4 લોકોએ કરી હતી Twitterની સ્થાપના, વાંચો અત્યાર સુધીના તેના રેકોર્ડ વિશે

આ સાઈટે લોકોને પોતાની વાત 140 અક્ષરોમાં સમેટવાની કળા શીખવાડી

divyabhaskar.com | Updated - Mar 21, 2018, 11:53 AM
read San Francisco based micro blogging site twitter record

ઈન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વની સૌથી લોકપ્રિય માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર આજે તેની સ્થાપનાનાં 12 વર્ષ પૂર્ણ કરી રહી છે. 21 માર્ચ, 2006ના રોજ ચાર લોકોએ તેની સ્થાપના કરીને ઓનલાઈન સંવાદમાં ક્રાંતિ લાવી દીધી. આ સાઈટે લોકોને પોતાની વાત 140 અક્ષરોમાં સમેટવાની કળા શીખવાડી. આટલા વર્ષોમાં ઘણી સોશિયલ નેટવર્કિંગ સાઈટ સામે આવી, પરંતુ ટ્વિટરની લોકપ્રિયતા આજે પણ યથાવત છે. ખાસકરીને દુનિયાના નામચીન લોકો આ સાઈટ દ્વારા પોતાની વાત બધાની સામે રાખે છે.

સાન ફ્રાન્સિસ્કોમાં છે હેડ ઓફિસ

જેક ડોર્સી, નોહ ગ્લાસ, બિઝ સ્ટોન, અને ઇવાન વિલિયમ્સે ટ્વિટરની સ્થાપના કરી. 15 જુલાઈ, 2006ના રોજ સત્તાવાર રીતે તેને લોન્ચ કરવામાં આવી. તેની હેડઓફિસ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં છે. તેના લોગોમાં રહેલી પક્ષીનું નામ લેરી છે. અમેરિકાના બાસ્કેટબોલ ખેલાડી લેરી બર્ડ પર તેને નામ આપવામાં આવ્યું છે.

શરૂઆતમાં તેના ઘણા નામ વિચારવામાં આવ્યા પરંતુ ચારેય સંસ્થાપકોની સંમતી બની નઈ. બાદમાં તેમને ટ્વિટર શબ્દ મળ્યો. તેનો અર્થ થાય છે પક્ષીઓનો કલકલાટ. બીજો અર્થ હતો માહિતીનો વરસાદ.

22 માર્ચ, 2006 - ટ્વિટરના સહ-સંસ્થાપક જેક ડોર્સીએ સૌથી પહેલું ટ્વિટ કર્યું. તેમણે લખ્યું, 'Just setting up my twitter'

આગળની સ્લાઈડ્સમાં વાંચો, ટ્વિટરના માઈલ સ્ટોન તથા જુઓ વધુ તસવીરો...

read San Francisco based micro blogging site twitter record

15 જુલાઈ - ઓફિશિયલી શરૂઆત.
13, માર્ચ, 2008 - એક લાખ યુઝર્સ જોડાયા.
એપ્રિલ 2009 - યુઝર્સની સંખ્યા 60 લાખ પહોંચી
25 જૂન - માઈકલ જેક્સનના મૃત્યુના દિવસે 456 ટ્વિટ પ્રતિ સેકન્ડ કરવામાં આવ્યા જે તે સમયનો રેકોર્ડ હતો.

read San Francisco based micro blogging site twitter record

જાન્યુઆરી 2010 - અંતરિક્ષમાંથી પહેલું ટ્વિટ
એપ્રિલ - 10.5 કરોડ યુઝર્સ
જૂન - દરરોજની 6.5 કરોડ ટ્વિટ
માર્ચ 2011 - દરરોજની 14 કરોડ ટ્વિટ 
સપ્ટેમ્બર - 20 કરોડ યુઝર્સ

read San Francisco based micro blogging site twitter record

21 માર્ચ, 2012 - 14 કરોડ યુઝર્સ, દરરોજની 34 કરોડ ટ્વિટ
3 ઓગસ્ટ, 2013 - 1,43,199 ટ્વિટ પ્રતિ સેકન્ડનો નવો રેકોર્ડ
એપ્રિલ 2015 - 30 કરોડ યુઝર્સ
સપ્ટેમ્બર 2016 - 140 અક્ષરોની મર્યાદા ખતમ કરવામાં આવી

read San Francisco based micro blogging site twitter record
read San Francisco based micro blogging site twitter record
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App