1

Divya Bhaskar

Home » International News » Special » Read about One of the Most Fit Presidents Vladimir Putins Daily Routine

સવારે મોડા ઉઠે છે પુતિન, બપોરે કરે છે બ્રેકફાસ્ટ, 65ની ઉંમરે પણ આટલા FIT

Divyabhaskar.com | Last Modified - Mar 19, 2018, 02:09 PM IST

પૂર્વ જાસૂસ રહેલા પુતિન સવારે મોડે સુધી સૂવે છે અને નાસ્તો કરવામાં લગભગ બપોર પડી જાય છે

 • Read about One of the Most Fit Presidents Vladimir Putins Daily Routine
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચોથી વખત રશિયાના પ્રેસિડેન્ટ બનેલા વ્લાદિમીર પુતિન પોતાની ફિટનેસ અને કડક સ્વભાવ ધરાવતા વ્યક્તિ તરીકે જાણીતા છે. સામાન્ય રીતે લોકો માને છે કે, ફિટનેસ માટે સવારે વહેલા ઉઠવું અને રાત્રે વહેલા ઊંધી જવું જરૂરી છે. પણ પુતિન આ મામલે એકદમ અલગ છે. ન્યૂઝવીઝના બેન જૂડાએ 3 વર્ષના રિસર્ચ બાદ પોતાની બુક ફ્રેગાઈલ એમ્પાયરમાં તેમના રૂટિન વિશે લખ્યું છે. અહીંયા અમે તેમની બુક પ્રમાણે, સૌથી ફિટ પ્રેસિડેન્ટમાંથી એક પુતિનનું ડેઈલી રૂટિન જણાવી રહ્યા છીએ...

  સવારે મોડા ઉઠે છે પુતિન


  પૂર્વ જાસૂસ રહેલા પુતિન સવારે ઘણા મોડે સુધી સૂવે છે અને નાસ્તો કરવામાં લગભગ બપોર પડી જાય છે. તે સમાન્ય રીતે એક કટોરી રાબ સાથે એક મોટી આમલેટ ખાય છે. તેની સાથે તેઓ ક્વેઈલ ઇંડા અને ફળનો જ્યુસ પણ લે છે. બ્રેકફાસ્ટ ખતમ કર્યા બાદ તેઓ કોફી પીવે છે. ન્યૂઝવીકના અહેવાલ પ્રમાણે, પુતિન માટે આ બધુ રશિયાના ધાર્મિક લીડર પૈત્રિઆર્ક કિરિલના ફાર્મલેન્ડ સ્ટેટમાંથી આવે છે.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો, બીજું શું-શું સામેલ છે તેમના ડેઈલી રૂટીનમાં...

 • Read about One of the Most Fit Presidents Vladimir Putins Daily Routine
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  દરરોજે 2 કલાક સ્વિમિંગ અને વર્કઆઉટ


  નાસ્તા બાદ તેમનો એક્સરસાઈઝનો ટાઈમ હોય છે. પુતિન રોજે 2 કલાક સ્વિમિંગ કરે છે. જ્યારે તે પાણીમાં હોય છે, ત્યારે દેશને લઈને પોતાના દિવસભરનું પ્લાનિંગ કરી લે છે. સ્વિમિંગ ખતમ કર્યા બાદ તેઓ જીમ તરફ પ્રયાણ કરે છે અને વર્કઆઉટ કરે છે. 65 વર્ષની ઉંમરમાં પણ એથલેટ જેવી તેમની બોડી ચર્ચામાં રહે છે. 2015માં તેમનું રશિયાના પ્રાઈમ મિનિસ્ટર દિમિત્રી મેદવેદેવ સાથે એક્સરસાઈઝ કરતી તસવીરો સામે આવી હતી. એસ્ક્વાયર મેગેઝિન પ્રમાણે, તેમના વર્કઆઉટ આઉટફિટની કિંમત જ અંદાજે 2 લાખ રૂપિયા છે.

 • Read about One of the Most Fit Presidents Vladimir Putins Daily Routine
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  પસંદગીના કપડાં જ ગમે છે


  જૂડા પ્રમાણે, પુતિન કપડાંની પસંદગી મામલે બહુ કન્ઝર્વેટિવ છે. તેઓ બેસ્પોક સૂટ્સ અને ડોર વેલેટીનો ટાઈ પસંદ કરે છે. રશિયાની વેબસાઈટ બિયોન્ડ ધ હેડલાઈન્સના રિપોર્ટ પ્રમાણે, પુતિનના મનપસંદ કપડાં બ્રાન્ડ કિટન અને બ્રિઓની છે.

