1

Divya Bhaskar

Home » International News » Special » read about Christopher Wylie millennial whistleblower behind fbs data controversy

Facebook ડેટા લીકનો ખુલાસો કરીને દુનિયાને હચમચાવી દેનાર કોણ છે શખ્સ?

Divyabhaskar.com | Last Modified - Mar 23, 2018, 03:30 PM IST

2015માં વાયલી અને તેની ટીમના અડધાથી વધારે સભ્યોએ કેમ્બ્રિજ એનાલિટિકાને છોડી દીધી

  • read about Christopher Wylie millennial whistleblower behind fbs data controversy
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુક ડેટા લીકનો ખુલાસો કરીને આખી દુનિયાને હચમચાવી દેનાર 28 વર્ષીય ક્રિસ્ટોફર વાયલી વર્લ્ડ મીડિયામાં ટોપ ટ્રેન્ડ કરી રહ્યો છે. બ્રિટનની કંપની કેમ્બ્રિજ એનાલિટિકાના રિસર્ચ હેડ પદ પર રહીને વાયલીએ જ સાઈકોલોજિક પ્રોફાઈલિંગની સિસ્ટમ ડેવલપ કરી હતી. ધ ઓબ્જર્વરને આપેલા ઈન્ટરવ્યુમાં વાયલીએ કહ્યું કે, કેમ્બ્રિજ એનાલિટિકામાં જોબ કરી તે પહેલા તેને આ વાતનો સહેજ પણ અંદાજો નહોતો કે, તે શેની જાળમાં ફસાવા જઈ રહ્યા છે.

    બાળપણમાં હતી ખરાબ હાલત


    - કેનેડાના વિક્ટોરિયા બ્રિટિશ કોલંબિયામાં જન્મેલા વાયલીના માતાપિતા ડોક્ટર હતા. તેનો ઉછેર પણ અહીંયા જ થયો હતો. વાયલી આજે એક ડેટા સાઈન્ટિસ્ટ અને સાઈકોલોજિકલ પ્રોફાઈલિંગનો એક્સપર્ટ છે.

    - ખુદને ગે કહેનાર વાયલીને 6 વર્ષની ઉંમરે માનસિક રીતે અસ્થિર ગણાવામાં આવતો, તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવતો ઉપરાંત તેને સ્કૂલમાં પણ શોષણનો શિકાર થવું પડતું.

    - આવી બધી ઘટનાઓના કારણે તેનું બાળપણ ઘણુ ખરાબ પસાર થયું.

    - મેન્ટલ ટ્રોમામાંથી બહાર લાવવા માટે ડોક્ટર પિતા અને સાઈકોલોજિસ્ટ માતાએ તેની ઘણા વર્ષો સુધી કાઉન્સિલિંગ કરી.

    સ્કૂલ છોડી પડવા લાગ્યો રાજકારણમાં રસ


    - 14 વર્ષની ઉંમરે વાયલીએ સ્કૂલ છોડી દીધી અને તેને રાજકારણમાં રસ પડવા લાગ્યો. આટલી ઉંમરે તે શહેરના રાજકારણમાં એક્ટિવ રહીને તેણે મતદાતાઓના માઈક્રો ટાર્ગેટિંગ વિશે જ્ઞાન મેળવ્યું.

    - 17 વર્ષની ઉંમરે વાયલીએ કેનેડીયન સંસદમાં ઈન્ટર્ન બની ગયા અને અહીંયા તેણે વિપક્ષના નેતાની ઓફિસમાં કામ કર્યું.

    - 18 વર્ષની ઉંમરે વાયલીને પૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાના રાજનૈતિક રણનીતિકાર કેન સ્ટાઝ્મે ઈલેક્શન માટે માઈક્રોટારગેટિંગ અને ડેટા પોલિટિક્સની ટ્રિક્સ શીખવાડી.

    - 20 વર્ષની ઉંમરે ક્રિસ્ટોફર વાયલીએ ફરી ભણવાની શરૂઆત કરી અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં લોમાં એડમિશન લીધું.

    આગળ વાંચોઃ કેવી રીતે બન્યો કેમ્બ્રિજ એનાલિટિકાનો રિસર્ચ હેડ

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • read about Christopher Wylie millennial whistleblower behind fbs data controversy
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    24 વર્ષની ઉંમરે બન્યો કેમ્બ્રિજ એનાલિટિકાનો રિસર્ચ હેડ


    - 21 વર્ષની ઉંમરે તેની રાજકારણમાં એન્ટ્રી થઈ અને બ્રિટનની પોલિટિકલ પાર્ટી લિબરલ ડેમોક્રેટ્સ માટે કામ કરવા લાગ્યો.

    - 24 વર્ષની વયે વાયલી કેમ્બ્રિજ એનાલિટિકાનો રિસર્ચ હેડ બન્યો અને આ દરમિયાન તેને મતદાતાઓને ઈમ્પ્રેસ કરવાની રીતો પર કામ કરવામાં રસ જાગ્યો.

    - તેણે સાઈકોલોજિસ્ટની એક ટીમ સાથે મળીને સાઈકોલોજિકલ પ્રફાઈલિંગની સિસ્ટમ તૈયાર કરી.

  • read about Christopher Wylie millennial whistleblower behind fbs data controversy
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    2015માં છોડી કેમ્બ્રિજ એનાલિટિકા

     

    2015માં વાયલી અને તેની ટીમના અડધાથી વધારે સભ્યોએ કેમ્બ્રિજ એનાલિટિકાને છોડી દીધી. આ દરમિયન તે ફેશન ટ્રેન્ડ પર પીએચડી કરી રહ્યો હતો. અહેવાલો પ્રમાણે, 2009માં વાયલીએ આ ડેટા પોલિટિક્સ ટેક્નિકના કારણે પોતાની જોબ ગુમાવી પડી હતી. ત્યારે તે કેનેડામાં એક પોલિટિકલ પાર્ટીના લીડર સાથે કામ કરી રહ્યો હતો.

  • read about Christopher Wylie millennial whistleblower behind fbs data controversy
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વાયલનું ઈન્સ્ટાગ્રામ બંધ કરી દેવાયું છે.
  • read about Christopher Wylie millennial whistleblower behind fbs data controversy
    વાયલનું ફેસબુક બંધ કરી દેવાયું છે.

More From International News

Trending