Home » International News » Special » read about most expensive and luxury houses in world

દુનિયાના 10 સૌથી મોંઘા બંગલા, આ નંબરે આવે છે અંબાણીનું Antilia

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 11:52 AM

વેબસાઈટ વંડર્સલિસ્ટે દુનિયાના 10 સૌથી મોંઘા ઘરોનું લિસ્ટિંગ કર્યું, જેમાં અંબાણીનું Antilia પણ સામેલ

 • read about most expensive and luxury houses in world
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  ઈન્ટરનેશનલ ડેસ્કઃ એક સમય હતો જ્યારે રાજા મહારાજા કિલ્લા અને મહેલોમાં રહેતા હતા. હવે આ રાજા મહારાજાઓની જગ્યા શ્રીમંત લોકોએ લઈ લીધી છે, પરંતુ હવે બંગલા પહેલા જેવા મહેલોની જેવા રહ્યા નથી. ના તો એટલી જગ્યા છે કે ના એના જેવું બાંધકામ. જો કે, હજુ પણ ઘણા એવા ધનિક લોકો છે, જેમણે પોમના માટે મહેલ જેવા બંગલા બનાવ્યા છે. તેમાં બ્રિટનના શાહી પરિવારથી લઈને ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી સુધી અનેક શ્રીમંતના બંગલા સામેલ છે. વેબસાઈટ વંડર્સલિસ્ટે દુનિયાના 10 સૌથી મોંઘા ઘરોનું લિસ્ટિંગ કર્યું છે.

  આગળની સ્લાઈડ્સમાં જાણો, દુનિયાના સૌથી મોંઘા બંગલા વિશે...

 • read about most expensive and luxury houses in world
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  10.
  7 અપર ફિલિમોર ગાર્ડન્સ
  કિંમત - 848 કરોડ રૂપિયા
  લંડન
  ઓનર - ઓલીના પિનચક
  (યુક્રેનના પૂર્વ રાષ્ટ્રપતિ લિયોનિડ કૂચમાની પુત્રી)


  ખાસિયત - 10 બેડરૂમના આ મેન્શનમાં અંડરગ્રાઉન્ડ સ્વિમિંગ પુલ, જીમ, થિયેટર અને સ્ટીમ બાથ માટે રૂમ છે. તેના ઈન્ટીરિયરમાં માર્બલ, ગોલ્ડ અને મોંઘા આર્ટવર્ક લાગેલા છે.

 • read about most expensive and luxury houses in world
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  9.
  16 કેસિંગ્ટન પેલેસ ગાર્ડન્સ
  કિંમત - 911 કરોડ રૂપિયા
  લંડન
  ઓનર - રોમન અબ્રામોવિતસ મિલહાઉસ LLC ફર્મ

   

  ખાસિયત - આ મેન્શન દુનિયાના સૌથી મોંઘા રેસિડેન્શિયલ સ્ટ્રીટમાંથી એક લંડનની અબજોપતિઓની રોમાં સ્થિત છે. ટેનિસ કોર્ટ અને હેલ્થ સેન્ટરને લઈને ઓટો મ્યુઝિયમ સુધી તમામ સુવિધાઓ છે.

 • read about most expensive and luxury houses in world
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  8.
  સેવેન ધ પિનેકલ
  કિંમત - 1009 કરોડ રૂપિયા
  મોન્ટાના
  ઓનર - ટિમ બ્લિકસેથ, રિયલ એસ્ટેટ ડેવલપર


  ખાસિયત - યેલોસ્ટોન ક્લબની સૌથી મોટી પ્રોપર્ટી છે. ધનિકો માટે અહીંયા પ્રાઈવેટ સ્કી અને ગોલ્ફ કોમ્યુનિટી છે. મકાનની છત ગરમ રાખનારી છે. ઘણા પુલ, જીમ અને બાર આવેલા છે.

 • read about most expensive and luxury houses in world
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  7.

  હર્સ્ટ કૈસલ
  કિંમત - 1270 કરોડ રૂપિયા
  કેલિફોર્નિયા
  ઓનર - વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટના ટ્રસ્ટી
  (અમેરિકામાં ફર્સ્ટ ન્યૂઝપેપર મેગ્નેટ)


  ખાસિયત - 27 બેડરૂમ ધરાવતું કૈસલ. 90 હજાર સ્ક્વેર ફૂટમાં પથરાયેલું આ કેસલ કેલિફોર્નિયાનું ઐતિહાસિક લેન્ડમાર્ક છે. અહીંયા આર્ટ અને એન્ટીક્સનું કલેક્શન છે, જેને જોઈને પ્રવાસીઓ આવે છે.

