વિશ્વના કોઈ પણ ખૂણાને ધ્વસ્ત કરી શકે છે આ મિસાઈલ, રોકવી છે અશક્ય

આ મિસાઈલ આગળ વિશ્વની કોઈ પણ મિસાઈલ ટેક્નોલોજી ટકી નહી શકે

divyabhaskar.com | Updated - Mar 10, 2018, 05:35 PM
Presidential Vladimir Putin Address to the Federal Assembly

મોસ્કોઃ રશિયા પાસે વિશ્વના કોઈ પણ ખૂણાને નિશાન બનાવી લેવાની ક્ષમતા ધરાવતી મિસાઈલ છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને ફેડરલ એસેમ્બલીને એડ્રેસ કરતા આ વાતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, રશિયાએ એક એવી મિસાઈલ બનાવી છે, જેની આગળ વિશ્વની કોઈ પણ મિસાઈલ ટેક્નોલોજી ટકી નહી શકે. તેની આગળ નાટોની તાકાત પણ કંઈ જ નથી. પુતિને દાવો કર્યો કે, ન્યૂક્લિયર ક્ષમતા ધરાવતી આ મિસાઈલને યુરોપ અને એશિયામાં રહેલા અમેરિકાની શીલ્ડ પણ અટકાવી શકતી નથી. રડાર સુધી નથી ખબર પડતી તેની...

- પુતિને કહ્યું કે, "રશિયા હજુ પણ વિશ્વમાં સૌથી મોટી ન્યૂક્લિયર ક્ષમતા ધરાવતો દેશ છે, પરંતુ અત્યાર સુધી અમારું કોઈ સાંભળતું નહોતું. પણ હવે સાંભળશે. આ એક ઓછી ઊંચાઈએ ઉડનારી મિસાઈલ છે."
- તેમણે કહ્યું કે, "આ ન્યૂક્લિયર ગોલાબારૂદ લઈ જવા માટે પણ સક્ષમ છે અને આ આખી દુનિયામાં ક્યાંય પણ મોકલી શકાય છે. તેની જાણ સારામાં સારા રડાર પણ નથી કરી શકતા. મિસાઈલની આ જ ખાસિયત તેને અજેય બનાવે છે. આ મિસાઈલ અને એર ડિફેન્સનું ભવિષ્ય છે."
- આ સિવાય પુતિને એક અન્ય મિસાઈલનું પ્રદર્શન કર્યું. તેમણે દાવો કર્યો કે, સબમરીનમાંથી લોન્ચ કરવામાં આવતી આ મિસાઈલથી ન્યૂક્લિયર હુમલો પણ કરી શકાય છે.

ખાસ ડ્રોન તૈયાર કરવાનો પણ દાવો

- પુતિને એવા ડ્રોનને પણ તૈયાર કરવા વિશે જણાવ્યું કે, તેને સબમરીન પરથી છોડી શકાય છે. આ ડ્રોનમાં પણ ન્યૂક્લિયર એટેક કરવાની ક્ષમતા હશે.
- પુતિને પોતાની તાકાતનું પ્રદર્શન કરતા કહ્યું કે, અત્યાર સુધી દુનિયામાં આવું કંઈ તૈયાર થયું નહોતું. તેમણે કહ્યું, જો ક્યારેક આવું કંઈક કોઈએ તૈયાર કરે છે તો તે સમય સુધી અમે તેનાથી પણ વધારે સારા હથિયારો ડેવલપ કરી લઈશું.

ચૂંટણી પહેલા ગણાવ્યા કામ

- રશિયામાં આ મહિને ચૂંટણી છે. પુતિન ચોથી વખત રાષ્ટ્રપતિ પદની દોડમાં છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે, પુતિનની આ સ્પીચ દેશ માટે કરવામાં આવેલા પોતાના કામોને લોકો સામે રજૂ કરવાની રીત છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ પુતિનની સ્પીચ દરમિયાન બતાવવામાં આવેલી ટેસ્ટ સાઈટની તસવીરો...

Presidential Vladimir Putin Address to the Federal Assembly
Presidential Vladimir Putin Address to the Federal Assembly
Presidential Vladimir Putin Address to the Federal Assembly
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App