Home » International News » Special » દુનિયાના ધનાઢ્યો આવી રીતે ઉડાવે છે પૈસા | Photographer Shows levis life of rich

દુનિયાના ધનાઢ્યો આવી રીતે ઉડાવે છે પૈસા, ફોટોગ્રાફરે કેદ કર્યા PHOTOS

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 04:46 PM

અમેરિકાની મહિલા ફોટોગ્રાફરે 1992માં એક અનોખો પ્રોજેક્ટ શરૂ કર્યો જે સફળ રહ્યો

 • દુનિયાના ધનાઢ્યો આવી રીતે ઉડાવે છે પૈસા | Photographer Shows levis life of rich
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાની મહિલા ફોટોગ્રાફર લોરેન ગ્રીનફિલ્ડે દુનિયાભરના ધનાઢ્યોની લાઈફ સ્ટાઈલને પોતાના કેમેરામાં કેદ કરી છે. તેણે 1992માં એક અનોખો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. લોરેનનો આ પ્રોજેક્ટ સફળ રહ્યો અને હવે તેની પાસે આવી હજારો તસવીરોનું કલેક્શન છે. તેમાંથી લોરેને લગભગ 650 ફોટોગ્રાફ્સ જનરેશન વેલ્થ નામના પુસ્તકમાં પબ્લિશ કર્યા છે. ઘરથી મેદાન સુધી ગોલ્ફની ફેસિલિટી...

  ય્વોન ઝુ


  44 વર્ષની ય્વોન ઝુ શાંઘાઇ સી ટોંગ કેબલ ઇન્ડસ્ટ્રી કંપનીની જનરલ મેનેજર તથા શાંઘાઇ હુઇયાંગ ઇન્ડસ્ટ્રી કંપનીની વાઇસ બોર્ડ ચેરમેન છે. શાંઘાઇના લક્ઝુરિયસ ઘરમાં ઝુ ગોલ્ફની પ્રેક્ટિસ કરી રહી છે, પરંતુ તેના બેડરુમમાં વરસાચેનો કમ્પ્લીટ સેટ દેખાય છે. જે બ્રાન્ડ પાછળ અમેરિકન્સ ઘેલા છે તેનો ચીનમાં ક્રેઝ આ ફોટો દર્શાવે છે.

  આગળ સ્લાઇડ્સ બદલોને જુઓ વિશ્વના સૌથી રઇસ લોકો ક્યાં ખર્ચે છે પૈસા...

 • દુનિયાના ધનાઢ્યો આવી રીતે ઉડાવે છે પૈસા | Photographer Shows levis life of rich
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  રશિયાનું સૌથી પોપ્યુલર સ્વેટર


  આ તસવીરમાં રશિયાનું કેપિટલ સિટી મોસ્કોના અત્યંત પોશ વિસ્તારમાં રહેતી પૂર્વ મોડેલ ઇલોના સ્ટોલી અને તેની ચાર વર્ષની દીકરી મિશેલ. સ્ટોલીએ પહેરેલું સ્વેટર તેના ફેશન સ્ટાઇલિસ્ટ ફ્રેન્ડ એન્ડ્રી આર્ટીમોવે તૈયાર કરેલું છે. મોસ્કોના ઇલાઇટ ક્લાસની મહિલાઓમાં આ સ્વેટરનો ટ્રેન્ડ છે અને તેની કીંમત લાખો રૂપિયામાં હોય છે. જ્યારે, ઈલોના સૌથી વધારે ખર્ચ મોંઘા-મોંઘા કપડાં પહેરવા માટે કરે છે. તેની પાસે કરોડો રૂપિયાના ડ્રેસનું કલેક્શન છે.

