1

Divya Bhaskar

Home » International News » Special » read families settle claim by this Shocking quid pro quo in pakistan

રેપનો બદલો રેપિસ્ટની બહેન સાથે રેપ કરીને લેવાયો, એ પણ પરિવારની મરજીથી

Divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 02:24 PM IST

પીડિતાના પરિવારે આરોપીના પરિવારની 40 વર્ષની મહિલાને પસંદ કરી, જેના પર 16 વર્ષના રેપ પીડિતાના ભાઈએ દુષ્કર્મ કર્યું

  • read families settle claim by this Shocking quid pro quo in pakistan
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રતિકાત્મક તસવીર

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. લાહોરથી 275 કિલોમીટર દૂર ટોબા ટેક સિંહ વિસ્તારમાં પોલીસે 10 એવા લોકોની ધરપકડ કરી છે જેમણે રેપ પીડિતાને ન્યાય અપાવવા માટે બળાત્કારીની બહેનનો પીડિતાના ભાઈ દ્વારા બળાત્કાર કરાવ્યો.

    ઘટના 20 માર્ચની છે. એક સ્થાનિક પોલીસ અધિકારી નઈમ યુસુફે એએફપી સાથે વાત કરતા જણાવ્યું કે, વસીમ નામના યુવકે 16 વર્ષીય છોકરી સાથે બળાત્કાર કર્યો હતો, ત્યારબાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા અને બધાએ મળીને બળાત્કારીને મારી નાખવાની માગણી કરી. ત્યારબાદ આરોપીના પરિવારે વસીમને મારવાના બદલે પીડિત છોકરીના પરિવારજનો સમક્ષ વિકલ્પ રાખવામાં આવ્યો કે તેમના પરિવારમાંથી કોઈ પણ મહિલા સાથે બળાત્કાર કરી શકે છે.

    આગળ વાંચોઃ 16 વર્ષના રેપ પીડિતાના ભાઈએ આરોપીના પરિવારની મહિલા પર કર્યો રેપ...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • read families settle claim by this Shocking quid pro quo in pakistan
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રતિકાત્મક તસવીર

    રેપ માટે 40 વર્ષની મહિલા પસંદ કરી


    - પીડિતાના પરિવારે આરોપીના પરિવારની 40 વર્ષની મહિલાને પસંદ કરી, જેના પર 16 વર્ષના રેપ પીડિતાના ભાઈએ બળાત્કાર કર્યો. 
    - પોલીસ અધિકારી નઈમ પ્રમાણે, આ અપરાધ બાદ બન્ને પરિવાર અંદરોઅંદર લેખિત સમધાન કર્યું.
    - જેમાં તેમણે કહ્યું કે, હવે આ ઘટનાને કાયમ માટે ભૂલી જશે અને ભવિષ્યમાં કોઈ દુશ્મનાવટ નહી કરે. 

  • read families settle claim by this Shocking quid pro quo in pakistan
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રતિકાત્મક તસવીર

    આ રીતે ખબર પડી પોલીસને?


    સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અબ્દુલ મજીદે જણાવ્યું કે, તેમના સ્ટાફમાંથી કોઈને આ લેખિત સમાધાન વિશે ખબર પડી અને ત્યારબાદ એ બન્ને પરિવારના 10 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો જેમણે બળાત્કારના લેખિત સમાધાન પર હસ્તાક્ષર કર્યા હતા.

  • read families settle claim by this Shocking quid pro quo in pakistan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રતિકાત્મક તસવીર

    છાસવારે "રેપનો બદલો રેપ" જેવી ઘટનાઓ બને છે


    - નોંધનીય છે કે, પાકિસ્તામાં છાસવારે "રેપનો બદલો રેપ" જેવી ઘટનાઓ થતી રહે છે અને દાયકાઓથી મહિલાઓ પોતાના હક માટે સંઘર્ષ કરી રહી છે. 
    - આવા વિસ્તારોમાં પુરુષો કાયમ ખર્ચાળ ન્યાયિક વ્યવસ્થાને પસંદ કરવાના બદલે આ પ્રકારના ઘૃણાસ્પદ વિકલ્પોને પસંદ કરે છે. 
    - પાકિસ્તાનમાં ન્યાયિક વ્યવસ્થાના સમાનાંતર ગામની પંચાયતોએ આ પ્રકારની વ્યવસ્થા બનાવી રાખી છે. 
    - આ પ્રકારની વ્યવસ્થાઓમાં મોટાભાગે શ્રમિક વર્ગના લોકો સામેલ રહે છે.

  • read families settle claim by this Shocking quid pro quo in pakistan
    પ્રતિકાત્મક તસવીર

More From International News

Trending