 • read about most expensive and luxury houses in world
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  6.
  એલિસન એસ્ટેટ
  કિંમત - 1300 કરોડ રૂપિયા
  વુડસાઈડ, કેલિફોર્નિયા
  ઓનર - લેરી એલિસન, ઓરેકલના કો-ફાઉન્ડર


  ખાસિયત - 23 એકરમાં પથરાયેલી આ પ્રોપર્ટીમાં 10 બિલ્ડિંગ છે, જે જાપાની સ્ટાઈલમાં બની છે. લેકના કિનારે બનેલી આ પ્રોપર્ટીમાં ટી હાઉસ, હાઉસ અને તળાવ આવેલું છે.

 • read about most expensive and luxury houses in world
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  5.
  18-19 કેસિંગટન પેલેસ ગાર્ડન્સ
  કિંમત - 1445 કરોડ રૂપિયા
  લંડન
  ઓનર - લક્ષ્મી મિત્તલ, સ્ટીલ ઉત્પાદક


  ખાસિયત - આ મેન્શન લંડનની અબજોપતિ રોમાં પ્રિન્સ વિલિયમ અને કેટના ઘરની બાજુમાં આવેલું છે. 12 બેડરૂમ ધરાવતા આ મેન્શનમાં તુર્કિશ બાથરૂમ અને 20 ગાડીઓ માટે પાર્કિંગ છે.

 • read about most expensive and luxury houses in world
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  4.
  ફોર ફેરફિલ્ડ પોન્ડ
  ભાવ: 1615 કરોડ રૂપિય
  ન્યુયોર્ક
  ઓનર - ઇરા રેનાટ, રેન્કો ગ્રુપ


  ખાસિયત - 63 એકરમાં બનેલા 29 બેડરૂમ ધરાવતા મેન્શનનો પોતાનો પાવર પ્લાન્ટ છે. 39 બાથરૂમ, બાસ્કેટબોલ કોર્ટ, સ્ક્વૅશ કોર્ટ, ટેનિસ કોર્ટ, ત્રણ સ્વિમિંગ પુલ અને 91 ફૂટ લાંબો ડાઈનિંગ રૂમ. ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે, 2008માં આ બંગલાની કિંમત 1615 કરોડ રૂપિયા હતી.

 • read about most expensive and luxury houses in world
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  3.
  વિલા લીપોલોલ્ડા
  કિંમત - 4884 કરોડ રૂપિયા
  કોટ ધ અઝુર(Cote D’Azure), ફ્રાન્સ
  ઓનર - લીલી સફ્રા, બ્રાઝિલીયન પત્રકાર


  ખાસિયત - 50 એકરમાં રહેલું આ મેન્શનમાં હેલીપેડ, આઉટડોર કિચન, કોઈ અબજોપતિના મેન્શમાં મોટું ગેસ્ટ હાઉસ અને સ્વિમિંગ પુલ આવેલું છે. ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણ, 2008માં આ બંગલાની કિંમત 4884 કરોડ રૂપિયા હતી.

 • read about most expensive and luxury houses in world
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  2.
  એન્ટાલિયા
  કિંમત - 12 હજાર કરોડ રૂપિયા
  મુંબઈ, ભારત
  ઓનર - મુકેશ અંબાણી, ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ


  ખાસિયત - ચાર લાખ સ્ક્વેર ફૂટમાં આ 27 માળનું મેન્શન બનેલું છે. તેમાં 6 અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ફ્લોર, ત્રણ હેલિપેડ અને મેઈટેનેન્સ માટે 600 લોકોનો સ્ટાફ છે.

 • read about most expensive and luxury houses in world

  1. 

  બકિંધમ પેલેસ

  કિંમત - 20862 કરોડ રૂપિયા
  લંડન
  ઓનર - બ્રિટનનો શાહી પરિવાર


  ખાસિયત -  બ્રિટનના શાહી પરિવારનો આ પેલેસ ક્વિન એલિઝાબેથ દ્વિતીયનું ઘર છે. આ પેલેસમાં 775 રૂમ છે. 19 સ્ટેટ રૂમ, 52 બેડરૂમ, 188 સ્ટાફ રૂમ, 92 ઓફિસ અને 78 બાથરૂમ છે. બ્રિટિશ સ્ટેટ એજન્સી કંપની ફોક્સટંસે લોકેશન, સ્પેસ અને ઈન્ટીરિયર પ્રમાણે તેની કિંમત 20862 કરોડ રૂપિયા અનુમાન લગાવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