુ માનતજાત ખતમ થઈ જશે. માનવીએ કોઈ અન્ય ગ્રહ પર નવી દુનિયા શોધવી પડશે. જો આમ ન કર્યું તો કોઈ નહીં બચી શકે. જેના પાછળનું કારણ છે ધરતીની બદલાતી પરિસ્થિતિ. વસ્તી વધી રહી છે, જંગલો ઘટી રહ્યા છે. લોકો પોતાની જરૂરિયાત માટે ઈંધણનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધાની ધરતી ગરમ થઈ રહી છે. ક્લાઈમેટ ચેન્જ ઝડપથી આ સ્થિતિ બગાડી રહી છે. 

Read Stephen Hawking warning which gave before death

આ વાતનો દાવો તેમણે એક ડોક્યુમેન્ટ્રી 'એક્પેડિશ ન્યૂ અર્થ'માં કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, માનવજાતિને જો જીવંત રહેવું છે તો તેમને કોઈ અન્ય જગ્યાએ જીવનની શોધ કરવી પડશે. હોકિંગ્સે ચેતવણી આપતા કહ્યું હતું કે, ટેક્નિકલ વિકાસની સાથે મળીને માનવની આક્રમકતા વધારે જોખમી થઈ ગઈ છે. પ્રવૃતિ પરમાણું કે જૈવિક યુદ્ધ દ્વારા તે આપણા બધાનો વિનાશ કરી શકે છે. તેમનું કહેવું હતું કે, એક વૈશ્વિક સરકાર જ આપણને તેમાંથી બચાવી શકે છે. તેમણે કહ્યું કે, માનવ તરીકે પ્રજાતિ જીવંત રહેવાની યોગ્યતા ગુમાવી શકે છે.

Read Stephen Hawking warning which gave before death

માત્ર 21 વર્ષની ઉંમરે સ્ટીફનને એક ભયંકર બીમારી એમયોટ્રોફિક લેટરલ સેલેરોસિસ (amyotrophic lateral sclerosis)એ તેમને ઝપેટમાં લઈ લીધા હતા. સામાન્ય રીતે આ બીમારી 5 વર્ષમાં જીવ લઈ લે છે. બીમારી સામે આવ્યા બાદ ડોક્ટરોએ પણ તેમને કહ્યું હતું કે, તેઓ 2 વર્ષથી વધારે નહી જીવી શકે, પરંતુ 50થી વધારે વર્ષ જીવંત રહ્યા તે દરમિયાન હોકિંગ્સે તેમના ડોક્ટરની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરી દીધી.

Read Stephen Hawking warning which gave before death
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App