પહેલીવાર ફેસબુકે નથી માંગી માફી, આ અગાઉ પણ કરી ચૂક્યું છે 'અફસોસ'

અગાઉ બનેલા પાંચ એવા મામલા જેમાં ફેસબુકને માંગવી પડી છે માફી

divyabhaskar.com | Updated - Mar 23, 2018, 11:51 AM
Read about 5 facebook controversy and its apology

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલના મામલાનો સ્વીકાર કરતા માફી માંગી છે. તેમણે કહ્યું કે, 'આ મામલો વિશ્વાસઘાતનો છે.' ઝકરબર્ગે તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, 'હું કેમ્બ્રિજ એનાલિટિકા અંગે મારી વાત રજૂ કરવા માંગુ છું. અમે આ દિશામાં આવી રહેલી મૂશ્કેલીને પહોંચવા માટે જરૂરી પગલાં લીધા છે. મેં એ સમજવાનો પ્રયાસ કર્યો કે, આ બધું થયું કેવી રીતે અને ફરીવાર ના થાય એ માટે શું કરવું જોઈએ.'

પરંતુ એવું નથી કે ફેસબુકે પહેલીવાર કોઈ ઘટનાને લઈને માફી માંગી હોય. આ અગાઉ પણ ફેસબુકને ઘણા મામલે માફી માંગવી પડી છે. તો આજે અમે તમને જણાવીએ છીએ કે આ પહેલા ફેસબુકે ક્યારે-ક્યારે માફી માંગી હતી.

આગળ વાંચોઃ આ 5 મામલે ફેસબુકે માંગી ચૂક્યું છે માફી...

Read about 5 facebook controversy and its apology

2006માં પહેલી ઘટના

સૌથી પહેલી ઘટના વર્ષ 2006માં બની, જ્યારે ન્યૂઝ ફીડ અને મિની ફીડ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. ફેસબુકે ઘણા યુઝર્સની ખાનગી પોસ્ટ જાણકારી વગર જ લીક કરી દીધી હતી.

Read about 5 facebook controversy and its apology

2007માં બીજી વખત

ત્યારબાદ બીજો મામલો 2007માં સામે આવ્યો, જે યુઝર ડેટા લીકનો મામલો હતો. તેમાં ફેસબુકની એડવર્ટાઈઝિંગ સિસ્ટમ બિકોને સિક્રેટ્સ પર સવાલ ઉઠાવ્યો હતો. આ અમુક ખાસ એડવર્ટાઈઝ માટે બનાવવામાં આવ્યું હતું અને યુઝર તેમાં પોતાની પ્રતિક્રિયાને શેર કરી શકતા હતા. એક કાનૂની દાવાના કારણે તેને બંધ કરવામાં આવ્યું હતું.

Read about 5 facebook controversy and its apology

2012માં ત્રીજી વખત

ત્યારબાદ વર્ષ 2012માં ફરીથી યુઝર્સે ન્યૂઝ ફીડ સાથે ચેડા કર્યા હતા. આ મામલે લગભગ 7 લાખ યુઝર્સને એ ખબર નહોતી કે ફેસબુકે હકારાત્મક પ્રતિક્રિયાઓને ઘટાડી દીધી છે.

Read about 5 facebook controversy and its apology

2018માં ચોથી વખત

ત્યારબાદ વર્ષ 2018માં કલાકૃતિના ચિત્ર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. આ મામલે યુઝરને પ્રાગૈતિહાસિક મૂર્તિની તસવીર પોસ્ટ કરવા માટે અટકાવી દીધો હતો. આ મામલે ફેસબુકનું કહેવું હતું કે, આ એક ખતરનાક પોર્નોગ્રાફિક તસવીર છે, પરંતુ બાદમાં આ તસવીરને અપ્રૂવ કરવામાં આવી અને આ મામલે ફેસબુકે માફી માંગી હતી.

Read about 5 facebook controversy and its apology

2018માં પાંચમી વખત

વર્ષ 2018માં જ એક વાર ફરીથી ડી શૂટિંગ ગેમનો મામલો સામે આવ્યો. માર્ચમાં ફેસબુકે તેમની વીઆર ગેમ બુલેટ ટ્રેનનો ડેમો પોસ્ટ કર્યો હતો. આ ગેમને ફ્લોરિડામાં થયેલા બોમ્બમારા બાદ બહાર પાડવામાં આવી હતી. બાદમાં ફેસબુક પરથી આ ગેમને પ્રોત્સાહન આપવા બદલ માફી માંગી અને આ ગેમને હટાવવામાં આવી.

X
Read about 5 facebook controversy and its apology
Read about 5 facebook controversy and its apology
Read about 5 facebook controversy and its apology
Read about 5 facebook controversy and its apology
Read about 5 facebook controversy and its apology
Read about 5 facebook controversy and its apology
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App