 • દુનિયાના ધનાઢ્યો આવી રીતે ઉડાવે છે પૈસા | Photographer Shows levis life of rich
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  અમેરિકાનો સૌથી વધારે કમાણી કરતો ક્લબ


  આ નજારો અમેરિકાના લાસ વેગસમાં માર્કી ક્લબની સેટર્ડ નાઇટ પાર્ટીનો છે. એક વીઆઇપી 100 ડોલરનું બન્ડલ સ્ટ્રીપર્સ પર ઉડાવી રહ્યો છે. માર્કી અમેરિકાનું સૌથી વધુ કમાણી કરતું નાઇટ ક્લબ છે. 

   

 • દુનિયાના ધનાઢ્યો આવી રીતે ઉડાવે છે પૈસા | Photographer Shows levis life of rich
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  મ્યુઝિશિયન લિલ જોન 


  મ્યુઝિશિયન લિલ જોન 2004માં સોલ ટ્રેન એવોર્ડ્ઝ ખાતે મોંઢામાં ખાસ હીરા અને પ્લેટિનમ જડાવીને આવ્યો હતો. તેની પાછળ જોને અંદાજે 30 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. 

 • દુનિયાના ધનાઢ્યો આવી રીતે ઉડાવે છે પૈસા | Photographer Shows levis life of rich
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  બિઝનેસવુમન લિન્ડસે 


  કેલિફોર્નિયાની 18 વર્ષની લિન્ડસે નાકની સર્જરી કરાવ્યા પછી એક પાર્ટીમાં ભાગ લીધો હતો. લિન્ડસેની આઠમાંથી છ ફ્રેન્ડ્સે નાકની સર્જરી, પેટ ઘટાડવાની સર્જરી, બ્રેસ્ટ એનલાર્જમેન્ટ ઓર રિડક્શન જેવી સર્જરીઓ કરાવેલી હતી. 

   

 • દુનિયાના ધનાઢ્યો આવી રીતે ઉડાવે છે પૈસા | Photographer Shows levis life of rich
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  અમેરિકન મ્યુઝિયન ટુ-પેકે 


  અમેરિકન મ્યુઝિયન ટુ-પેકેને જુગાર રમવાનો શોખ છે. તે જુગારમાં અત્યાર સુધી કરોડો રૂપિયા હારી ચૂક્યો છે, પરંતુ તેનો શોખ ઓછો થયો નથી. લોરેને જ્યારે 2001માં તેની આ તસવીર ક્લિક કરી ત્યારે તેણે, લાસ વેગાસના લક્ઝર હોટેલના એક કસિનોમાં ગણતરીની મિનિટોમાં જ લાખો ડોલર હાર્યો હતો.

   

 • દુનિયાના ધનાઢ્યો આવી રીતે ઉડાવે છે પૈસા | Photographer Shows levis life of rich
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  બ્યૂટી પેજન્ટ કૈલિયા 


  આ કેલિફોર્નિયાની પાંચ વર્ષની બ્યૂટી પેજન્ટ કૈલિયા છે, જેણે 2013માં કેલિફોર્નિયાના વેન્ચ્યુરા કાઉન્ટીમાં આયોજીત સમર ફન બ્યૂટી પેજન્ટનો ખિતાબ જીતી હતી. આ દરમિયાન 500 ડોલરનું કેશ પ્રાઈઝ પણ મળ્યું હતું. 8 વર્ષની થઈ ચૂકેલી કૈલિયા ફેશન માટે જાણિતી છે. દર મહિને લાખો રૂપિયા ખાલી તેના કપડાં પર જ ખર્ચ કરે છે.

 • દુનિયાના ધનાઢ્યો આવી રીતે ઉડાવે છે પૈસા | Photographer Shows levis life of rich

  2000માં ક્લિક થયેલા ફોટોમાં લોસ એન્જલસ સ્થિત પ્લેબોય મેન્શન છે. પ્લેબોયના માલિક હ્યુ હેફનરે 1971માં આ 29 રૂમવાળું ઘર ખરીદ્યું હતું. આ ઘર કેટલીય યાદગાર પાર્ટીઓનું સાક્ષી છે. 
   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