 • Read about One of the Most Fit Presidents Vladimir Putins Daily Routine
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  અડધા દિવસ બાદ શરૂ કરે છે કામ


  પુતિન સામન્ય રીતે બપોર બાદ જ પોતાનું કામ શરૂ કરે છે. સૌથી પહેલા તેઓ તેમના ડેસ્ક પર નોટ્સનું બ્રીફિંગ વાંચે છે. તેમાં ડોમેસ્ટિક ઈન્ટેલિજન્સ અને ફોરેન અફેર્સના રિપોર્ટથી લઈને રશિયન પ્રેસ અને ઈન્ટરનેશનલ મીડિયા તરફથી મોકલવામાં આવેલી ક્લિપ્સ પણ હોય છે. ન્યૂઝવીક પ્રમાણે, કામ સંબંધિત વસ્તુઓ સિવાય પુતિન વધારે વાંચતા નથી.

 • Read about One of the Most Fit Presidents Vladimir Putins Daily Routine
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ટેક્નોલોજીથી રહે છે દૂર


  પુતિનના એડવાઈઝરે એકવાર તેમના પર અને સરકારના અન્ય લોકો પર તેમની મજાકનો વીડિયો બતાવ્યો હતો. નહી તો સામાન્ય રીતે પુતિન કામ દરમિયાન ટેક્નોલોજીથી દૂર રહે છે. ન્યૂઝવીક પ્રમાણે, તે લાલ ફોલ્ડરમાં પેપર ડોક્યુમેન્ટ રાખવા અને ફિક્સ લાઈન સોવિયત વરેરા ટેલિફોનને વધારે પ્રાધાન્ય આપે છે.

 • Read about One of the Most Fit Presidents Vladimir Putins Daily Routine
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  રાત્રે કરે છે કામ


  રશિયાના પ્રેસિડેન્ટને રાત્રિ ઘુવડ કહો તો ખોટું નથી. ન્યૂઝવીક પ્રમાણે, તે મોડી રાત સુધી કામ કરે છે અને રાત્રે તેમનું મગજ વધારે સારું ચાલે છે. જો કે, વિકેન્ડમાં તેમના શેડ્યુઅલમાં પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર થાય છે. આ દરમિયાન તેમના ઈંગ્લિશ ક્લાસથી લઈને પ્રેયર સુધી બધી વસ્તુ રૂટીનમાં સામેલ હોય છે.

 • Read about One of the Most Fit Presidents Vladimir Putins Daily Routine
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કેટલું કરે છે ડ્રિંક


  અહેવાલો પ્રમાણે, ફોર્મલ રિસેપ્શનને બાદ કરીએ તો પુતિન દારૂથી દૂર રહે છે. પોતાની ટેટોટલિઝ્મ ધરાવતી ઈમેજ રજૂ કરવું તેમનું પોલિટીકલ મૂવ પણ હોઈ શકે છે. પોલીટિકો પ્રમાણે, બની શકે છે રશિયન પ્રેસિડેન્ટ દેશમાં પ્રસરાયેલી દારૂની મહામારી વિરુદ્ધ એક સિમ્બોલિક સ્ટેન્ડ લઈ રહ્યા હોય અને ખુદને પોતાના પૂર્વવર્તી બોરિસ યાલ્તસિનના વિરોધાભાસી બતાવી રહ્યા હોય.

 • Read about One of the Most Fit Presidents Vladimir Putins Daily Routine

  બીજા દેશોમાં પણ જમે છે પોતાનું ભોજન


  પુતિન જ્યારે વિદેશ પ્રવાસે જાય છે, તો તેમનું શેડ્યુલ બહુ ટાઈટ હોય છે. તે જ્યાં પણ રોકાય છે, ત્યાં ચાદરથી માંડીને ટોઈલેટ શીટ અને ફળોને રાખવા માટેના કટોરા સુધી બધુ બદલી નાખવામાં આવે છે. પુતિન ક્યારેય હોસ્ટ દેશ તરફથી બનાવવામાં આવેલું ભોજન લેતા નથી. ન્યૂઝવીકે પોતાના આર્ટિકલમાં એમ પણ કહ્યું હતું કે, પુતિન જ્યારે ટ્રાવેલ કરે છે, તો તેમને કોઈ પણ મિલ્ક પ્રોડક્ટ પીરસવામાં આવતી નથી.

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending